કહેવાય છે કે પ્રેમ ક્યારેય ઉંમરના બંધનો નથી જોતો અને ઘણા છોકરા છોકરીઓ આવા ઉંમરના બંધનમાં બંધાયા વિના જ પ્રેમ કરી બેસ્ટ હોય છે અને ઘણા તો પોતાના આ પ્રેમ સ,સંબંધને આગળ વધારીને લગ્ન પણ કરે છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી સામે આવ્યો છે જ્યાં એક 42 વર્ષના વ્યક્તિને 25 વર્ષની યુવતી સાથે પ્રેમ થતા લગ્ન પણ કરી લીધા, પરંતુ 6 વર્ષ બાદ કર્યું એવું કે લોકો પણ જોઈને ચોંકી ઉઠ્યા.

પ્રાપ્ત માહિતી 25 વર્ષીય યુવતીના પિતા મૂળ દાધોળિયા ગામના રહેવાસી હતા પરંતુ સરા ગામમાં રહી જમીન ભાડે રાખી ખેતી કામ કરતા હતા. તેમના ખેતરની બાજુમાં બળદેવભાઈનું ખેતર આવેલું હતું. તેમની દીકરી રોજ કામ કરવા માટે બાજુમાં આવેલા બળદેવભાઈના ખેતરે જતી હતી.
આ દરમિયાન જ ખેતરના માલિક બળદેવભાઈ સાથે તેને આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. આ બંને વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં પણ તેમની મરજી પ્રેમાણે બંનેના પરિવારે તેમના સાદગીથી લગ્ન કરાવી આપ્યા હતા. તેમના લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા અને બંને સુખેથી પોતાનું લગ્ન જીવન પણ વિતાવી રહ્યા હતા.

દરમિયાન જ ગુરુવારના રોજ બળદેવભાઇ ખેતરે ખેતીકામ કરતો વ્યક્તિ બાઈક લેવા માટે બળદેવભાઈના ઘરે આવ્યો હતો. ત્યારે ઘરની અડનાર જોઈને તેના હોશ ઉડી ગયા હતા. ઘરમાં બળદેવભાઈ અને તેમની પત્ની બંનેની લાશ ફાંસીના ગાળિયા ઉપર લટકતી હતી.
તે બંનેની લાશ જોઈને તે વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોને તેના વિશે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમને આત્મહત્યાનો મામલો નોંધ્યો હતો.

પરંતુ હજુ પણ કોઈને એ સમજાઈ રહ્યું નહોતું કે બળદેવભાઈ અને હિનાને કોઈ વાત ઝઘડો પણ થયો નહોતો, બે દિવસ પહેલા જ તેઓ એક લગ્નમાં પણ ગયા હતા, અને બંને વચ્ચે કોઈ બાબતે અનબન પણ નહોતી તે છતાં પણ તેમને આત્મહત્યા કેમ કરી હોય? આ ઉપરાંત બંનેએ અલગ અલગ રૂમમાં આત્મહત્યા કરી હતી, જો આત્મહત્યા જ કરવી હોય તો સાથે એક જ રૂમમાં પણ થઇ શકે? આવા પ્રશ્નોને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.