વર્ષાઋતુ માં સ્વાસ્થય ની સંભાળ કેમ રાખશો? આ ટિપ્સ વાંચ્યા પછી તમે ક્યારેય બીમાર નહિ પડો – માહિતી વાંચો અને શેર કરો બધે જ

0

આ વર્ષે વર્ષાઋતુ નો આરંભ ઘણો મોડો થયો. ચૈત્ર-વૈશાખ ના તડકા ની ગરમી થી જાણે આપણે અકળાઈ ગયા હતા અને ઠંડક માટે વલખાં મારી રહ્યા હતા. પણ જ્યારે પ્રથમ વરસાદ પડ્યો તો મન ભરી ને પલળવા ની ઈચ્છા થઈ આવી. હવે વરસાદ નું આગમન થઈ ગયું અને ઘણો સારો વરસાદ પણ થયો. પલળવા માટે આપણે એક, બે કે પછી ત્રણ વાર પલળીએ. પણ વારે-વારે પલળવું સ્વાસ્થય માટે સારું નથી . તો ચાલો જાણીએ કે વરસાદ માં સ્વાસ્થય નો ખ્યાલ કેમ રાખવો.

વર્ષાઋતુ માં મેલેરિયા, ડેન્ગ્યુ, શરદી-ઉધરસ, ઊલટી, ટાઇફોઇડ, ચામડી ના રોગો, કમળો વગેરે અનેક રોગો ફેલાય છે. જેવી રીતે આપણે વરસાદ થી બચવા માટે છત્રી નો ઉપયોગ કરીએ છીએ તેમ આ મૌસમ માં ફેલાતી બીમારી થી બચાવ માટે આપણે સ્વાસ્થય ને સારું રાખે તેવા ઉપાયો કરવા જોઈએ.

હંમેશા તાજા અને સ્વચ્છ શાકભાજી અને ફાળો નો પ્રયોગ કરવો

યાદ રાખો કે કોઈપણ ફળ કે શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે સ્વચ્છ પાણી થી ધોઈ ને ખાઓ. ખાસ કરી ને જે લીલા પાનવાળી શાકભાજી છે તે. વાસી ભોજન, કે પહેલા થી સમારેલા ફળ કે શાકભાજી અને દૂષિત આહાર લેવો નહીં. હંમેશા તાજા ગરમ જમવું. આ મૌસમ ની અંદર ખૂબ ઝડપ થી ફળ કે શાકભાજી ખરાબ થઈ જાય છે એટલે હંમેશા તાજા ફળ કે શાકભાજી ખાવા.

ચોમાસા ના દિવસો માં આપણી પાચન શક્તિ વધારે કમજોર હોય છે આથી તળેલું, તીખું ખાવું નહીં. પરંતુ ખોરાક એવો લેવો જેથી ઝડપ થી પચી જાય. ઉપરાંત જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમવું અને જેટલી ભૂખ હોય તેટલું જ જમવું.  વધારે પડતું ઠંડુ, ખાટુ ના ખાવું, મીઠા વાળી વસ્તુઓ જેવી કે ચિપ્સ, કુરકુરે, ચટણી, પાપડ વગેરે ના ખાવી.

બહાર નું ના ખાવું જોઈએ

બહાર નું એટલે કે રોડ પર વેચાતી વિવિધ વાનગીઓ અથવા હોટલ નું ખાવા થી બને ત્યાં સુધી બચવું જોઈએ. બહાર નું ખાવા થી જાડા-ઊલટી, ટાઇફોઇડ ,વગેર જેવા ગંભીર રોગો થઈ શકે છે. રોડ પર વેચતા ચાઇનીઝ ફુડ, ભેળ, પાણીપુરી વગેરે ખાવા થી ફુડ પોઈજનિંગ થઈ શકે છે.

વિપુલ માત્ર માં સ્વચ્છ પાણી પીવું

વર્ષાઋતુ માં હવા માં વધારે પ્રમાણ માં ભેજ હોવા ને કારણે શરીર ની ગરમી બહાર નીકળતી નથી, સાથે પરસેવો પણ વધારે આવે છે. આવા સમયે જરૂરી છે કે શરીર માં પર્યાપ્ત માત્રા માં પાણી નું પ્રમાણ જાળવવા માટે પાણી પીવું જરૂરી છે. હંમેશા ઉકાળી અને તેને ઠંડુ કરેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ. આ પાણી ને ઓછામાં ઓછું 15 મિનિટ સુધી ઉકાળવું જોઈએ.

વરસાદ થી બચવા માટે

વરસાદ માં પલળવું સૌને ગમે છે. પણ વધારે પલળવા થી શરદી-ઉધરસ અને તાવ આવી શકે છે.

  • વરસાદ માં પલળયા બાદ વધારે સમય માટે પોતાના વાળ ભીના ના રાખવા.
  • જો તમને અસ્થમા છે, કે તમને તરત જ શરદી- તાવ કે ઉધરસ થઈ જાય છે તો વરસાદ માં પલળવું નહીં.
  • કપડાં કે ચંપલ ભીના થઈ જાય તો તેને તરત જ બદલી લો, વધારે સમય માટે ભીના કપડાં પહેરવા થી ખુજલી જેવી ત્વચા ની બીમારી થઈ શકે છે.
  • ડાયાબિટીસ ના દર્દીઓ ને વિશેષ રૂપે પોતાના પગો નું ધ્યાન રાખવું. પગ ભીના થાય કે તરત જ તેને કોરા કરી દેવા.
  • આ મૌસમ માં ગરમ ચા, કૉફી, કે સૂપ પીવો કેમે કે તેના થી શરીર માં થોડો ગરમાઓ રહેશે.
  • ખાવા માં હળદર, એલચી ,સૌંફ, વગેરે નો ઉપયોગ કરવો. જેના થી રોગપ્રતિકારક શક્તિ વધશે.
  • પોતાના ઘર ની આસપાસ ગંદકી ના થવા દેવી. ઘર ની આજુબાજુ જો ખાડાઓ હોય તો તેને પૂરી દેવા, જેનાથી તે ખાડા માંપાણી ના ભરાઈ જાય. જો પાણી ત્યાં જામેલું રહેશે તો મચ્છર ઉત્પન્ન થશે.
  • ઘર મને સ્વચ્છ રાખવા સારી રીતે ફિનાઇલ નાખી ને પોતા કરવા જેથી ઘર માં માખીઓ નો ત્રાસ ના રહે.
  • કોઈ પણ રોગ થવા ની સંભાવના જણાય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવવી.

આમ ઉપચાર કરતાં પહેલા જો સાવધાની રાખીએ તો રોગો થી બચી શકીએ છીએ. આમ ઉપર આપેલા ઉપચારો માં જો થોડી સાવધાની રાખીએ તો આ વર્ષાઋતુ માં બીમાર થવા થી બચી શકીએ છીએ. અને જો સ્વસ્થ શરીર હશે તો જ વરસાદ નો આનંદ માણવા ની મજા પડશે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here