તહેવારના સારા દિવસોમાં કઈ રાશી પર થશે ધનની દેવી લક્ષ્મી અને દેવતા કુબેર દેવની કૃપા.

0

જ્યોતિષ અનુસાર જયારે પણ ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે આપણા જીવનમાં ઘણા ઉતર ચઢાવ આવે છે. જયારે કોઈપણ ગ્રહમાં કોઈ પરિવર્તન આવે તો તેની અસર એ આપણી રાશી પર પડે છે. જો ગ્રહોની દશા સારી હોય તો તેની અસર જે તે રાશી પર સારી પડે છે અને જો કોઈ ગ્રહોની દશા સારી ના હોય તો વ્યક્તિની ઉપર અનેક મુસીબતો આવતી હોય છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સમયને રોકવો મુશ્કેલ છે એટલે આપણે પણ સમય સાથે બદલાતું રહેવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજથી મહાલક્ષ્મી અને કુબેરના દેવતાની કૃપા પ્રાપ્ત થશે. આના કારણે અમુક રાશીઓ પર તેની સારી અસર થશે અને અમુક રાશી પર તેની વિપરીત અસર થશે. આવો આજે તમને જણાવી દઈએ કે આજથી કઈ રાશીને થશે ધનલાભ અને કઈ રાશિના વ્યક્તિઓને થશે નુકશાન.

મેષ રાશિના જાતકોને ધનની દેવી લક્ષ્મી અને કુબેર દેવતાની અપાર કૃપા પ્રાપ્ત થશે અને તેના કારણે જ આ રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે. આ રાશિના જાતકોનો દુશ્મનો પર વિજય થશે. નોકરી કરતા મિત્રોને આ યોગના ઘણા લાભ મળશે. તમે સતત પ્રગતિ કરતા રહેશો, ઘણીબધી બાબતમાં નુકશાન થતા બચી શકશો. તમારા મિત્રો અને પરિવારજનો તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. જે મિત્રો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને જલ્દી જ ખુશખબરી મળશે.

મિથુન રાશિના જાતકો પર લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપાના કારણે તેમની આર્થિક પરીસ્થિતિમાં સુધાર આવશે. આવકના અનેક નવા સ્ત્રોત ઉભા થશે. તમને આવનારા સમય દરમિયાન જીવનમાં અનેક બદલાવ આવશે. નવા બદલાવના કારણે તમારું જીવન બદલાઈ જશે. જે મિત્રો નવો બિઝનેસ શરુ કરવા માંગે છે તેમના માટે આ સમય સારો છે. બની શકે તો તમારા વિચારોમાં પરિવર્તન લાવો. તમારા કામ કરવાની રીતને થોડો બદલો. માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા થી પૈસા સંબંધિત દરેક તકલીફ પૂર્ણ થઇ જશે.

કર્ક રાશિના જાતકો માટે તેમનો આવનારો સમય બહુ સારો રહેવાનો છે. તમારી ઉપર માતા લક્ષ્મી અને ધનના દેવતાની અમી દ્રષ્ટી બની રહેશે. તમારું પુરતું ધ્યાન એ તમારી કારકિર્દી પર આપો. તમારે સામાજિક કાર્યોમાં પણ થોડું ધ્યાન આપવાનું છે. તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. આવનારા સમયમાં તમારા જીવનમાં અનેક ખુશીઓ આવવાની છે. અઢળક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

તુલા રાશિના જાતકોને લક્ષ્મી અને કુબેર દેવતાની કૃપાથી નસીબનો સારો સાથ મળશે. જો કોઈ કામ લાંબા સમયથી અટકી ગયું છે તો એ કામ પૂર્ણ થશે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. તમે ધાર્યું પણ નહિ હોય એવા ફાયદા તમને મળશે. દરેકને મદદ કરવાની તૈયારી રાખો તો અને તો જ તમે લોકોની ભીડમાં ઓળખીતા થશો. માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપાથી તમારો આવનારો સમય સારો અને ખુશીઓથી ભરપુર રહેશે.

વૃષિક રાશિના જાતકોને માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપાથી પદ ઉન્નતી, આવકમાં વૃદ્ધિ પણ જોવા મળશે. જો તમે કોઈ નવી જગ્યાએ જવાનું વિચારો છો તો જઈ શકો છો. આવનારા સમયમાં તમને ઘણી નવી વાતો શીખવા મળશે જો તમે કોઈને પ્રેમ કરો છો તો આવનારો સમય પ્રેમના પ્રસ્તાવ માટે બહુ સારો રહેશે. તમારી સુજ્બુજથી કરવામાં આવેલ નિર્ણયમાં તમને અઢળક ધનની પ્રાપ્તિ થશે. આવનારા સમયમાં કામ સંબંધિત નાનકડી મુસાફરી કરવાનો પણ યોગ બની રહ્યો છે.

