શું તમે જાણો છો એક શહેર એવું પણ છે જ્યાં કેટલાય મહિનાઓ સુધી સુરજ ઉગતો નથી અને જો ઉગે છે તો મહિનાઓ સુધી ડૂબતો જ નથી…

0

સૂર્ય પ્રકાશ કે સૂર્ય ઉર્જા આપણા જીવનનો એવો એક ભાગ છે જેના વગર જીવન લગભગ અશક્ય છે. પરંતુ શું તમે જાણો કે ધરતી પર એક જગ્યા એવી છે જ્યાં થોડાક સમય માટે સૂર્યોદય થતો જ નથી. આજે તમને જણાવીશું દુનિયાના એ ભાગ વિશે જ્યાં સૂર્યોદય થવાની શકયતા 0 બરાબર છે. આ વિશે ઘણાને જાણકારી નહિ હોય માટે જ કુદરતની આ અદભુત ઘટના વિશે જરૂર થી જાણવું જોઈએ. આ સિવાય પણ આ લેખમાં બીજી ઘણી માહિતી આપીશું.દુનિયાના એવા ભાગ વિશે જ્યાં થોડાક સમય માટે સૂર્યોદય થતો નથી. આ ભાગ રશિયામાં આવેલો છે. આ શહેર અંધારામાં જીવન વ્યતીત કરે છે. ૬ અઠવાડિયા સુધી રહેનારી પોલાર રાત્રીઓ એક કુદરતી ઘટના છે જે આર્કટિક ગોળાર્ધના ઉત્તર ભાગ માં આવેલા વિસ્તારમાં જોવા મળે છે. મુરમનસક(Murmansk) રશિયાના એ શહેરો માનું એક શહેર છે જે આર્કટિક ગોળાર્ધ પર આવેલું છે. મુર્મન્સક શહેર આર્કટિક ગોળાર્ધ પર હોવાના કારણે અહીંયા વર્ષના થોડાક દિવસ એવા હોય છે જ્યારે સૂર્ય ૨૪ કલાક દેખાય છે ત્યારે થોડાક દિવસ એવા હોય છે જ્યારે સૂર્ય બિલકુલ દેખાતો જ નથી.

દર વર્ષે મે અને જુલાઇ વચ્ચે પોલાર દિવસો રહે છે. દરેક સમય દિવસ રહે છે. આ દિવસો દરમિયાન સૂર્ય અસ્ત થતો નથી. જ્યારે ડિસેમ્બર થી જાન્યુઆરી વચ્ચે પોલાર રાત્રી રહે છે અને સૂર્યોદય થતો નથી અને હંમેશા રાત જ રહે છે. આર્કટિક ગોળાર્ધ પર આ ક્ષેત્રમાં મે અને ડિસેમ્બર દરમિયાન સૂર્ય સતત ૨૪ કલાક માટે હોરાઈઝનની ઉપર કે નીચે રહે છે. આર્કટિક ગોળાર્ધમાં સૂર્ય સદંતર હોરાઈઝનની ઉપર રહી શકે છે એટલેકે આ દરમિયાન સૂર્યાસ્ત થતો નથી આ સમયે ૨૪ કલાક દિવસ રહે છે અને આજ રીતે જ્યારે સૂર્ય હોરાઈઝનની નીચે રહે છે ત્યારે ત્યાં સતત રાત રહે છે ૨૪ કલાક અંધારું જ રહે છે. આ દિવસો માં મુર્મન્સક શહેર પોલાર રાત્રી માંથી બહાર આવી જવાથી ત્યાંના લોકો પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકે છે પરંતુ આજે જાણીશું ત્યાંના લોકો પોલાર રાત્રી દરમિયાન કેવી રીતે જીવન જીવે છે.

એકવાર વિચારી જોવો કે થોડાક સમય માટે અંધારું થઈ જાયતો જીવજંતુ અને લોકોને કેટલી તકલીફ પડે છે પરંતુ એ લોકો કેટલા હેરાન થતા હશે. લગભગ ત્રણ લાખની વસ્તી ધરાવતું આ શહેર આમ તો રુસી સામ્રાજ્ય સમયનું છે પરંતુ આર્કટિક ગોળાર્ધ પર હોવાના કારણે દર વર્ષે ૨ ડિસેમ્બર થી ૧૧ જાન્યુઆરી સુધી અહીંના લોકો પોલાર રાત્રીને કારણે ઠંડીમાં રહેવા મજબૂર થઈ જાય છે. આ સમયમાં આવનાર પ્રવાસીઓને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. સખત ઠંડી અને ઊંઘ પણ પુરી ના થવાના કારણે તબિયત બગડી જાય છે. જરૂરુયાતની દરેક વસ્તુ માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે એ પછી જમવા નું હોય, પાણી માટે કે પછી અન્ય કોઈ વસ્તુ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આ દરમિયાન લોકો અહીંયા માછલી પકડવાની મોજ માણે છે.

પોલાર રાત્રી દરમિયાન લોકોની દિનચર્યા બદલાય જાય છે. દરેક સમય રાત રહેવાથી અહીંના લોકોને સમયનો ખ્યાલ રહેતો નથી અને ઘણી વખત ઘડિયાળ હોવા છતાં પણ સમયનો સાચી અંદાજો લગાવવો મુશ્કેલ થઈ જાય છે. આવા સમયે લોકો ઘરમાં સવારનો અનુભવ કરવા માટે અલગ અલગ પ્રકારની લાઇટ્સ અને હળવા રંગના પડદા લગાવવામાં આવે છે અને ઘરના સોફા, ચાદર અને અન્ય વસ્તુના પણ એવા જ રંગ રાખવામાં આવે છે જેથી ઘરમાં અંધારું લાગે નહિ. તેમજ ઘરમાં એવા છોડ પણ રાખવામાં આવે છે જેની સુગંધથી ગરમાવો રહે. આ કુદરતી ઘટના જોવામાં ભલે ખૂબજ સુંદર લાગે પરંતુ એ લોકો વિશે વિચારો જે લોકો એ વિસ્તારમાં રહે છે જ્યાં પોલાર દિવસ દરમિયાન ૨૨ મે થી ૨૩ જુલાઈ સુધી સૂર્ય આથમવાની ના પાડે છે અને જ્યારે ૨ ડિસેમ્બર થી ૧૧ જાન્યુઆરી સુધી સૂર્ય ઉદય થવાની ના પાડે છે..

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here