ધાર્મિક-દુનિયા

એક કે બે નહિ, અહીં સ્થાપિત છે 1 કરોડ શિવલિંગ- મંદિરનું રહસ્ય જાણી તમે ચોકી જશો

હાલના સમયે પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એવામાં આ સમયે મોટાભાગે શિવમંદિરોમાં ભક્તોની મોટી લાઈનો લાગેલી રહે છે.એવામાં આ ખાસ અવસર પર અમે તમને શિવજીના એક ખાસ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાનની એક નહિ પણ અનેક શિવલિંગ બનેલી છે અને આ મંદિરની અંદર તમને ભોળાનાથના હોવાનો અનુભવ પણ થશે.

Image Source

આવી રીતે થઇ હતી સ્થાપના:

કર્ણાટકના કોલાર જિલ્લાના એક નાના એવા ગામ કામ્માસાંદરામાં વસેલા કોટીલિંગેશ્વર મંદિર સ્થાપના એક શ્રાપને લીધે થઇ હતી. માન્યતાઓના અનુસાર, ગૌતમ નામના એક જ્ઞાનીએ ઇન્દ્ર દેવને શ્રાપ આપ્યો હતો,

Image Source

જેનાથી મુક્તિ મેળવવા માટે ઇન્દ્ર દેવે આ મંદરીમાં શિવલિંગ સ્થાપિત કરી હતી. આ સિવાય અહીં હાજર શિવલિંગનું અભિષેક 10 લાખ નદીઓના પાણીથી કર્યું હતું, જેને લીધે લોકો આ મંદિરમાં દૂર દૂરથી દર્શને આવે છે.

અહીં છે દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ:

Image Source

આ મંદિરમાં દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ પણ સ્થાપિત છે. આ શિવલિંગની ઊંચાઈ 108 ફૂટ છે અને તેની ચારે બાજુએ લગભગ 1 કરોડ નાના-નાના શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલા છે. તેના સિવાય આ મંદિરની ચારે બાજુએ દેવી માં, શ્રી ગણેશ અને શ્રી કુમારસ્વામીની પ્રતિમાઓ પણ બનેલી છે.

શ્રાવણ અને મહાશિવરાત્રી પર હોય છે ખુબ જ ભીડ:

Image Source

શ્રાવણ અને મહાશિવરાત્રી જેવા પાવન અવસરો પર અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા 2 લાખ સુધી પહોંચી જાય છે. આ સિવાય દૂર દૂરથી આવનારા ભક્તોના રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

નંદિની મૂર્તિ પણ છે સૌથી ઊંચી:

Image Source

નાના નાના શિવલિંગની વચ્ચે સ્થિત નંદી ભગવાનની આ મૂર્તિ 35 ફૂટ ઊંચી, 60 ફૂટ પહોળી છે અને તે 4 ફૂટ ઊંચા અને 40 ફૂટ ઊંચા ચબુતરા પર સ્થિત છે.

અહીં છે 1 કરોડ શિવલિગ:

Image Source

મંદિરમાં 2 કે 3 નહી પણ 1 કરોડ શિવલિંગ સ્થિત છે. આ સિવાય અહીં લગાતાર શિવલિંગની સંખ્યા વધતી જઈ રહી છે. એવું એટલા માટે કેમ કે લોકો પોતાની ઈચ્છા પુરી થયા પછી અહીં શિવલિંગ સ્થાપિત કરે છે, જેને લીધે અહીં એક કરોડથી પણ વધારે શિવલિંગ થઇ ગયા છે. આ સિવાય આ મંદિરનો આકાર પણ શિવલિંગની જેમ બનાવામાં આવેલો છે, જે 15 એકડ ક્ષેત્રમાં ફેલાયેલો છે.

કેવી રીતે પહોંચવું:

Image Source

કોલાર જિલ્લાના પ્રમુખ શહેર બંગારપેટના બસ સ્ટેન્ડથી કોટીલિંગેશ્વર માટે દરેક અળધી કલાકે એક સ્થાનીય બસ ખુલે છે. જ્યાંથી તેનું અંતર 14 કિલોમીટર છે.કેજીએફથી પણ મંદિર માટે હંમેશા બસો ચાલતી રહે છે અને અહીંથી મંદિરનું અંતર 8 કિલોમીટર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks