આ પ્રેમ તો જુઓ… મોર્નિંગ વૉક પર નીકળેલી 19 વર્ષની રૂપ રૂપનો અંબાર છોકરીને થઇ ગયો 70 વર્ષના દાદા સાથે પ્રેમ, લગ્ન પણ કરી લીધા, જુઓ પ્રેમ કહાની

“પ્રેમમાં ફક્ત દિલ જુવાન હોવું જોઈએ. ઉંમરમાં શું રાખ્યું છે ?” 70 વર્ષના ઘરડા દાદા 19 વર્ષની જુવાન જોધ કુમળા ફૂલ જેવી છોકરી પટાવી ગયા અને લગ્ન પણ કરી લીધા, જુઓ તેમની પ્રેમ કહાની

આજનો સમય એવો છે કે રસ્તામાં ચાલતા ચાલતા પણ કોઈને પ્રેમ થઇ જાય. વળી આજે તો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો મિત્રતા બાદ પ્રેમ કરી બેસતા હોય છે અને પછી તેમનો આ સંબંધ લગ્ન સુધી પહોંચી જતો હોય છે. તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ વાયરલ થતી હોય છે જેમાં નાત, જાત અને સમાજના બંધનો તોડીને બે પ્રેમીઓ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જતા હોય છે.

ત્યારે છેલ્લા થોડા સમયથી તો હવે ઉંમરના બંધનો તોડીને પણ લોકો પ્રેમમાં બંધાતા જોવા મળે છે. ખાસ કરીને આવી લવ સ્ટોરી આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી વધારે આવતી જોવા મળે છે. ત્યારે હાલ વધુ એક એવી જ લવ સ્ટોરી સામે આવી છે, જેમાં એક 19 વર્ષની સુંદર છોકરીને એક 70 વર્ષના દાદા સાથે પ્રેમ થઇ ગયો અને આ બંનેએ દુનિયા અને સમાજના બંધનો તોડીને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા.

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી આ પ્રેમ કહાની 70 વર્ષના લિયાકત અલી અને 19 વર્ષની શમાઈલાની છે. બંને પાકિસ્તાનના લાહોરમાં રહે છે અને તેમના પ્રેમ વચ્ચે તેમની ઉંમર પણ ના આવી. આ બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે, જેને પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે, જે ફક્ત પાકિસ્તાનમાં જ નહિ દુનિયાભરમાં વાયરલ થઇ રહી છે.

લિયાકત પોતાની પ્રેમ કહાની જણાવતા કહે છે કે તે એક દિવસ સવારે ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે જ તેમની આગળ શમાઈલા ચાલી રહી હતી. એવામાં લિયાકતે પાછળથી ગીત ગાવાનું શરૂ કર્યું અને ત્યારે જ શમાઈલાએ તેમની સામે પાછળ ફરીને જોયું. બસ અહીંયાથી જ અમારી વચ્ચે પહેલી નજરના પ્રેમની શરૂઆત થઇ ગઈ હતી.

પોતાના પતિની આટલી મોટી ઉંમરને લઈને શમાઈલાનું કહેવું છે કે પ્રેમમાં કંઈપણ જોવામાં નથી આવતું. તે તો બસ થઇ જાય છે. તો લિયાકતનું પણ કહેવું છે કે ફક્ત દિલ જુવાન હોવું જોઈએ. ઉંમરમાં શું રાખ્યું છે ? શમાઈલાના પરિવારના લોકો પહેલા આ સંબંધ માટે રાજી નહોતા, પરંતુ તે પણ પછીથી માની ગયા.

આ કપલે આ વર્ષની શરૂઆતમાં લગ્ન કર્યા હતા. ઉંમરનો આટલો મોટો તફાવત પણ તેમના લગ્નમાં કોઈ બંધન ના બની શક્યો. રોમાન્સ વિશે લિયાકત જણાવે છે કે દરેક ઉંમરમાં રોમાન્સ થઇ શકે છે, ફક્ત રીત બદલાઈ જાય છે. તો શમાઈલા પણ જણાવે છે કે તે આ સંબંધથી ખુબ જ ખુશ છે. આ કપલનો વીડિયો અને તસવીરો હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.

Niraj Patel