મકર રાશિના જાતકોને માતા લક્ષ્મી અને કુબેર દેવતાની કૃપાથી ઘણો જ લાભ થશે ખાસ લાભ એ લોકોને થશે જે પોતાનો વેપાર કરી રહ્યા છે. નોકરી કર મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહકાર મળશે. આવનારા સમયમાં તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે. જે મિત્રો પરણિત છે તેમને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આવનારો સમય એ જીવનમાં ઘણાબધા બદલાવ લાવશે. તમારી આર્થિક પરીસ્થિતિ ટૂંક સમયમાં મજબુત થવાના યોગ છે. ધનની દેવી લક્ષ્મી અને કુબેર દેવના કારણે તમાર દરેક સમસ્યા એ પૂર્ણ થઇ જશે.

કુંભ રાશિના જાતકો પર માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા દ્રષ્ટિના કારણે તમારા જુના તૂટી ગયેલા સંબંધો મજબુત થશે. તમને અચાનક ઘણીબધી ખુશખબરી સંભાળવા મળશે. અચાનક ધનલાભ થવાના પણ યોગ છે. તમને એવા અલગ અનુભવ થશે જે તમને ભવિષ્યમાં અનેક ફાયદા મળશે. હવે સમય આવી ગયો છે કે તમારી આર્થિક સ્થિતિ મજબુત બની જશે.

આવો હવે જાણી લઈએ કે બાકીની રાશિ જાતકો પર શું અસર થશે.

વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય મિક્સ ફળદાયી રહેશે તમારી વાણી અને વર્તનની અસર એ તમારા કામ પર થશે. બની શકે તો પ્રયત્ન કરો કે તમે તમારા દરેક કામ એ સમય પર પૂર્ણ કરો તો અને તો જ તમને ફાયદો મળશે. પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારા ઉપરી અધિકારી સાથે કોઈ મહત્વનું કામ કરી શકશો. તમારા જીવનસાથી સાથે કોઈ નાની વાતે બોલચાલ થઇ શકે છે.

સિંહ રાશિના વ્યક્તિઓ માટે આવનારો સમય માધ્યમ રહેશે. જેટલા પણ વેપારી મિત્રો છે તેમણે કોઈપણ પૈસાનો વ્યવહાર સમજી વિચારીને કરવાનો રહેશે. જો કોઈ પાર્ટનરશીપમાં છો તો તેમાં કોઈને કોઈ બાધા આવશે.મિત્રો તમારી મદદે આવશે પણ બધાને તમારી ખાનગી માહિતી કે પછી ભવિષ્યના પ્લાન જણાવવાના નથી. આર્થિક પરીસ્થિતિ સામાન્ય રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય સામાન્ય રહેશે. પૈસાની લેવડદેવડમાં થોડી સાવધાની રાખવાની જરૂરત છે. જો કોઈ પ્લાનમાં કે સ્કીમમાં રોકાણ કરવા માંગો છો તો ભવિષ્યમાં તેનાથી કેટલો ફાયદો કે પછી કેટલું નુકશાન થાય એમ છે એની સંપૂર્ણ તપાસ કરીને આગળ વધવું. નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડા સમય પછી નોકરી બદલવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

ધન રાશિના જાતકો માટે આવનારો સમય ઠીક ઠીક રહેશે. તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે પણ કોઈ બીજાની પાછળ વધારાનો અને નાહકનો ખર્ચ થાય નહિ તેની તકેદારી રાખજો. આવનારા સમયમાં તબિયત થોડી નરમ ગરમ રહેશે. બની શકે તો ખાવા પીવામાં થોડી તકેદારી રાખજો.

મીન રાશિના જાતકો માટે આવનારો સમય થોડો ચિંતાજનક રહેશે. જીવનમાં બહુ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. આમ તો એ પરિવર્તન તમારા ફાયદા માટે જ છે પણ તેનાથી તમને ઘણી તકલીફ પડશે. કોઈપણ પ્રકારની અફવાઓથી દુર રહેજો. પ્રેમીઓ માટે આવનારો સમય થોડો અનુકુળ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આવનારા સમયમાં વધારે મહેનત કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપે અને વધારે મહેનત કરવાનું રાખો.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here