વરમાળાનાં સમયે પાછળથી અવાજ આવ્યો I Love You, પછી દુલ્હાએ…

0

કાનપુર શહેરમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. દુલ્હાની માનીએ તો, દુલ્હનનાં પ્રેમીએ વરમાળાની વચ્ચે જ સ્ટેજ પર ચઢીને પોતાના પ્રેમનો ઇજહાર કરી દીધો. મામલો પોલીસ સુધી જઈ પહોંચ્યો છે. જો કે યુવતીના પક્ષ આ ઘટનાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓનો આરોપ છે કે છોકરા પક્ષ દહેજની ડીમાંડ કરી રહ્યા હતા.  જેવું કે દુલ્હાનો આરોપ છે કે દુલ્હનનો પ્રેમી લગ્નમાં પહોંચ્યો. પછી જયમાળાની વચ્ચે સ્ટેજ પર ચઢીને માઈકથી એનાઉન્સ કર્યું- હેલ્લો એવરી બડી, તમને કઈક કહેવા માગું છું’. તેના બાદ તેણે દુલ્હનને કહ્યું કે-‘આઈ લવ યુ…આઈ વોન્ટ ટુ મેરી વિથ યુ’.આ સાંભળતા જ દુલ્હાએ વરમાળા પહેરાવવા માટે ઇનકાર કરી દીધો.

બારાત લખનઉનાં કપૂરથલાથી નૌબસ્તા થાના ક્ષેત્ર આવી હતી. દુલ્હા મનોજ SBI માં ક્લાર્ક છે. 19 એપ્રિલનાં રોજ મનોજ બારાત લઈને નૌબસ્તા પહોંચ્યો હતો. મનોજે જણાવ્યું કે, જ્યારે વરમાળાનો સમય ચાલતો હતો ત્યારે જ આ યુવક સ્ટેજ પર ચઢી ગયો. જ્યારે તે માઈક લઈને આવ્યો ત્યારે તેણે વિચાર્યું કે તે એન્કર હશે, જે પ્રોગ્રામને પ્લે કરશે. પણ યુવક માઈકમાં પોતાના પ્રેમનો ઇજહાર કરવા લાગ્યો. આ સાંભળતા જ દુલ્હને પોતાના ભાઈને ઈશારો કર્યો. જ્યારે દુલ્હનનો ભાઈ તેને ભગાડવા લાગ્યો, તો તે ચિલ્લાવા લાગ્યો કે તેની પાસે દુલ્હનના વિડીયો, ચૈટ અને મેંસેજીસ છે. દુલ્હાના આધારે, જ્યારે તેને લગ્ન માટે ઇનકાર કર્યો, તો યુવતીના લોકોએ પોલીસને બોલાવીને દહેજનો આરોપ લગાવી દીધો.સાથે જ યુવતીના પરિવારજનોનું કહેવું છે કે તેઓએ લગ્ન પર 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. દુલ્હા પક્ષનાં લોકો કારની ડીમાંડ કરી રહ્યા હતા, જેનાથી વિવાદની સ્થિતિ પૈદા થઇ.એસીપી સાઉથ અશોક વર્માના આધારે, દુલ્હા-દુલ્હનમાના પક્ષના લોકો એક-બીજા પર આરોપ લગાવી રહ્યા હતા. હાલ મામલાની જાંચ ચાલી રહી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.