આ દુનિયાના જન્મ લેનારા દરેક જીવને એકના એક દિવસે મૃત્યુની શરણમાં જવાનું જ છે. દરેક જીવને એક દીવસે પોતાના શરીરનો ત્યાગ કરવો જ પડે છે. આ જ તો જિંદગીની હકીકત છે ‘જીવન અને મૃત્યુ.’ કહેવામાં આવે છે કે આપણી આત્મા શરીરનો ત્યાગ કરીને પરમાત્માના ધામમાં પહોંચે છે. જો કે આજના જમાનામાં દરેક મનુષ્ય આ હકીકતથી ભાગે છે અને માને છે કે તેની સાથે આ બધું નહિ થાય. જો કે એ હજી સુધી એક રહસ્ય જ બનેલું છે કે કોઈની મૃત્યુ ક્યારે અને ક્યાં કારણોને લીધે થશે. છતાં પણ શાસ્ત્રોના આધારે અમે તમને મૃત્યુ આધારિત એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે તેને જાણીને તમે પણ હેરાન રહી જશો.

જીવન અને મૃત્યુ આ બંન્ને બાબતોનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવેલો છે. મૃત્યુ એક હકીકત છે અને તેને કોઈ નકારી કે અવગણી ન શકે. માનવામાં આવે છે કે મૃત્યુના સમયે યમરાજ પોતે શરીરથી આત્માને લઇ જવા માટે આવે છે. વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કર્મ જ તેને સ્વર્ગ-નર્કમાં જગ્યા આપે છે. શાસ્ત્રોના આધારે મૃત્યુ ત્રણ પ્રકારે થાય છે-ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક.

1. ભૌતિક રૂપે થતી મૃત્યુ:
કોઈ દુર્ઘટના કે બીમારીથી મૃત્યુ થવી ભૌતિક કારણની શ્રેણીમાં આવે છે. આ સમયે ભૌતિક તરંગ અચાનક માનસિક તરંગોનો સાથ છોડી દે છે અને શરીર પ્રાણ ત્યાગ કરી નાખે છે.

2. માનસિક રૂપે થતી મૃત્યુ:
ઘણીવાર જયારે આપણે કોઈ એવી દુર્ઘટના કે ઘટના વિશે વિચારતા હોઈએ છીએ જેની આપણે કલ્પના પણ ન કરી હોય. એવામાં તમને હૃદયનો હુમલો આવી શકે છે કે પછી અન્ય કોઈ બીમારીને અને તમારી મુત્યુ થઇ જાય છે. તેને માનસિક કારણ દ્વારા આવેલી મૃત્યુ ગણાવી શકાય. આ સમયે પણ ભૌતિક તરંગો માનસિક તરંગોથી અલગ થઈ જાય છે અને વ્યક્તિની મૃત્યુ થઇ જાય છે.

3. આધ્યાત્મિક રૂપે થતી મૃત્યુ:
મૃત્યુનું ત્રીજું કારણ આધ્યાત્મિક છે. આધ્યાત્મિક સાધનામાં માનસિક તરંગનો પ્રવાહ જ્યારે આધ્યાત્મિક પ્રવાહમાં સમાઈ જાય છે, ત્યારે વ્યક્તિની મૃત્યુ થઇ જાય છે કેમ કે ભૌતિક શરીર એટલે કે ભૌતિક તરંગથી માનસિક તરંગનો તાલમેળ તૂટી જાય છે. ઋષિમુનિઓએ તેને ‘મહામૃત્યુ’ જણાવ્યું છે. ધર્મગ્રંથોના આધારે મહામૃત્યુ પછી નવો જન્મ નથી થતો અને આત્મા જીવન-મરણના બંધનથી મુક્ત થઇ જાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