ખબર

18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં હોસ્ટેલના બાથરૂમમાં 18 વર્ષીય યુવતીએ બાળકને જન્મ આપ્યો છે. આ પછી તેણે બાળકને ડોલમાં છોડી દીધું. જ્યારે હોસ્ટેલના વોર્ડને બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો, તો તે દોડીને ટોયલેટ સુધી પહોંચી, જ્યાં નવજાત બાળક ડોલમાં પડ્યું હતું. વોર્ડને આ વાતની જાણ પોલીસને કરી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને નવજાતને હોસ્પિટલ લઇ ગઈ હતી.

Image Source

સ્થાનિક પોલીસે આ વાતની માહિતી આપતા કહ્યું કે, ધૂલે જિલ્લાના સકરા સ્થિત સાવિત્રીબાઈ ફૂલે આદિવાસી ગર્લ્સ હોસ્ટેલમાં 29 ફેબ્રુઆરીએ એક યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, યુવતીએ બાળકને જન્મ પછી હોસ્ટેલના બાથરૂમમાં ડોલમાં છોડી દીધું હતું. જ્યારે વોર્ડનને બાળકના રડવાનો અવાજ સંભળાયો, તે ત્યાં પહોંચી ગઈ.

સકરી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેવીદાસ દામણેના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન બાળકનો દાવો કરવા માટે કોઈ પણ યુવતી સામે ન આવી. એટલે શંકાના આધારે એક યુવતીને તબીબી તપાસ માટે લઇ જવામાં આવી હતી, જ્યાં બાળકને કોણે જન્મ આપ્યો તે બહાર આવ્યું હતું.

એ પછી નવજાત અને યુવતીને સારવાર માટે ધુલેની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને હવે આ મામલે વધુ તાપસ ચાલી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.