મનોરંજન મૂવી રીવ્યુ

‘ભારત’ પહેલા દિવસે 42 કરોડની કમાણી, જાણો બીજા દિવસની કમાણી, આંકડો જાણીને ચોંકી જશો….

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ઈદના મૌકા પર રિલીઝ થેયલી ફિલ્મ ‘ભારત’ એ પોતાના ઓપનિંગ ડે પર ધમાકેદાર કમાણી કરીને એ સાબિત કરી દીધું છે કે થીએટર સુધી દર્શકોને ખેંચી લાવવામાં સલમાન ખાનનો મુકાબલો નથી.ફિલ્મ ભારતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

Image Source

ફિલ્મ ભારતે પોતાના પહેલા જ દિવસે 42.30 કરોડ રૂપિયાની કમાણી કરીને સનસની મચાવી દીધી છે.તો બીજા દિવસે ફિલ્મમાં 30% ઉતરાણ આવવાને લીધે ફિલ્મ માત્ર 30 કરોડની કમાણી કરી શકી છે. આમ બે દિવસમાં ફિલ્મે 72 કરોડની કમાણી કરી લીધી છે અને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

Image Source

ફિલ્મને દર્શકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં સલમાન ખાનના સિવાય કૈટરીના કૈફ પણ ખાસ કિરદારમાં છે અને દિશા પટની આઈટમ સોન્ગ કરતી નજરમાં આવે છે. ફિલ્મના ગીતો પણ ખુબ હિટ સાબિત થયા છે.

Image Source

100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મને જ્યા પહેલા દિવસે સાઉથ આફ્રિકાની સાથે મેચનું નુકસાન સહન કરવું પડ્યું જ્યાંરે બીજી તરફ તેને ઈદની રજાનો પણ ખુબ ભરપૂર ફાયદો મળતો જણાયો છે.સલમાનની આ ફિલ્મે પોતાની દરેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે અને તેની આ ફિલ્મ સૌથી વધુ ઓપનીંગ કરનારી નંબર-1 ફિલ્મ સાબિત થઇ છે.સૌથી મોટી ઓપનર ફિલ્મોની લિસ્ટમાં ભારત ફિલ્મ બીજા નંબર પર પહોંચી ગઈ છે.

પહેલા નંબર પર હોલીવુડ ફિલ્મ અવેન્જર્સ એન્ડગેમ શામિલ છે.આ ફીલ્મ પુરા દેશમાં ચાર ભાષાઓમાં રીલિઝ કરવામાં આવી હતી. ફિલ્મ વેન્જર્સ એ પહેલા દિવસે 53 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિપોર્ટના આધારે ફિલ્મ ભારતે યુપી માં માત્ર 7.25 કરોડની જ કમાણી કરી છે, જે પહેલા દિવસે કમાણી કરનારી અન્ય ફિલ્મોની તુલનામાં વધારે હતી.સલમાનની ફિલ્મ ભારતને કુલ 6000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવેલી છે.જેમાંની 4700 સ્ક્રીન માત્ર ભારતની છે.

Image Source

સલામન ખાને ફિલ્મ ભારતની કમાણીથી એકવાર ફરીથી એ સાબિત કરી દીધું છે કે તે બોલીવુડના સુલતાન છે.સલમાન ખાન જ્યારે પણ ડાયરેક્ટર અલી અબ્બાસ જફરની સાથે આવ્યા છે, તેમણે બોક્સ ઓફિસ પર આવા જ પ્રકારની કમાણી કરી છે.પછી તે ફિલ્મ ‘સુલ્તાન’ હોય કે પછી ‘ટાઇગર ઝિંદા હૈં’ હોય.આવી રીતે સલમાન ખાને અલી અબ્બાસ જફર સાથે મળીને ત્રીજી વાર ધૂમ મચાવી છે.

Image Source

એમ પણ સલમાન ખાન પોતાની આગળની અમુક ફિલ્મોથી કંઈક અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે, જે ફિલ્મ ભારતમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ફિલ્મ ભારત માત્ર એક વ્યક્તિની જ કહાની નથી પણ તેના દ્વારા દેશના બદલાતા સ્વરૂપ  અને તેની આત્માની પણ વાત કહેવામાં આવેલી છે.એકવાર ફરીથી સલમાન ખાન અને કૈટરીના કૈફની જોડીને ફિલ્મમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

ઈદની શુભકમાંના આપતા સલમાન ખાનનો જુઓ વિડીયો…

 

View this post on Instagram

 

#EidMubarak

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks