અમીર લોકો ની 10 વાત યાદ રાખશો તો જલ્દી જ બની જશો કરોડપતિ – વાંચો ખાસ લેખ પૈસા કઈ રીતે બચાવવા

0

વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં વૉરન બફેટ કોણ નથી જાણતો? વોરન માત્ર શેરબજારના રાજા નથી. પરંતુ તેમણે મોટા ભાગની સંપત્તિ તેમના જીવનમાં દાનમાં આપી દીધી છે, તેથી જ તેમને 21 મી સદીના સૌથી મોટા દાતા તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયાના મહાન અને સૌથી મોટા રોકાણકાર – વૉરન બફેટના પૈસા કમાવવાના 10 મંત્ર

નફામાં જ રોકાણ કરો: –

જેમ ટીપે ટીપે સમુદ્ર ભરાય છે તેમ જ જો નાની રકમોનું રોકાણ કરવામાં આવે તો સમય જતાં એ પીએન એક મોટી સંપતિ બની શકે છે. ઘણા લોકો એવા પણ છે જે લાભ થતો હોય ત્યાં રોકવાની જગ્યાએ પોતાની જરૂરિયાતમાં જ પૈસા રોકી દેતાં હોય છે. પરંતુ વોરન બફેટનો મંત્ર એ છે કે જો લાભનો 50 ટકા ભાગ પણ રોકવામાં આવે તો પણ ધંધાને આગળ વધારી શકશો. એમાય તો તમને નફાની જ આદત પડી જશે તો ચક્રવૃદ્ધિ વ્યાજ જ તમને કરોડપતિ બનાવી દેશે.

લીક બંધમાં જ લો: –

શેર બજાર અથવા તમારા બિઝનેસ જો તમે લીકથી થોડા હટકે ચાલશો તો તમને ખૂબ જ ફાયદો થશે.
કેમકે આવું કરવાથી તમારી એક અલગ ઓળખાણ ઊભી થશે. જે લીક ચાલી રહી છે, તેનાથી જો તમારે થોડું અલગ ચાલવું હોય તો તમારે તમારા મૌલિક વિચારો ને વધારે વિકસીત કરવા પડશે. એના માટે તમે કોઈ ગ્રૂપના સભ્ય ન બનો, તમે તમારી રીતે જ નિર્ણય લો, કોઈના કહેવાથી કોઈ નિર્ણય ન કરો. રોકાણ માટેના સોચનો કોઈ પાસેથી લેવા કરતાં તમે તમારી જાતે જ રોકાણ કરવાનો નિર્ણય કરો. જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. અને તમારા વિચારોનો ખ્યાલ આવશે કે એ સાચા હતા કે ખોટા.

મુશ્કેલીથી બચો :

જે લોકો મુશ્કેથી ધેરાયેલા હોય છે તે હાથ આવેલ સરળ મોકો પણ ગુમાવી દેતાં હોય છે. માટે જ રોકાણ કરવાનો નિર્ણય બને તેટલો ઝડપથી કરવો જોઈએ. અને તેના માટે જરૂરી નિયમોને પણ અનુસરવું જોઈએ. રોકાણ કરવા માટે શરૂઆતમાં તમને ઝડપી નિર્ણય લેવામાં થોડી તકલીફ જરૂર પડશે. પરંતુ તમે જલ્દી જ એ સમજી જશો કે ઉતાવળમાં ને ફટાફટ લેવાતા નિર્ણયથી શું ફાયદો થાય છે તે પણ.

કોઈપણ નિર્ણય લેતા પહેલા ડીલને સમજી લો


કોઈપણ નિર્ણય લેતા પહેલા જે ડીલ થવા જય રહી છે. તેને સરખી રીતે સમજી લો. જે ડીલ તમે કરવા જઈ રહ્યા છો. તેનાથી તમને શું ફાયદો થશે એ પણ વિચારી લો. કોકિપણ કાગળ પર સહી કરતાં તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચી લો. આમાં રોકાણની સાથે થોડા વિવેકનો પણ ઉપયોગ કરવો પડશે. જે તમે અનુભવોની સાથે સાથે શીખી જશો.

ખર્ચ પર કાબૂ રાખવો :

જો તમે એવું વિચારી રહ્યા હોય કે મોટા ખર્ચ પર નિયંત્રણ મૂકીને તમે રોકાણ કરી શકશો, તો આ વિચાર એકદમ ખોટો છે. કેમકે નાના નાના ખર્ચા જ તમને મોટી તકલીફમાં મૂકી શકે છે. જે ક્યારેય નુકશાનકારક પણ સાબિત થશે. કોઈ પણ ખર્ચ કરતાં પહેલા એ વિચાર કરવો જોઈએ કે આ ખર્ચ યોગ્ય છે કે નહી. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે. તેમ જ નાના નાના ખર્ચાઓ પણ એટલા વધી જતાં હોય છે કે વ્યક્તિને આમિર બનવા નથી દેતાં.

