આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 18 જાન્યુઆરી 2020

0
Ads

મેષ – અ, લ, ઈ
આજે તમારી આર્થિક પરીસ્થિતિમાં અચાનક બદલાવ આવશે. શેર માર્કેટ અને કોમોડિટી તરફથી તમને ધાર્યા કરતા વધારે ફાયદો મળશે. આજે તમે તમરી જાતને પોઝીટીવ રાખવા માટે ઘણા પ્રયત્ન કરશો. આજે તમારા શત્રુ તમને પરેશાન કરશે અથવા તમારા કામમાં બાધા પણ ઉભી કરી શકે છે. આજે જીવનસાથી સાથે કોઈ નાની વાતે વિવાદ થઇ શકે છે. આજે કામના કારણે ખાવાનો સમય નહિ રહે અને ઊંઘવા માટે પણ બહુ ઓછો સમય મળશે. નોકરી કરતા મિત્રો આજે ઘણા વ્યસ્ત હશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સારો ફાયદો કમાવવાનો દિવસ છે. તમારા જીવનમાં કેટલાક પોઝીટીવ પરિવર્તન આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

વૃષભ – બ, વ, ઉ
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

મિથુન – ક, છ, ઘ
આજે નવા ક્ષેત્રમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટેનો સારો સમય છે, આજે તમને તમારા નસીબનો સાથ મળશે. આર્થિક પરીસ્થિતિ મજબુત થઇ શકશે. આજે સ્વાસ્થ્ય માટે સારો દિવસ છે આજે તમારા તણાવનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા અને પ્રતિયોગીતામાં સફળતા મળશે. સરકારી કર્મચારીઓ માટે પણ આજનો દિવસ સારો છે. આજનો દિવસ શેર માર્કેટ, જમીન મકાન વગેરે જેવી જગ્યાએ પૈસા રોકવા માટે સારો દિવસ છે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી સારો સપોર્ટ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

કર્ક – ડ, હ
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

સિંહ – મ, ટ
આજે કોઈને પણ પૈસા આપતા અને કોઈની પાસેથી પૈસા લેવાના વ્યવહાર કરવા નહિ. આજે અમુક અગત્યના નિર્ણય લેવા પડશે. પરિવારમાં અમુક સારા સમાચારથી બધા ખુશ હશો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. આજે અમુક નાની નાની તકલીફ તમને પરેશાન કરશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સારો નથી. જે મિત્રો વિદેશ જઈને ભણવા માંગે છે તેમના માટે સારા સમાચાર આવશે પણ કોઈની પણ વાતમાં આવીને ગેરમાર્ગે દોરતા નહિ. આજે કોઈપણ જોખમવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવા નહિ.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

કન્યા – પ, ઠ, ણ
આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

તુલા – ર, ત
ઇન્કમ વધારવા માટે આજે તમે પ્રયત્ન કરશો અને તેમાં તમને સફળતા મળશે. આજે તમારા જીવનસાથી અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. પ્રેમ સંબંધમાં જોડાયેલ વ્યક્તિઓ માટે આજનો દિવસ ઘણો સારો છે જો કોઈ પ્રિયપાત્રને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો તો તમને આજે પોઝીટીવ જવાબ મળશે. આજે તમને શારીરિક કરતા માનસિક થાક વધુ લાગશે. આજે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે તણાવ ઓછો થઇ શકે. આજે વિદ્યાર્થીઓની ઉન્નતી થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાનો યોગ છે. વેપારીઓને ભાગીદારીના વેપારમાં સારો નફો મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

વૃષિક – ન, ય
આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

ધન – ભ, ધ, ફ, ઢ
આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. એક્સ્ટ્રા ઇન્કમ માટેના નવા રસ્તા તમારી સામે ખુલશે. પારિવારિક જીવન શાંત અને સુખમય રહેશે. આવક વધવાથી પરિવારના સભ્યોની ઈચ્છા તમે પૂર્ણ કરી શકશો. જીવનસાથી તરફથી સહકાર મળશે જેનાથી તમને ચાલી રહેલ મુશ્કેલીનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સામાન્ય દિવસ છે પણ જે મિત્રો વિદેશ ભણવા જવા પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર આવશે. વેપારી મિત્રો પણ તેમનો વેપાર વિદેશમાં ફેલાવી શકશે. એકંદરે આજનો દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

મકર – જ, ખ
આજે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. નોકરી શોધી રહેલ મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. તમારી ઈમાનદારી અને કામ કરવાની ક્ષમતા તમને સફળતા આપવશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

કુંભ – ગ, શ, સ
ધનલાભ થશે. પરિવારમાં ખુશીઓના પ્રસંગ આવશે. આજે મનોરંજન પાછળ ખર્ચ વધશે. આજે પરિવાર સાથે લાંબી મુસાફરી કરી શકો છો. પરણિત મિત્રોને આજે અમુક મુશ્કેલીઓનપ સામનો કરવો પડશે. આજે સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. તમારું ધ્યાન આજે ધાર્મિકતા તરફ વધુ હશે. મનની શાંતિ માટે ધાર્મિક સ્થળની અને ગુરુના શરણમાં જાવ. આજે તમારું મન કામ કરવામાં લાગશે તમારા અધૂરા પ્રોજેક્ટ આજે તમે પુરા કરી શકશો. આજે વેપારી મિત્રોને પણ ધનલાભ થશે, આજે કોઈને પૈસા ઉધાર આપતા પહેલા વિચારજો. પૈસા ગુમાવવાનો યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

મીન – દ, ચ, જ, થ
જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.