આખું બૉલીવુડ આંખો ફાડી ફાડીને જોતું રહી ગયું, જુઓ
બોલીવુડમાં ખાનનું હજુ પણ વર્ચસ્વ જોવા મળે છે. એ સલમાન ખાન હોય, આમિર ખાન હોય કે પછી શાહરુખ ખાન. ફિલ્મોમાં આ ત્રણ ખાન દ્વારા ખુબ જ મોટી ફીસ વસુલવામાં આવે છે. ત્યારે હાલમાં આવેલી ખબર પ્રમાણે બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાન ફરીવાર બોલીવુડમાં કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે.
શાહરુખની છેલ્લી ફિલ્મ “ઝીરો” ફ્લોપ ગઈ હોવા છતાં પણ તે “પઠાણ” ફિલ્મ કરી રહ્યો છે અને આ ફિલ્મ માટે રિપોર્ટ પ્રમાણે તેને 100 કરોડની ફીસ લીધી હોવાનું સામે આવી રહ્યું છે. શાહરુખની આ ફીસને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જો શાહરુખ આ ફિલ્મ માટે 100 કરોડ ચાર્જ કરે છે તો તે દેશનો સૌથી વધુ ફીસ વસૂલનાર અભિનેતા બની જશે. આજ પહેલા કોઈપણ મોટા સેલેબ્સ દ્વારા આટલી મોટી ફીસની માંગણી નથી કરવામાં આવી.
View this post on Instagram
શાહરુખ પોતાના આ નવા પ્રોજેક્ટને લઈને પણ ખુબ જ ઉત્સાહિત છે. તેને વિશ્વાસ છે કે આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી નાખશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ મહત્વના કિરદારમાં જોવા મળશે.