શરીરમાં શુગર ઓછુ કરવાથી લઈને મોટાપો ઘટાળવામાં ખુબ જ કામનું છે નારીયેલ પાણી….ચમત્કારિક ફાયદાઓ વાંચો

0

પોષક તત્વોથી ભરપુર હોવાને લીધે કાચા નારિયેળનું પાણી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ હોય છે. તેનો એન્ટીબેકટેરીયલ ગુણ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં કામ કરે છે. કાચા નારિયેળનું પાણી રક્ત પરીસંચરણમાં સુધાર કરવામાં મદદ કરે છે. ઉચ્ચ રક્તપાતનનાં સ્તરને ઓછુ કરે છે, જેનાથી હાર્ટ એટેક અન્ય કાર્ડીયોવેસ્ક્યુંલર રોગોનો ખતરો ઓછો થઇ જાય છે.તે તમારા રક્ત શર્કરાનાં સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જો તમે વજન ઓછુ કરવા માગો છો. તો તમારા આહાર ચાર્ટમાં નારીયેલનું પાણી હોવું જોઈએ. તેના નિયમિત સેવનથી શરીરની પ્રતિરક્ષા શક્તિ વધે છે.

પોષક તત્વો અને વિટામીન જેવા કે રીબોફ્લેવીન, નીયાસીન, થિયામિન, પેન્ટોથેનીક એસીડ, કોલાઈન અને ફોલેટસનાં લીધે તેમાં એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે, જે તમારા શરીરની પ્રતિરક્ષાપ્રણાલીને મજબુત કરે છે. તેમાં મોજુદ ખનીજ, પોટેશિયમ ને મેગ્નેશિયમ કીડનીની બીમારીથી પીડિત વ્યક્તિ માટે ખુબ જ ફાયદેમંદ છે.

આ પાણી મૂત્રવર્ધક રૂપમાં પણ કામ કરે છે અને મૂત્ર પ્રવાહ અને ઉત્પાદનને વધારે છે. નારીયેલનાં પાણીથી ચેહરો ધોવા પર મસાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. ડોક્ટર મોટાભાગે મહિલાઓને ગર્ભાવસ્થાનાં દરમિયાન નારીયેલ પાણી પીવાની સલાહ આપે છે, કેમ કે તે કબ્જ, છાતીમાં જલન, પાચનતંત્રની ગડબડીને દુર કરવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here