ટિમ ઇન્ડિયા માં શામિલ થયેલી સુંદર ‘પ્રિયા પુનિયા’ ની કહાની છે કઈક આવી, સચિન તેંડુલકર એ પણ કર્યુ સલામ….પ્રેરણાદાયક સ્ટોરી

0

ભારતીય મહિલા ક્રિકેટ માં હાલના દિવસોમાં એક નામ ચર્ચામાં બનેલું છે ‘પ્રિયા પુનિયા’. પ્રિયા ને ન્યુઝીલેન્ડ ના વિરુદ્ધ સિરીઝ માટે ટિમ ઇન્ડિયામાં શામિલ કરવામાં આવેલી છે. ટિમ ઇન્ડિયામાં શામિલ થયા પછીથી પ્રિયા ના ક્રિકેટર બનવાથી લઈને તેના ગ્લેમર અવતાર પણ ચર્ચા છે. પ્રિયા ના ક્રીકેટ ના પ્રતિ જૂનુંન અને તેના પિતા સુરેન્દ્ર પુનિયા ની લગન ને સચિન તેંદુલકર એ પણ સલામ કર્યું છે.
પ્રિયા ના ક્રિકેટર બનવાની કહાની અને તેના પિતાની મહેનત ને જોઈને સચિન એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેઓના માટે ટ્વીટ કર્યું હતું. પ્રિયા ને ક્રિકેટર બનાવા માટે તેના પિતા એ જે સાહસ દેખાડ્યું છે, તેને સચિન એ પણ સલામ કર્યું છે. સચિને ટ્વીટ કર્યું કે,’આ તે દેખાડે છે કે કડી મહેનત અને સાચા સમર્થન ની સાથે કેવી રીતે સફળતાની રાહ તૈયાર થાય છે. ન્યૂઝીલેન્ડ ના વિરુદ્ધ મહિલા ટિમ ઇન્ડિયામાં શામિલ થનારી પ્રિયા પુનિયા ના ક્રિકેટર બનવાની કહાની ખુબ જ દિલચસ્પ અને પ્રેરણાદાયક છે. પ્રિયા ના પિતા સુરેન્દ્ર પુનિયા એ પોતાની દીકરી ને ક્રિકેટર બનવા માટે ક્રિકેટ નું મૈદાન જ તૈયાર કરાવી દીધું હતું. તેની દીકરી ક્રિકેટ માટે પ્રેક્ટિસ કરી શકે તેના માટે તેણે એક મૈદાન તૈયાર કરાવ્યું હતું. પિતા સુરેન્દ્ર એ તે બધું જ કર્યું જે તેની દીકરી ઇચ્છતી હતી.  પોતાના પિતાના આ ત્યાગ અને સમર્પણ પર પ્રિયા નું કહેવું છે કે હું કઈક એવું કરવા માગું છું, જેના પર મારા પિતાને ગર્વ થાય. 22 વર્ષ ની પ્રિયા ઓપનિંગ બેટ્સવુમેન છે. 21 ડિસેમ્બર ના રોજ જયારે ન્યુઝીલેન્ડ માટે પ્રિયા નું નામ ટી-20 ટિમ માં શામિલ કરી લેવામાં આવ્યું તો તે તેના અને તેના પરિવાર માટે ખુબ જ ખુશી નો સમય હતો.પ્રિયા એ ટિમ ઇન્ડિયા માં સિલેક્ટ થવાનો પૂરો શ્રેય પોતાના પિતાને જ આપ્યો છે. પ્રિયા નું કહેવું છે કે તે આજે જે કંઈપણ છે, તે બધું પોતાના પિતાને લીધે જ છે. પ્રિયા ના પિતા એ પોતાની બધી જ સંપત્તિ વહેંચી નાખી અને લોન પણ લીધી જેથી તે જયપુર માં એક પ્લોટ ખરીદી શકે. 2010 માં તેમણે 20 લાખ રૂપિયાનો પ્લેટ ખરીદ્યો હતો. પ્રિયાના પિતા હંમેશાથી જ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માગતા હતા. જયારે પ્રિયા એ બેડમિન્ટન ની જગ્યાએ ક્રિકેટ ને પ્રાથમિકતા આપી ત્યારે તેમણે મૈદાન અને પીચ બનાવવાનો નિર્ણય લીધો.
જયપુર ની પ્રિયા પુનિયા એ ઘરેલુ ક્રિકેટ માં શાનદાર પ્રદર્શન કર્યા પછી 2015 માં નેશનલ ટિમ ના બોલાવવાની રાહ જોઈ રહી હતી. તે સીઝનમાં પ્રિયા એ ઘરેલુ ક્રિકેટ માં નોર્થ જોન માટે પુનિયા એ વેસ્ટ ઇંડીજ ના વિરુદ્ધ 95 અને ન્યુઝીલેન્ડ ના વિરુદ્ધ 42 બોલ પર 59 રન ની પારી રમી હતી. ત્યારે પ્રિયા એ વિચારતી હતી કે તેનો પણ સમય આવશે અને તેને પણ એક દિવસ ચોક્કસ મૌકો મળશે જયારે તે ટિમ ઇન્ડિયા ની જર્સી પહેરશે.પ્રિયાનું હવે નેશનલ ટી-20 ટિમ માં સિલેક્શન થઇ ગયું છે અને તેને વિશ્વાશ છે કે તે સારું પ્રદર્શન કરશે, પિતા સુરેન્દ્ર કહે છે કે હું ઈચ્છતો હતો કે પ્રિયા કોઈ એકેડેમી માં નોંધાઈ જાય, પણ કોચે મને કહ્યું કે એક છોકરી શું કરી શકે છે, ત્યારે મને ખુબ જ ખરાબ લાગ્યું હતું, ત્યારે મે નક્કી કર્યું કે પ્રિયા હાલ એકેડમી જોઈન નહી કરે, ત્યારે પ્રિયા ના પિતા એ ઘરે જ તેના માટે દરેક સુવિધાઓ કરવાનો નિર્ણય કરી લીધો. જો કે આ બધામાં અમને આર્થિક સમસ્યાઓ જરૂર આવી પણ પ્રિયા એ આ સપનાને સાકાર કરી બતાવ્યું.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here