હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Shatrughan Sinha Love Jihad Allegation : સોનાક્ષી સિન્હાએ સાત વર્ષ સુધી ડેટ કર્યા બાદ રવિવારે ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા. સોનાક્ષીને બીજા ધર્મમાં લગ્ન કરવાને લઈને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ લગ્ને તેના વતન પટનામાં હોબાળો મચાવ્યો છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને શત્રુઘ્ન સિંહાના મૂળ રાજ્ય બિહારમાં પણ વિરોધ થયો હતો. લોકોએ આંતરધર્મીય લગ્નને લવ જેહાદ ગણાવી બિહારમાં સોનાક્ષી પર પ્રતિબંધની માંગ કરી હતી.
હિંદુ શિવ ભવાની દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં શત્રુઘ્ન સિંહાને તેમના પુત્રો લવ અને કુશના નામ બદલવાની પણ માંગ કરવામાં આવી હતી. હવે અભિનેતાએ તેની પુત્રીને મળી રહેલી ટ્રોલિંગ પર પોતાનું મૌન તોડ્યું છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના આંતરધર્મી લગ્નને લઈને થયેલા હોબાળા પર શત્રુઘ્ન સિંહાએ પ્રતિક્રિયા આપી છે. ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યુમાં, અભિનેતા-સાંસદએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.
તેમને કહ્યું કે, “આનંદ બક્ષી સાહેબે આવા વ્યાવસાયિક વિરોધીઓ વિશે લખ્યું છે, ‘કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના.” હું આમાં ઉમેરવા માંગુ છું કે કહેનારા લોકો પાસે કોઇ કામ નથી તો કહેવું જ એ કામ બની જાય છે. મારી દીકરીએ કોઇ ગેરકાનુની અને ગેરબંધારણીય કામ કર્યું નથી.’
શત્રુઘ્ન સિંહાએ દીકરી અને જમાઈના લગ્નને અંગત નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું “લગ્ન એ બે લોકો વચ્ચેનો ખૂબ જ અંગત નિર્ણય છે. કોઈને પણ આમાં દખલ કરવાનો કે ટિપ્પણી કરવાનો અધિકાર નથી. હું બધા વિરોધીઓને કહું છું – જાઓ, તમારું જીવન જીવો. તમારા જીવનમાં ઉપયોગી કંઈક કરો અને કહેવા માટે બીજું કંઈ નથી.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.