હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
વાડજ વિસ્તારમાં 73 વર્ષના વ્યક્તિએ પૂર ઝડપે કાર હંકારતા 6 લોકોને કચડ્યા, ઘટનાના CCTV જોઈને ફફડી ઉઠશો
Car hits 6 people in vadaj : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, તે છતાં પણ રફ્તારના રાજાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યા અને રોડ પર બેફામ ગતિએ કાર ચલાવે છે, જેના કારણે ઘણા અકસ્માત પણ સર્જાય છે અને કેટલાક લોકો આવા અકસ્માતનો ભોગ પણ બને છે અને કેટલાય લોકો તેમાં મોતને પણ ભેટે છે, ત્યારે હાલ અમદાવાદમાંથી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે 6 લોકોને કચડી નાખ્યા.
આ ઘટના સામે આવી છે અમદાવાદના વાડજ વિસ્તારમાંથી. જ્યાં એક 73 વર્ષીય વ્યક્તિએ અચાનક કાબુ ગુમાવતા વાડજ સર્કલ પાસે જ 3 વાહનોને અડફેટમાં લીધા હતા, અકસ્માત એટલો ભયાનક હતો કે જોત જોતામાં જ કારની નીચે લોકો કચડાઈ ગયા, એક વ્યક્તિને કાઢવા માટે તો કારને ઊંચી પણ કરવી પડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની ખબર પણ સામે આવી છે.
આ મામલે મળી રહેલી માહિતી અનુસાર થલતેજમાં રહેતા 73 વર્ષીય રમણ પટેલ નામના વ્યક્તિ વાડજ વિસ્તારમાંથી પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા. ત્યારે જ વાડજ સર્કલ પાસે તેમને ફૂલ સ્પીડમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા 3 ટુ વ્હીલર સાથે સામેથી આવી રહેલી રિક્ષાને પણ અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં 3 મહિલાઓ અને 3 પુરુષોને ઇજા પહોંચી હતી.
એક વ્યક્તિ તો કારના આગળના ટાયર નીચે આવી ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને કારને ઊંચી કરી તે વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી, ઘાયલોને સારવાર માટે હોસ્પ્ટિલમાં પણ મોકલી દેવામાં આવ્યા. આ ઘટનામાં 55 વર્ષીય ભોગીલાલ પરમારનું મોત નીપજ્યું છે, જયારે અન્ય 5 લોકો ઘાયલ છે, ઘટના બાદ પોલીસ પણ આવી પહોંચી અને કાર ચાલાકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.