વિરાટએ અનુષ્કાને જે વીંટી પેરાવી છે, એનો ભાવ આટલો છે

0

વિરાટ કોહલીએ પોતાના લેડી લકને લાઈફ પાટર્નર બનાવી લીધી. સોમવારે બંનેએ નજીકના પરિજનો વચ્ચે લગ્ન કર્યા છે. લગ્ન એક દિવસ અગાઉ બંનેએ સગાઈ પણ કરી હતી. બંનેની સગાઈના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર સતત વાઈરલ થઈ રહ્યા છે. સગાઈમાં અનુષ્કાએ લાલ રંગની સાડી અને ખાસ ડિઝાઈન કરાવેલી જ્વેલરી પહેરી હતી. પરંતુ તેના સૌંદર્યમાં ચારચાંદ વિરાટે પહેરાવેલી રીંગથી લાગી ગયા હતા. જી હાં વિરાટ કોહલીએ અનુષ્કા માટે રેર ડાયમંડની એક વીંટી કરાવી હતી. આ વીંટીની કિંમત અંદાજે 1 કરોડ છે.

વિરાટ અને અનુષ્કાએ લગ્નના એક દિવસ પહેલા સગાઈ પણ કરી હતી. ચર્ચા મુજબ વિરાટ કોહલીને અનુષ્કા માટે સગાઈની પરફેકટ રિંગ શોધવામાં ત્રણ મહિના લાગ્યા હતા. ત્રણ મહિનાની કવાયત પછી વિરાટને અનુષ્કા માટે પરફેકટ સુંદર રિંગ મળી હતી. આ અંગે મળતી જાણકારી અનુસાર વિરાટ કોહલીએ આ રીંગ ઓસ્ટ્રિયાથી પસંદ કરી હતી. તેને અનુષ્કા માટે અકદમ ખાસ રીંગ લેવી હતી જે શોધનો અંત 1 કરોડની વીંટી પર આવ્યો હતો. આ વીંટી બનાવવામાં ડિઝાઈનરને ત્રણ માસનો સમય લાગ્યો છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!