જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 23 માર્ચ : મંગળવારનો દિવસ આ 5 રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણી લો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોએ આજે પોતાના ગુસ્સા ઉપર સંયમ રાખવાની જરૂર છે. આજે તમારા ગુસ્સા દ્વારા તમે કેટલાક સંબંધો બગાડી શકો છો. જેનો પછતાવો પણ તમને સમય જતા થઇ શકે છે. નોકરી ધંધામાં પણ તમારા વર્તનમાં આજે બદલાવ લાવવાની જરૂર છે. પરણિત લોકો આજે સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોએને આજે સાસરી તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. જેના કારણે તમારું મન આજે કામની અંદર નહીં લાગે. આજે તમે પરિવારથી થોડા દૂર થશો. આજે દરેક કામ દિલથી કરવાના બદલે દિમાગથી કરવા જેથી ફાયદો મળશે. પરણિત લોકો આજે મૂંઝવણમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો આજે કોઈ નવા કામની શુભ શરૂઆત કરી શકે છે, આજે તમારા ગ્રહો તમારા પક્ષમાં હશે. જેના કારણે આજે તમારું કામ સફળ થશે. નોકરી કરતા લોકોને પણ આજે કોઈ લાભ થવાની સંભાવના છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશી આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. સવારથી જ તમને કોઈ સમસ્યા સતાવી શકે છે, પરંતુ બપોર બાદ તમને એ સમસ્યાનું સમાધાન મળી જશે. આર્થિક રીતે આજનો દિવસ એટલો સારો નહીં રહે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મુલાકાત કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોને આજે પરિવારમાં કોઈ ઘરડા વ્યક્તિની તબિયતને લઈને સાચવવાની જરૂર છે. આજે તમારે દવાખાનામાં જવું પડી શકે છે, નોકરી ધંધા માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકો આજે સાંજે પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધામાં પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય વિશે પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નિરાશ જોવા મળશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે આજે તમને કોઈ જુના મિત્ર સાથે ભેટો પણ થઇ શકે છે. જે તમારા માટે લાભદાયક પણ બનશે. નવા ધંધામાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખુબ જ સારો છે. ભવિષ્યમાં તમને તેના સારા લાભ મળશે. જીવનસાથી પાસેથી આજે તમને કોઈ વાતે જીવનઉપયોગી સલાહ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને આજે કોઈ પારિવારિક સમસ્યા સતાવી શકે છે. આજે પરિવારનું કોઈ સદસ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. જેને લઈને મન પણ ઉદાસ રહશે. આજે જો શક્ય હોય તો પોતાનું મગજ પોતાના કામકાજમાં વધારે પરોવી રાખવું તમારા માટે લાભકારક હશે. પરણિત લોકોના જીવનમાં આજે ગૃહક્લેશ થવાની સંભાવના છે, પ્રેમી પંખીડાઓએ આજના દિવસે પોતાના પ્રેમીને દિલમાં રહેલી વાત જણાવી દેવી ફાયદાકારક રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજના દિવસે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવા વિશેનો વિચાર કરી શકો છો. આજે તમને પરિવારનો પણ ભરપૂર સાથ મળશે. આજે જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાનો સંભાવના પણ છે. લગ્ન ઇચ્છુક લોકોને લગ્ન માટે સારા સંબંધો મળી શકે છે. પરણિત લોકોનું જીવન ખુશી ભરેલું રહેશે. પ્રેમી પંખીડાઓ આજે થોડા તણાવના મૂડમાં જોવા મળશે.

10. મકર – જ, ખ (Capricorn):આરાશિ જાતકોએ આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આજે તમને કાર્યસ્થળ ઉપરથી કેટલીક નવી બાબતો જાણવા મળશે, જે તમારા જીવનમાં ફાયદાકારક બનશે. આજે તમારા બોસ તમારી મહેનત અને કામ જોઈને ખુશ થતા જોવા મળશે, જેનો પણ લાભ મળી શકે છે. પરણિત લોકો આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધ માટે વાત કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજના દિવસે આર્થિક સમસ્યા તકલીફનું કારણ બની શકે છે. આજે તમે પૈસાની પાછળ વધારે ભાગતા જોવા મળશો પરંતુ સફળતા તમારાથી એક ડગલું આગળ જોવા મળશે. આજે તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો આજે ભક્તિમય જોવ મળશે. આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરાવી શકો છો અથવા તો કોઈ દેવસ્થાન ઉપર પરિવાર સાથે જઈને પણ દર્શન કરી શકો છો. આજે તમારા શરીરમાં એક ઉર્જા જોવા મળશે. જેના કારણે પરિવાર પણ પ્રફુલ્લિત હશે. પરણિત લોકોને આજે કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ ખાસ બનશે.