જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 20 સપ્ટેમ્બર : શનિદેવની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોને આજના દિવસે ઓફિસ દ્વારા મળતી માનસિક તાણ હેરાન કરી શકે છે. તમારા નિર્ણયો બાળકો ઉપર નાખવા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે તમને એ વાતનો અનુભવ પણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને કેટલો પ્રેમ કરે છે.
આજના દિવસે સમજ્યા વિચાર્યા વગર કરેલા ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ડ્રાઈવિંગ કરતી વખતે ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. આજના દિવસે માનસિક શાંતિ ખુબ જ જરૂરી છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજના દિવસે પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર અને વધારે સારા સમજશે. આજના દિવસે ખર્ચમાં થયેલો વધારો તમને માનસિક ચિંતામાં મૂકી શકે છે. પોતાના બાળકો અને ઓછા અનુભવી લોકો સાથે ધીરજથી કામ લેવું. આજે તમે જીવનસાથી સાથે પણ પ્રેમનો અદભુત આંનદ માણશો. બાળકો સાથે સમય વિતાવીને તમને શાંતિ મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે તમે કોઈ ઝંઝટ વિના શાંતિથી આરામ કરી શકશો. તમારા રોકાણની યોજનાઓને ગુપ્ત રાખવી. આજના દિવસે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે જો તમે કામમાં એકગ્રતાથી કામ નહીં કરો તો તમારું પદ પણ ખોઈ શકો છો. આજે તમને જીવનસાથીનું વિકરાળ રૂપ પણ જોવા મળી શકે છે. પરિવાર સાથે મળીને કોઈ નિર્ણય લઈ શકો છો.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોએ માનસિક શાંતિ માટે તણાવના કારણોનું સમાધાન કરવું. પોતાના ખર્ચ ઉપર પણ કાબુ રાખવો. પતિ પત્ની સાથે કોઈ નાની પીકનીક ઉપર જવાનું આયોજન થઇ શકે છે. વ્યવસાય માટે આજનો દિવસ ખુબ જ સારો છે. આજે અચાનક કોઈ મોટો ફાયદો પણ મળી શકે છે. જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યના કારણે કામકાજ પણ પ્રભાવિત થઇ શકે છે.
5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકોએ પોતાની ક્ષમતાઓને ઓળખવી. કારણ કે તમારી અંદર તાકાતની નહિ પરંતુ ઈચ્છા શક્તિની ખોટ છે. બાળકો તમને ઘરના કામકાજ પૂર્ણ કરવામાં મદદ કરશે. તમારા દિલની વાત કોઈ સાથે અભિવ્યક્ત કરીને હળવાશ અનુભવશો. તમારું જીવન સાથી તમારા માટે આજે કંઈક ખાસ આયોજન કરી રહ્યું છે. બાળકો સાથે સમય વિતાવીને પણ આજે શાંતિ મળશે.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોએ પોતાના આહાર ઉપર આજના દિવસે નિયંત્રણ રાખવું. માતા-પિતાની મદદથી આર્થિક તંગીમાંથી બહાર આવી શકશો. પ્રેમની દૃષ્ટિએ આજનો દિવસ ઉત્તમ દિવસ છે. તમારા જીવનસાથીની મદદથી જીવનની કેટલીક મુશ્કેલીઓને દૂર કરી શકો છો. રજાના દિવસે પણ તમારા બોસ તમને ફોન કરીને કામ આપી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
તમારી મહેનત અને પરિવારનો સાથે તમને ઈચ્છીત ફળ આપી શકે છે. પરંતુ સફળતા માટે તમારે મહેનત ચાલુ જ રાખવી પડશે. બાળકો આજે તમારી પાસે વધારે સમય વિતાવવા માંગતા હશે. પ્રિયજનની નાની મોટી ભૂલને આજે ભૂલી જવી. સંતાયેલા દુશ્મનો તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવી શકે છે. આજે તમે તમારા જીવનસાથીને નજીક અનુભવશો.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોએ માનસિક તાણથી બચવા માટે આજનો દિવસ પોતાના બાળકો સાથે વિતાવવો. જુના રોકાણના કારણે આવકમાં વધારો થઇ શકે છે. પ્રિયજન સાથે નાના મોટા મતભેદ થવાના કારણે આજે રોમાન્સ દૂર થઇ શકે છે. જીવનસાથી સાથે સંબંધીઓની દખલગીરીના કારણે સંબંધો બગડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પ્રભાવશાળી લોકોનો સહયોગ તમારા ઉત્સાહને બમણો કરી દેશે. ખર્ચમાં થેયેલો વધારો તમારી માનસિક શાંતિને પણ ભંગ કરી શકે છે. મિત્રો અને જીવનસાથી દ્વારા તમને સુખ મળશે. સાંજે પ્રિયજન સાથે રોમાન્ટિક ક્ષણો અને બહાર જમવાનું આયોજન પણ બની શકે છે. આજે તમારા જીવનસાથીને તમે જણાવી શકો છો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોને માનસિક તાણની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ શકે છે. ઘરેલુ કામકાજમાં ભાર અને પૈસા સંબંધિત તકલીફો આજે રહેશે. વૈવાહિક જીવનમાં પણ આજના દિવસે મુશ્કેલીઓ આવી શકે છે. પ્રિયજન સાથે વાત કરવામાં જીભ ઉપર સંયમ રાખવો નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આજના દિવસે તમારી પાસે સમયનો અભાવ નહીં હોય જેના કારણે કોઈ રચનાત્મક કામ કરી શકો છો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોએ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે ગંભીર રૂપે પ્રયાસ કરવા. લાંબા સમયનું રોકાણ કરી શકો છો. આજના દિવસે કંઈપણ ખાસ કર્યા વગર લોકોનું ધ્યાન ખેંચી શકો છો. તમારા પ્રિય વક્તિ દ્વારા આજે તમને સારો સહકાર મળી રહેશે. આજના દિવસે કોઈ તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે. આજના દિવસે પોતાના માટે સમય કાઢવો ખુબ જ યોગ્ય રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે તમારી ઈચ્છાઓ ઉપર અને મહત્વકાંક્ષાઓ ઉપર ડરનો પડછાયો પડી શકે છે. આજે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવાની પણ જરૂર છે. આજના દિવસે શરૂ કરવામાં આવેલું નિર્માણનું કાર્ય પૂર્ણ થશે. તમને અથવા તમારા જીવનસાથીને પથારીની અંદર વાગી શકે છે. માટે એકબીજાનું ધ્યાન રાખવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.