શું તમે પણ બ્રશ કર્યા પહેલા ટૂથપેસ્ટને પાણીમાં ભીની કરી પછી જ બ્રશ કરો છો ? તો ભૂલ્યા વગર વાંચો આ લેખ…

0

ટૂથપેસ્ટ લગાવતાં પહેલાં બ્રશ ભીનું કરો કે પછી એ બાબત પર આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. બંને તરફ લોકો પોતાની વાત કહી રહ્યા છે, પોતપોતાના મંતવ્યો આપી રહ્યા હોવા છતાં હજી સુધી સાચી હકીકત લોકોની સામે નથી આવે કે,  શું કરવું જોઈએ એ ક્યાયથી જાણવા મળ્યું નથી.

હરકોઈનું સવારે વહેલાં ઊઠીને સૌથી પહેલું કામ બ્રશ કરવાનું જ હોય છે. બ્રશ કરવાથી આપણાં મોઢામાં રહેલ બેક્ટેરિયા શરીરની અંદર નથી જઈ શકતા અને સાથે સાથે ચમકદાર અને તાજગી ભર્યા દાંત પણ મળી રહે છે. જો તમારે તમારા દાંતને હેલ્ધી ને મજબૂત રાખવા માંગતા હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું આવશ્યક છે.

મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે, બ્રશમાં ટૂથપેસ્ટ લગાવીને પછી એને પાણીથી બીની કરશે અથવા તો ટૂથપેસ્ટ લગાવ્યા પહેલા બ્રશને ભીનું કરતાં હોય છે.

ટૂથપેસ્ટ લગાવતા પહેલાં, બ્રશ ભીનું અથવા પછીથી, આ વિશે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું છે. બંને પક્ષોના લોકો તેમના મંતવ્યો આપે છે. પરંતુ ખરેખર શું કરવું જોઈએ. તેનું હજી સુધી કોઈ નિવાડો લાવી શકયું નથી.

ડેન્ટિસ્ટ લુક થોર્લીના જણાવ્યા મુજબ, ટૂથબ્રશ ભીનું ન હોવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમારા ટૂથપેસ્ટની અસર ઓછી થાય છે. આ સંદર્ભે, ડેન્ટિસ્ટ ડૉ. રાહા સેપેહરે જણાવ્યું હતું કે જો તમે બ્રશ કરતા પહેલા બ્રશને થોડું ભીનું કરી શકો છો, કારણ કે વધારે પ્રમાણમાં આવી રીતે બ્રશ કરવાથી એની ટૂથપેસ્ટન પાતળી થઈ જાય છે. અને એ એની કાર્યક્ષમતા ઘટાડે છે, જે તમારા દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. આ જ કારણ  છે. એટ્લે જ  બ્રશ કર્યા પછી, પાણી સારી રીતે કોગળા કરીને મોઢું ને દાંત સાફ કરવા જોઈએ જેનાથી ટૂથપેસ્ટના અવશેષો તમારા દાંતમાં રહે નહીં

તેઓનું તો એમ માનવું છે કે બ્રશ કર્યા પહેલા એક સેકન્ડ માટે તમારે તમારા ટૂથબ્રશને ભીનું કરવું જ જોઈએ. પરંતુ એક સેકન્ડથી વધારે નહી. બ્રાશને ભીનું કરવા માટે ઓછામાં ઓછા પાણીનો જ ઉપયોગ કરો. ટૂથપેસ્ટ ભીનાં ટૂથબ્રશમાં ભળીને એની કાર્યક્ષમતા ઘટાડી ડે છે.  

જો તમે ટૂથબ્રશને એટલા માટે ભીનું કરતાં હોય કે એમાં રહેલ બેક્ટેરિયા નીકળી જાય તો તમારે  તમારે તેના માટે ટૂથબ્રશ કવરનો ઉપયોગ કરવો જોઈએ. જો સમયાંતરે કવર બદલવું જોઈએ તો તે વધુ સારું રહેશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here