ભાગેડુ વિજય માલ્યાના દીકરાને લગ્નમાં કોણ આપી ગયું “કામસૂત્ર”ની ગિફ્ટ ? પોતે જ સ્ટોરીમાં જણાવી દીધું નામ.. જુઓ

લો બોલો… ભારતીય બેંકોને ચૂનો લગાવનારા વિજય માલ્યાના દીકરાના લગ્નમાં કોઈ “કામસૂત્ર” ગિફ્ટમાં આપી ગયું, જુઓ કોણ હતું તે…

Gift of Kamasutra to Siddharth Mallya : ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યાએ તાજેતરમાં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમારોહ વિજય માલ્યાની બ્રિટનમાં હર્ટફોર્ડશાયર એસ્ટેટમાં ખ્રિસ્તી અને હિન્દુ બંને રીત-રિવાજો મુજબ યોજાયો હતો. સિદ્ધાર્થ-જાસ્મિનના લગ્નની શાનદાર તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય સિદ્ધાર્થ પોતે પણ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની સુંદર તસવીરો શેર કરી રહ્યો છે.

તાજેતરમાં, તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, તેને તેના લગ્નમાં મળેલી ખાસ ભેટની એક તસવીર શેર કરી છે જેમાં કામસૂત્રનું પુસ્તક છે. તેના કેપ્શનમાં સિદ્ધાર્થે લખ્યું છે – @tushitapatel મારા માટે લગ્નની શ્રેષ્ઠ ભેટ લાવ્યા છે. તુષિતા પટેલ જે સિદ્ધાર્થ માલ્યાના પિતા વિજય માલ્યાના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે, તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તસવીર ફરીથી પોસ્ટ કરી. તેના કેપ્શનમાં તેણે લખ્યું- ‘અને મનપસંદ છોકરાએ બીજે લગ્ન કરી લીધા. હું તેને યુઝર્સ મેન્યુઅલ મોકલું છું.

સિદ્ધાર્થ અને જાસ્મિનના લગ્નના ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો તેમાં ભાગેડુ પૂર્વ IPL ચીફ લલિત મોદી, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર-શો, એડવર્ટાઈઝિંગ ફિલ્મ નિર્માતા કૈલાશ સુરેન્દ્રનાથ અને પત્ની આરતી, ક્રિકેટ લિજેન્ડ ક્રિસ ગેલ અને ફેશન ડિઝાઈનર મનોવિરાજ ખોસલાનો સમાવેશ થાય છે.

Niraj Patel