દેવું ચૂકતે કરવું :

જો તમને દેણા કરીને કે ક્રેડિટ કાર્ડ પર જીવવાની આદત છે. તો આ આદત ક્યારેય તમને આમિર બનવા નથી દેતી. દેવું કરીને ભલે તમે તમારી લાઇફસ્ટાઇલ બદલી શકો પરંતુ તેનાથી તમે ક્યારેય તમારી આર્થિક પરિસ્થિતીમાં સુધાર નહી લાવી શકો. કેટલાય રોકાણકારો બેન્ક પાસેથી પૈસાની લોન લઈને રોકાણ કરી દેતાં હોય છે. પછી એને ચૂકતે કરવામાં આખું જીવન નીકળી જાય છે. ઉધારની રકમ એટલી જ લેવી જેટલી તમે ચૂકવી શકો.

નિયમિતતા બનાવી રાખો :

જો તમે એવું વિચારી રહ્યા હોય કે તમે જે કામ કરો છો તે મહત્વપૂર્ણ કામ છે અને યોગ્ય કામ કરી રહ્યા છો, તો એ કામમાં તમારે નિયમિતતા બનાવી રાખવી જોઈએ. તમારા લક્ષયની દિશામાં મજબૂતીની સાથે કદમ આગળ મૂક્યા કરો. નિયમિતતા જીવનના દરેક કામમાં અગત્યની છે. જ્યાં સુધી કોઈ દલીલ કે કોઈ મોટી વાત ન હોય ત્યાં સુધી તમારે એ કામને વચ્ચે અડધું છોડી ન દેવું જોઈએ. આવું કરવાથી તમે જે પૈસાનું રોકાણ કર્યું છે એમાં પણ તમારે ખોટ ખાવાનો વારો આવશે.

નુકશાનીથી બચો :

કોઈ પણ રોકાણ દરમ્યાન જો તમને એવું લાગે કે ફાયદાની જગ્યાએ નુકશાન થઈ રહ્યું છે. તો તરત એ ધંધામાંથી બહાર નીકળવાનું વિચારવું જોઈએ. હાથ પર હાથ મૂકીને બેસી રહેવાનો કોઈ મતલબ નથી. જો તમે આવું કરશો તો તમારે નુકશાની સહન કરવી પડશે. કેટલાક રોકાણકારો અંતિમ સમય સુધી રાહ જોતાં હોય છે. પણ જ્યારે બધી જ આશાઓ ઉપર પાણી ફરી વળે ત્યારે ખરેખર એવું વિચારતા હશે કે ખૂબ મોડુ થઈ ગયું, પાણી પહેલાં પાળ બાંધી હોત તો આટલું મોટું નુકશાન સહન કરવાનો વારો ન આવેત. આવું ન થાય એટ્લે જ્યારથી નુકશાન થવાનું શરૂ થાય કે તરત જ હાથ ઊંચા કરી દેવા જોઈએ,

ક્યારેક જોખમ પણ ખેડવું પડે :

જ્યારે પણ તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનો નિર્ણય કરો ત્યારે સૌથી પહેલાં ભાવી પરિણામોનો વિચાર કરવો જોઈએ. જ્યારે પણ તમે રોકાણનો નિર્ણય કરો ત્યારે તેમાં ઉઠાવવા પડતાં જોખમ વિષે નો પણ ખ્યાલ રાખો. જો આમ કરશો તો તમે ઉચિત નિર્ણય લઈ શકશો. બધા જ વ્યક્તિ પાસે જોખમ ઉઠાવવાની અલગ અલગ ક્ષમતા છુપાયેલી હોય છે. બીજાના રોકાણ જોઈને કોઈ નિર્ણય ન કરવો. પરંતુ તમારા પોતાના risk appetite ને જોઈને જ કોઈ નિર્ણય કરવો જોઈએ

સફળતાને સાચા અર્થમાં સમજો :

દરેક વ્યક્તિ માટે સફળતાનું મહત્વ અલગ અલગ હોય છે. ફક્ત પૈસા ભેગા કરવા એ કોઈ સફળતા નથી. જે વાતોથી જીવન અર્થપૂર્ણ બને છે, એ વાતનું પણ ધ્યાન રાખવું એ જ સફળતાનો મુખ્ય ભાગ છે. તમે જે લોકોનો પ્રેમ પામવા ઈચ્છો છો, શું એ બધા જ વ્યક્તિ તમને સાચા અર્થમાં પ્રેમ કરશે ? જો આટલું સમજી જાવ એટ્લે તમને સફળતાનો અર્થ આપોઆપ સમજાઈ જશે. તમે તમારા રોકાણને સફળતા સાથે જોડીને જુઓ અને પોતાની investment strategy માં તમે સુધાર લાવી શકો છો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here