ટ્રેનમાં ટીકીટ વગર તમને ટીટી પકડી લે તો હવે ડરતા નહિ કરો ફક્ત આ 1 કામ, વેઇટિંગ લીસ્ટમાં આવતા મિત્રો ખાસ ધ્યાન આપે

0

ભારતીય રેલ્વે એ ટ્રેનમાં સફર કરવાવાળા મિત્રો માટે એક ખુશખબર લઈને આવી છે. જો હવે ટ્રેન ઉપાડવાની તૈયારી હોય અને તમે ટીકીટ વગર ટ્રેનમાં ચઢી ગયા હોય તો ચાલુ ટ્રેને પણ તમે ટીકીટ ખરીદી શકશો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્યારે રેલ્વેની આ સુવિધાની શરૂઆત ફક્ત સુપરફાસ્ટ ટ્રેનમાં જ શરુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રેલ્વે અત્યારે આરક્ષિત સુવિધા પણ ફક્ત સુપરફાસ્ટ ટ્રેનમાં જ શરુ કરી છે અને થોડા સમય બાદ મોટાપાયે આની શરૂઆત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ હેન્ડ હેલ્ડ મશીન રેલવેના પેસેન્જરની રિઝર્વેશન સીસ્ટમ સાથે જોડાયેલી હશે. જેમાં યાત્રી ટીકીટ માટે નામ અને જગ્યા એન્ટર કરતા જ ટીકીટ મળી જશે. મશીનની મદદથી ટ્રેનમાં ખાલી પડેલી જગ્યાની માહિતી પણ સરળતાથી મળી જશે.

રેલ મંત્રીના કહેવા પ્રમાણે જો આ સિસ્ટમનું પરિણામ યોગ્ય અને સારું આવશે તો લાંબા પ્રવાસની ટ્રેનમાં અને બીજી ટ્રેનમાં પણ આ સુવિધા આપવામાં આવશે. રેલ્વેએ હવે ટીકીટ વગર ટ્રેનમાં સફર કરતા લોકો પાસેથી દંડ પણ નહિ વસુલે. પણ આ સુવિધા પ્રાપ્ત કરવા માટે ટ્રેનમાં સફર કરતા યાત્રીએ એક કામ કરવું પડશે.

આના માટે ટીકીટ વગર સફર કરવાવાળા યાત્રીએ સૌથી પહેલા ટીટીને શોધવાના રહેશે અને તેમને જણાવવાનું રહેશે કે તેમની પાસે ટીકીટ નથી. ત્યારબાદ ટીટી એ જે તે યાત્રી પાસેથી ટીકીટ જેટલા પૈસા ઉપરાંત ૧૦ રૂપિયા લઈને હેન્ડ હેલ્ડ મશીનથી ટીકીટ કરી આપશે. સામાન્ય રીતે લોકો ટ્રેન ઉપડી જશે એવા ડરના લીધે ટીકીટ વગર જ ટ્રેનમાં ચઢી જતા હોય છે.

જેના લીધે ટ્રેન ઉપડી જાય પછી તેવા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર ટીકીટ વગર યાત્રા કરવાવાળા લોકોને રેલવેના નિયમાનુસાર દંડ પણ ભરવો પડતો હોય છે. તે દંડ યાત્રીને ટીકીટના પૈસા કરતા બે થી ત્રણ ગણો વધારે ભરવો પડે છે. ઘણા લાંબા સમયથી યાત્રીઓ આ અસુવીધાથી હેરાન થતા હતા તે જોઇને સરકારે રેલ્વેમાં આવા બદલાવ લાવવાનું નક્કી કર્યું છે.

તમને જણાવી દઈએ કે ૧ એપ્રિલથી રેલ્વેએ ટ્રેનની અંદર ટીકીટ આપવાની શરૂઆત કરી છે. જેના કારણે ટીકીટ વગર સફર કરતા યાત્રીઓ ટીટીનો સંપર્ક કરીને ટીકીટ લઇ શકે છે. આ સુવિધા અંતર્ગત ટીટીને આ હેન્ડ હેલ્ડ મશીન આપવામાં આવ્યું છે. જે ટ્રેનની અંદર યાત્રીઓને ટીકીટ આપશે.

આ હેન્ડ હેલ્ડ મશીન એ રેલવેના પેસેન્જર સીસ્ટમ સાથે જોડાયેલી હશે. જેવું કોઈ ટીકીટ માંગશે કે મશીનમાં નામ અને જગ્યાનું નામ એન્ટર કરશે કે તરત ટીકીટ મળી જશે. મશીનની મદદથી ટ્રેનમાં કેટલી બર્થ ખાલી છે એની જાણકારી પણ સરળતાથી મળી જશે. જો કોઈનું વેઇટિંગ ક્લીયર નથી થયું તો તેઓ ટીટી પાસે જઈને પોતાની ટીકીટ બતાવીને ખાલી સીટની જાણકારી મેળવીને પોતાની સીટ કન્ફર્મ કરાવી શકશે.

આમ જોવા જઈએ તો આ યોજનાને કારણે ટીટી લોકોની બે નંબરની કમાઈ બંધ થઇ જશે. જે લોકો ઉતાવળે ટ્રેનમાં ટીકીટ વગર ચઢી જતા હતા તેઓ પાસેથી ટીટી પોતે ઈચ્છે એટલા પૈસા લઈને સીટ આપતા હતા એટલું જ નહિ વેઇટિંગ ટીકીટ વાળા યાત્રીઓ બર્થ ખાલી નથી એવી વાત કરીને બીજા પાસેથી પૈસા લઈને એ સીટ આપી દેવામાં આવતી હતી આ બધા કામો આ યોજના ને લીધે બંધ થઇ જશે.

પણ આ સાથે રેલવેના આ નિર્ણયના કારણે ટીટીની કાળી કમાણી પર અંકુશ લાગી જશે અને સાથે સાથે રેલ્વેમાં ફેલાયેલ ભ્રષ્ટાચાર પણ અટકી જશે અને રેલવેનો આ નિર્ણય એક બહુ મોટો નિર્ણય સાબિત થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here