ગુજરાતની બહાર પણ કચ્છી કોયલ ગીતાબેન રબારીનો જલવો, બેંગલુરુના કાર્યક્રમમાં જોવા મળ્યો એવો નજારો કે જોઈને અભિભૂત થઇ જશો, જુઓ તસવીરો

ફૂલોની નગરી બેંગલુરુમાં ગીતાબેન રબારી પર વરસ્યા એટલા બધા ફૂલ કે નજારો જોઈને તમે પણ દંગ રહી જશો, જુઓ તસવીરો

ગુજરાતની ધરતીએ ઘણા બધા લોકપ્રિય ગાયકો આપ્યો છે, જેમણે ફક્ત ગુજરાતમાં જ નહિ દુનિયાભરમાં પોતાની ગાયિકી દ્વારા ડંકો વગાડ્યો છે. આવી જ એક ગાયિકા છે ગીતાબેન રબારી. જેમને લોકો કચ્છી કોયલના નામથી સંબોધે છે, તે તેમની ગાયિકી દ્વારા લોકોના હૈયા જીતવામાં કોઈ કસર નથી રાખતા.

ગીતાબેન ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં કાર્યક્રમો કરતા હોય છે અને પોતાના સુરીલા અવાજથી સાંભળનારાના હૈયા પણ તૃપ્ત કરતા હોય છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે અને તેમના અવાજનો જાદુ દૂર દૂર સુધી રેલાતો હોય છે. ત્યારે ગીતાબેન પણ પોતાના ચાહકોને ખુશ કરવામાં કોઈ કસર નથી છોડતા.

ગીતાબેન તેમના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોને તેમની અપડેટ આપતા રહે છે. આ સાથે જ તેમના સોશિયલ મીડિયા દ્વારા તે તેમના કાર્યક્રમોની ઝાંખી પણ બતાવતા હોય છે, તેમની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં જ ગીતાબેન રબારી અને તેમના ભરથાર પૃથ્વી રબારીએ બેંગલુરુ, કર્ણાટકના એક કાર્યક્રમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ફૂલોની નગરી બેગલુરૂમાં ગીતાબેનના કાર્યક્રમમાં એટલા બધા ફૂલો વરસ્યા કે નજારો જોઈને સૌ કોઈ અભિભૂત થઇ ગયું. સાથે જ ગીતાબેન રબારી પણ ખુબ જ ખુશખુશાલ થતા જોવા મળ્યા હતા.

આ તસવીરો શેર કરવાની સાથે ગીતાબેને કેપશનમાં લખ્યું છે, “બેંગ્લોર, કર્ણાટકમાં ગઈકાલે રાત્રે કેટલો અદ્ભુત શો હતો. તમારા બધા સાથે કેટલીક સુંદર ક્ષણો શેર કરું છું. તમારા પ્રેમ અને આશીર્વાદ માટે બેંગ્લુરુના લોકોનો આભાર” સાથે જ તેમણે આ શો યોજાવવાની તારીખ પણ લખી છે જે 14 નવેમ્બર 2022 છે.

ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે ગીતાબેન પર અઢળક ફુલોનો વરસાદ થયેલો છે. તે અને તેમની સાથે કેટલાક લોકો સ્ટેજ ઉપર બેઠા છે અને ઘણા લોકો તેમના પર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે, ગીતાબેન અને તેમની સાથે બેઠેલા લોકો ફૂલોથી જ કમરથી ઉપરના ભાગ સુધી ઢંકાઈ ગયેલા છે.

આ ઉપરાંત ગીતાબેનની તસવીરોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે તેમના આ કાર્યક્રમમાં ખુબ જ મોટી જનમેદની હાજર રહી હતી અને ઘણા લોકો તેમના અવાજના તાલ પર ઝુમતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની બહાર પણ ગીતાબેન રબારીનું આવું ભવ્ય સ્વાગત ખરેખર દિલ જીતી લેનારુ છે.

Niraj Patel