સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો પ્રવેશ તથા જ જીતના જશ્નમાં ડૂબ્યો આખો દેશ, લોકો ધાબા પર ચઢી ગયા અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

જીતના જશ્નમાં ડૂબ્યું અફઘાનિસ્તાન, સર્જાયો હોળી જેવો માહોલ, હજારો લોકોએ કરી ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની ઉજવણી, જુઓ વીડિયો

Afghanistan Fans Celebration : T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે જે કર્યું તે કોઈ ચમત્કારથી ઓછું નથી. ચમત્કાર એટલા માટે કે કોઈને આશા ન હતી કે રાશિદ ખાનની ટીમ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સાથેના ગ્રુપમાં હોય ત્યારે પણ ટૂર્નામેન્ટમાં આટલા સુધી પહોંચશે. પરંતુ, અફઘાનિસ્તાને ન માત્ર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું પરંતુ તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવાના કારણે ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટના સુપર-8માંથી સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.

ત્યારે અફઘાનિસ્તાન ટીમની સફળતાની ઘરે ઘરે ઉજવણી કરવામાં આવી રહી છે જાણે ભારતમાં ક્યાંક હોળીની ઉજવણી કરવામાં આવી રહી હોય. અફઘાનિસ્તાનમાં ટીમ પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ટીમની સફળતાની ઉજવણી કરવા માટે ચાહકોની ભારે ભીડ એકઠી થઈ છે. રંગો ઉડી રહ્યા છે. ગુલાલ ઉડી રહ્યો હતો. અફઘાનિસ્તાનના વાતાવરણમાં દરેક રંગ ભળી ગયેલો જોવા મળ્યો.

આવું થવું સ્વાભાવિક છે કારણ કે અફઘાનિસ્તાન ક્રિકેટના પુસ્તકમાં 25 જૂનની તારીખ સુવર્ણ પૃષ્ઠ તરીકે લખવામાં આવી છે. અફઘાનિસ્તાન માટે આનાથી મોટી અને અનોખી સફળતાની કહાની હજુ સુધી લખાઈ નથી. લોકો સ્ટેડિયમથી લઈને રસ્તાઓ પર અફઘાનિસ્તાનની સફળતાની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અફઘાન ટીમના ક્રિકેટરોએ પણ તેમની સફળતાની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી હતી.

બાંગ્લાદેશની છેલ્લી વિકેટ સાથે મેદાન પર અફઘાનિસ્તાનના ખેલાડીઓનું આગમન 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના જેવું જ હતું. T20 વર્લ્ડ કપ 2024 ની સેમિફાઇનલની ટિકિટ મેળવવી એ અફઘાનિસ્તાનના ખેલાડીઓ માટે પણ ભાવનાત્મક ક્ષણ હતી. ટીમની જીત બાદ ટૂર્નામેન્ટનો ઓપનર અને ટોપ સ્કોરર રહેમાનુલ્લાહ ગુરબાઝ ખૂબ રડવા લાગ્યો હતો. તેની રડતી તસવીરો ફીલ્ડ કેમેરા દ્વારા કેદ કરવામાં આવી હતી.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel