એક સૈનિકની પત્નીનું જીવન કેટલું મુશ્કેલ હોય છે, એ એક શહીદની પત્નીએ વર્ણવ્યું છે, વાંચીને આંખ ભરાઈ આવશે

0

એક સવાલ કે જે ઘણીવાર આપણામાંથી ઘણા લોકોના મનમાં આવતો હશે, કે એ કઈ શક્તિ છે કે જે કોઈ પણ વ્યક્તિને બધું જ છોડીને, પોતાના જીવનની ચણતા કર્યા વિના દેશની સેવામાં જોડાઈ જવા માટે પ્રેરિત કરે છે? કઈંક અલગ જ હોતા હશે એ સંતાનો, જે પોતાના ખાનગી જીવનને ભુલાવીને, દેશની સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે.

એટલી જ મહાન હોય છે એ પત્નીઓ કે જેના પર તેઓ આખા ઘરની જવાબદારી છોડીને સરહદ પર જાય છે. કેવું હોતું હશે કોઈ પણ આર્મીવાળાની પત્નીનું જીવન? સલમા શફીક ઘોરીએ The Pink Revolution દ્વારા પોતાની કહાણી શેર કરી છે જેમના પતિ આતંકીઓ સાથે લડતા-લાડતા વર્ષ 2001માં શહીદ થઇ ગયા.“હું 19 વર્ષની હતી જયારે 1991માં કેપ્ટન શફીક ઘોરી સાથે મારા લગ્ન થયા. શરૂઆતમાં એ વાત માનવામાં ઘણી તકલીફ પડી કે ઘણા દિવસો સુધી મારે એમના વગર એકલું જ રહેવું પડશે, પણ તેઓ મને સમજાવતા કે આર્મીવાળાની પત્ની હોવું શું હોય છે. એ સમયે મોબાઈલ ફોન્સ ન હતા, હું કલાકો સુધી ફોન પાસે બેસી રહેતી, એ વાતથી અજાણ કે ફોન આવશે પણ કે નહિ. અમે એકબીજાને પત્ર લખ્યા કરતા, મારા પતિએ એ સુનિશ્ચિત કર્યું હતું કે જેટલા પણ દિવસ તેઓ દૂર રહે, મને રોજ એમનો એક પત્ર મળે. હું એમના સામાનમાં નાની-નાની નોટ્સ છુપાવી દેતી.

સમય વીતવાની સાથે જ તેમની પોસ્ટિંગ વધુ ખતરાવળી જગ્યાઓ પર થવા લાગી. એ દરમ્યાન પંજાબ અને આસપાસના ક્ષેત્રોમાં પોસ્ટિંગ સુરક્ષિત ન હતી. તેઓ ત્રિપુરા, પંજાબ અને શ્રીનગરમાં ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ ઘણા દિવસો સુધી ઘરે ન આવતા, પણ ત્યાં સુધીમાં હું પોતાનું અને બાળકોનું ધ્યાન રાખવાનું શીખી ગઈ હતી. મને ખબર પડી ગઈ હતી કે એમના માટે દેશ સૌથી પહેલા છે અને તેમની પત્ની અને બાળકો બીજા નંબર પર…1999માં શ્રીનગરમાં તેમની ફિલ્ડ પોસ્ટિંગ થઇ. કારણકે એ એક વધુ ખતરાવાળી જગ્યા છે એટલે પરિવારને લઈ જવાની મંજૂરી ન હતી, એટલે અમે બેંગુલુરુ શિફ્ટ થઇ ગયા. 28 જૂન 2001એ અમે છેલ્લી વાર વાત કરી. તેમને અમારા ખબર-અંતર પૂછયા અને જણાવ્યું કે તેઓ જંગલોમાં મિલિટરી ઓપરેશન માટે જઈ રહયા છે. તેઓને બાળકો સાથે વાત કરવાની ઈચ્છા હતી પણ બાળકો તેમના કઝિન્સ સાથે મસ્તી કરી રહયા હતા, ઘરમાં ઘણો જ ઘોંઘાટ થઇ રહ્યો હતો. મેં તેમણે બેસ પર આવીને પછી બાળકો સાથે વાત કરવા કહ્યું. મને આજે પણ એ નિર્ણયનો પસ્તાવો છે.1 જુલાઈ 2001એ સાંજે લગભગ 6.30 વાગે, કેટલાક આર્મી અધિકારીઓ તેમની પતિઓ સાથે આવ્યા. એક મહિલાએ મને બેસાડી અને જણાવ્યું, ‘મેજર શફીક ઘોરી ઓપરેશન રક્ષકમાં ઉગ્રવાદીઓ સાથે લડતા લડતા શહીદ થઇ ગયા છે.’

મને લાગ્યું બધું જ વિખેરાઈ ગયું છે. એ દિવસે મને તેમનો છેલ્લો પત્ર મળ્યો. પછીના દિવસે હું એરપોર્ટ પર છેલ્લીવાર એમને લેવા ગઈ. આ વખતે તેઓ એક તિરંગામાં લપેટાઈને આવ્યા, હું રડી પડી. તેઓ મને હંમેશા મજબૂત રહેવાનું કહેતા હતા. મને તેમની સાથે થયેલી છેલ્લી વાતચીત યાદ આવી ગઈ.મને તેમના યુનિફોર્મ અને સાદા કપડા એક પેટીમાં મળ્યા. મેં તેમને 8 વર્ષો સુધી નથી ધોયા. હું એ લાગણીને ભૂંસી નાખવા માંગતી ન હતી. તેમના પર્સમાં પૈસા હતા. હું હજુ પણ તેમના પત્ર વાંચું છું. હું મારા બાળકો માટે માતા અને પિતા બંને બની, પણ ક્યારેક-ક્યારેક બીજા બાળકોને તેમના માતા-પિતા સાથે રમતા જોઈને આંસુને રોકવા મુશ્કેલ થઇ જાય છે. આજે હું કર્ણાટકના શહીદોના પરિવાર અને તેમની પત્નીઓના સશક્તિકરણ માટે કામ કરું છું.

હું 29 વર્ષની હતી, જ્યારે મેજર શફીક ઘોરી શહીદ થયા. લોકોએ મને જીવનમાં આગળ વધવા કહ્યું… પણ હું હંમેશા એમની હતી, છું અને એમની જ રહીશ.”હું ઘણીવાર લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં રહેતા લોકોને અંતરને કારણે ચિડાઈ જતા જોઉં છું. તેઓ એક શહેર કે એક ઘરમાં કેમ નથી એવી ફરિયાદો સાંભળી છે. જેમના પતિ/પ્રેમી સેનામાં કામ કરે છે, તેમના વિશે વિચારીને આજે માથું સન્માનમાં ઝુકી રહ્યું છે. સાચું જ છે કે દેશ માટે લડવું, જીવ હથેળી પર લઈને ચાલવું દરેકના બસની વાત નથી. પણ એ પણ સાચું છે કે પોતાના પતિને સરહદ પર મોકલવાની ક્ષમતા દરેકમાં નથી હોતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here