અશક્ય કામ પણ થઇ જશે પાર, ભૈરવ ઉપાસનાનો આ મંત્ર એક વાર બોલો પછી જુવો ચમત્કાર

0

કાળ ભૈરવ મંત્રના ફાયદા

ભગવાન શિવ નું સ્વરૂપ એટલે કે કાળ ભૈરવની પૂજા એ જીવનમાં આવનાર દરેક મુશ્કેલીનો અંત લાવશે. ભૈરાવષ્ટમીના દિવસે તંત્ર અને મંત્રોના જાપ કરીને તમે તમારા વેપાર અને જીવનમાં આવવાવાળી સમસ્યાનું સમાધાન લાવી શકશો સાથે સાથે તામ્ર શત્રુઓ તમારું કઈ બગડી શકશે નહિ. કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી ચાલી રહી હશે તો તેમાં તમારી જીત થશે. આમ ઘણીબધી સમસ્યા માટે તમે આ કાળભૈરવ મંત્રના જાપ કરી શકશો. આ મંત્રના ફાયદા અને તેનું વર્ણન તમને શાસ્ત્રોમાં પણ જોવા મળશે. આજે અમે તમને આ મંત્રજાપ કેવીરીતે કરવા અને સાધના કેવીરીતે કરવી એ જણાવીશું.

તમારા અટકી ગયેલા દરેક કામ થશે પુરા.

અલગ અલગ કાર્ય પૂર્ણ કરવા માટે ભૈરવ ઉપાસનાના ઘણા બધા મંત્ર છે. જો તમારું કોઈ કામ અટકી ગયેલ છે તો તમારે “ओम ब्रह्म काल भैरवाय फट” આ મંત્રના જાપ કરવાના રહેશે. જો તમારે અથવા તો તમારા સંતાનોને કોઈ ડર કે વિડંબનાથી છુટકારો જોઈતો હોય તો તમારે “ओम भयहरणं च भैरव:” આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર જાપ કર્યાના ૨૪ કલાકમાં તમને તેનો ફાયદો જોવા મળશે.

કાયદાકીય કેસ જીતવા માટેનો મંત્ર.

જો તમારે ઘણા સમયથી કોઈ કેસ માટે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય અને લાંબા સમયથી કોઈ નિરાકરણ મળતું ના હોય તો તમારે “ऊं हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:।” આ મંત્ર જાપ કરીને તેની સાધના કરવી જોઈએ. આ મંત્રના તમારે ઓછામાં ઓછા ૧૧ જાપ કરવાના રહેશે. આમ કરવાથી તમને ફાયદો ચોક્કસ જોવા મળશે.

ભૈરવ ઉપાસના માટે કયો દિવસ પસંદ કરશો.

ભૈરવ ઉપાસના માટે અને ઉપર જણાવેલ મંત્ર જાપ માટે તમે રવિવારનો દિવસ પસંદ કરી શકો. તમે મંગળવાર અથવા શનિવારે પણ પૂજા કરી શકો છો. અડધી રાત્રે ૧૨ વાગ્યાનો સમય ભૈરવ પૂજા માટેનો સૌથી શ્રેષ્ટ સમય છે.

ભૈરવના સ્વરૂપ

વર્તમાન સમયમાં ભૈરવનું ઉપાસના એ બટુક ભૈરવ અને કાળ ભૈરવના સ્વરૂપે કરવામાં આવે છે. તંત્ર સાધનામાં ભૈરવના આઠ સ્વરૂપોની ઉપાસના કરવાની વાત જણાવી છે. આમાં અસિતાંગ ભૈરવ, રુદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત ભૈરવ, કપાલી ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ વગેરે તેમાં આવે છે. કાલિકા પુરાણમાં પણ ભૈરવને શિવજીના ગણ બતાવવામાં આવ્યા છે જેમનું વાહન એ શ્વાન છે. અહિયાં પણ ભૈરવના આઠ રૂપ પૂજનીય માનવામાં આવે છે.

ભૈરવની ઉત્પત્તિ

શિવપુરાણ અનુસાર માગશર મહિનાના વદની આઠમના બપોરે ભગવાન શિવના અંશ ભૈરવની ઉત્પતિ થઇ હતી. એટલા માટે આ દિવસે કાળભૈરાવાષ્ટમી તરીકે ઓળખવામાં અને ઉજવવામાં આવે છે. પુરાણ અનુસાર અંધકાસુર રાક્ષસે પોતાની દરેક હદ વટાવી દીધી હતી અને પોતાના અભિમાનના મદમાં તેણે ભગવાન શિવ પર પણ હુમલો કરી દીધો હતો ત્યારે તેનો સંહાર કરવા માટે ભૈરવની ઉત્પતિ થઇ હતી.

પૂજન વિધિ.

ભૈરવ ઉપાસના માટે એક ચારમોઢા વાળો માટીનો કે પછી પિત્તળનો દીવો લો. આમાં રાઈનું તેલ રાખીને ચારે દિવા પ્રગટાવો. પૂજા કરવા બેસો તો તમારું મુખ એ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. તમારે પૂજામાં બેસવા માટે લાલ રંગના આસનનો ઉપયોગ કરવાનો રહેશે. ભૈરવ મંત્રના જાપ કરવા માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો અને પછી ભૈરવ મંત્રનો જાપ કરવો. જાપ પુરા થાય પછી થાળ ધરાવવાનો અને આરતી કરવાની રહેશે. ત્યારબાદ પ્રસાદ એ બધા સાથે વહેંચીને ખાવ.

કેમ કરવામાં આવે છે ભૈરવ સાધના.

કાળ ભૈરવ એ શિવજીનું જ સ્વરૂપ છે એટલા માટે શિવની આરધના કરતા પહેલા ભૈરવની ઉપાસના કરવામાં આવે છે. તેમની આરધના અને પૂજા કરવાથી તમારા દરેક દુખ અને મુશ્કેલી દુર થઇ જશે. કાશી અને ઉજ્જૈનમાં ભૈરવનું સિદ્ધ સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભૈરવની સાધના કરવાથી વ્યક્તિને દરેક સંસારિક દુખથી પણ છુટકારો મળે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here