સોનાક્ષીએ પોતાના પતિ ઝહીર ઇકબાલ સાથે શેર કરી લગ્નની નવી રોમાન્ટિક તસવીરો, લખ્યું, “આ ચમત્કાર નથી તો બીજું શું છે ?”

એકબીજાના ગળાડૂબ પ્રેમમાં ખોવાયેલા જોવા મળ્યા નવા પરણેલા સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ, નવી તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, તમે પણ જુઓ

Sonakshi Zaheer Romantic PICS : શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી અને અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અભિનેતા ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો વચ્ચે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને પછી જ એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ગ્રાન્ડ પાર્ટીમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જ્યારે સોનાક્ષીએ લગ્ન દરમિયાન સફેદ સાડી પહેરી હતી, તો લગ્ન પછીના રિસેપ્શનમાં તેણે લાલચટક લાલ સાડી પહેરી હતી.

સોનાક્ષી સિંહાએ સિમ્પલ અલ્ટા, માંગ મેં સિંદૂર અને હેવી જ્વેલરી સાથે લાલ બનારસી સાડીનો લુક પૂર્ણ કર્યો. આ લુકમાં તે કોઈ સુંદર પરીથી ઓછી દેખાતી નહોતી. આટલું જ નહીં તેનો પતિ સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ જોડી એકબીજા માટે બનેલી જોવા મળી હતી. હવે આ કપલે તેની રોમેન્ટિક તસવીરો રિલીઝ કરી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો આવતાની સાથે જ તે વાયરલ થવા લાગી હતી.

સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ એકસાથે પોઝ આપી રહ્યાં છે. બંને એકબીજામાં ખોવાયેલા લાગે છે. બંને વચ્ચેનો અતૂટ પ્રેમ તસવીર જોઈને જ સ્પષ્ટ થાય છે. આ તસવીરોમાં સોનાક્ષી સિન્હા શાહી દુલ્હન જેવી લાગી રહી છે. ઝહીર ઈકબાલ પણ કોઈ રાજકુમારથી ઓછો દેખાઈ રહ્યો નથી.

સોનાક્ષી સિંહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું, ‘”વાહ શું દિવસ હતો. પ્રેમ, ખુશીઓ, સાથ, ઉત્સાહ અને અમારા બધા મિત્રો, પરિવાર અને ટીમ પાસેથી મળેલો સહયોગ… એવું લાગ્યુ જાણે બે પ્રેમ કરનારને મનાવવા માટે આખી કાયનાથ એક થઈ ગઈ છે અને તેમને તે બધુ જ આપવા માંગે છે જેની તે બન્ને લોકોએ આશા રાખી હતી. દુવા કરી હતી અને માંગ્યું હતું.જે કંઈ પણ કંઈ થયું તેમાં ઈશ્વરનો હસ્તક્ષેપ નથી… તો અમને નથી જાણતા કે તે શું છે. અમે બન્ને એક બીજા માટે એક બીજાને મેળવીને ખૂબ જ ખુશ છીએ અને આટલો પ્રેમ અમારી રક્ષા કરી રહ્યો છે. અમે હકીકતે નસીબદાર છીએ. ”

ETimes ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ પહેલીવાર સલમાન ખાનની પાર્ટીમાં મળ્યા હતા. પાર્ટીમાં જ બંને વચ્ચે સારો તાલમેલ હતો અને તેઓ નજીક આવ્યા. અહીંથી જ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. ધીરે-ધીરે બંનેને એકસાથે સ્પોટ થવા લાગ્યા અને તેઓએ સોશિયલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમની રોમેન્ટિક તસવીરો સતત જોવા મળવા લાગી.

તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં સલમાન સાથે ફિલ્મ ‘દબંગ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઝહીરને પણ વર્ષ 2019માં સલમાન ખાને લોન્ચ કર્યો હતો. બોલિવૂડ ફિલ્મ ‘નોટબુક’માં તે પહેલીવાર જોવા મળ્યો હતો. આ પછી બંને કલાકારો ‘ડબલ એક્સેલ’માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. તેમની જોડીને પણ લોકોએ પસંદ કરી હતી.

Niraj Patel