જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 14 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 5 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજના દિવસે તેની તકલીફોને દૂર કરીને આનંદ માણશે. આજના દિવસે તમે કામમાં ખુબ મહેનત કરશો. આજના દિવસે તમારું અંગત જીવન સારું રહેશે.
પરિણીત લોકો અને પ્રેમી પંખીડા માટે આજના દિવસે પ્રેમ વધશે અને દીવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈ એજન્સી લેવાની ઈચ્છા પુરી કરી શકે છે. આજના દિવસે કમિશનથી સારી આવક મેળવી શકો છો. ઘરની સુખ-સુવિધા પર ધ્યાન આપો. આજના દિવસે આવક સારી રહેશે. આજના દિવસે તમારી મહેનતને લઈને આવકમાં વધારો જોવા મળશે. તમારી પર્સનલ લાઈફને લઈને આજના દિવસે થોડા પઝેસિવ રહેશો. આજના દિવસે કામમાં બિલકુલ ઉતાવળ ના કરો.
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે માનસિક રીતે ઘણા મજબૂત રહેશો. આજના દિવસે તમારા વિરોધીઓ તમારા પર હાવી થઇ શકશે. તમારા દુશ્મન આજના દિવસે તમને યેનકેન પ્રકારે હેરાન કરશે. કોર્ટ કચેરી મામલે આજના દિવસે તમને સફળતા મળશે. જમીન મિલ્કત સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે. આજના દિવસે ખર્ચ થશે. અંગત જીવન માટે દિવસ સારો રહેશે. કામને લઈને સ્થિતિ સુધરશે.
4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈ મોટા નિર્ણય ના લે. આજના દિવસે પરિવારની ચિંતા થશે. આજે કોઈ ખાસ મુદ્દા પર વાતચીત થશે જેના પર તમારું ધ્યાન રહેશે. આજના દીવસે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આજના દિવસે કોઈ બર્થડે અને પાર્ટીનું આયોજન કરવાનું વિચારી શકો છો. આજના દિવસે ઘરે મહેમાનનું આગમન થશે. સરકાર તરફથી કોઈ લાભ થઇ શકે છે. કામને લઈને ભાગ્ય પ્રબળ રહેશે. આજના દિવસે ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે અંગત જીવનને લઈને સાવધાની રાખવી પડશે. આજના દિવસે તમારા સારાપણાનો લોકો ફાયદો ઉઠાવી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને મનમાં ખુશી અને દિલમાં પ્રેમનો અહેસાસ હોવાથી બધી સમસ્યાઓ નાની લાગશે. આજે તમે તમારા અંગત જીવનમાં વધુ ખુશ રહેશો. કામને લઈને થોડા બેફિકર રહેશો પરંતુ આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમને તમારા મિત્રો પાસેથી ઉમ્મીદ કરતા પણ વધુ પ્રેમ મળશે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિની તબિયત ખરાબ થતા ચિંતાનો વિષય બની શકે છે. આજે ઓફિસમાં તમારું અલગ જ રૂપ જોવા મળશે. આજના દિવસે લુકમાં કંઈક બદલાવ આવી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજના દિવસે આ રાશિના જાતકોમાં મીઠાશ રહેશે. જેનાથી કોઈને પણ પોતાનું બનાવી શકશો. જૂની સમસ્યાને દૂર કરવા માટે આજનો દિવસ સારો રહેશે. અંગત જીવનને લઈને ચિંતા થઇ શકે છે. કામને લઈને ભાગ્ય પ્રબળ રહેશે. આજે પરિવાર સાથે શોપિંગ પર જઈ શકો છો.

7. તુલા – ર, ત (Libra):
આજે તમે કરેલા રોકાણનો સારો લાભ મળી શકે છે. આજના દિવસે તમે ધંધાની યોજના આગળ વધારવામાં સફળતા મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી સ્થિતિ સારી રહેશે. હળવા ખર્ચ થશે પરંતુ માનસિક રીતે કોઈ દબાણ નહીં થાય. અંગત જીવનમાં ખુશીઓ મળશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે કોઈ વિરોધાભાસની સ્થિતિ થશે. આજના દિવસે નિર્ણય લેવામાં ઉતાવળ ના કરો પરંતુ જે સ્થિતિ છે તેનો સ્વીકાર કરો. સંતાન તરફથી કોઈ ચિંતા થઇ શકે છે. પ્રોફેશનલ રીતે દિવસ સારો રહેશે. આજનો દિવસ સારો રહેશે. અંગત જીવનની વાત કરવામાં આવે તો આજના દિવસે થોડું સંભાળવું પડશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી આસપાસના લોકોને તમારા જ્ઞાનથી પરિચિત કરશો. પારિવારિક જીવનને લઈને આજે તમારો કંઈક અલગ જ અંદાજ જોવા મળશે. આજે તમે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન કરી શકો છો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોએ આજના દિવસે સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ. કોઈ નવી બિઝનેસની ડીલને લઈને આજે ઘણા રોમાંચિત રહેશો. આજના દિવસે તમારી લાંબા સમયથી અટકેલી ઈચ્છા પૂર્ણ થશે, મિત્રોનો પૂરો સહયોગ મળશે. અંગત જીવન માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને દિવસ સારો રેહશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોએ જે કોઈને પૈસા ચૂકવવાના હોય તે ચૂકવી દે અન્યથા મુશ્કેલી આવી શકે છે. આજના દિવસે આવકમાં વધારો હશે. વેપારમાં પણ પ્રગતિ જોવા મળશે. અંગત જીવન માટે આજનો દિવસ સારો રેહશે. આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આજના દીવસે આ રાશિના જાતકોને મનમાં ધાર્મિક વિચાર આવશે. પરિવાર પ્રત્યે જવાબદારીનો અહેસાસ થશે.આજના દિવસે બહુ જ ખર્ચ થશે. ઘરવાળાઓ શોપિંગ કરાવી શકે છે. મંદિર જવાની ઈચ્છા થશે. અંગત જીવનને લઈને સજાગ રહો. જીવનસાથીને કોઈ પણ તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખો. આજના દિવસે કામને લઈને ગંભીરતા જોવી પડશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.