શું તાજમહેલને શિફ્ટ કરી શકાશે? તો આવી રીતે થશે…વાંચો આર્ટિકલ

0

તાજમહેલ આગ્રા જ નહિ, પર પુરા દેશ માટે પોતાનામાં એક પહેચાન બની ગયું છે. આ દેશી-વિદેશી પર્યટકોને ખુબ આકર્ષિત કરે છે. લાખો લોકો દરેક વર્ષે તેને જોવા માટે આવે છે અને યાદગારનાં તૌર પર તસ્વીરોને સમેટી રાખે છે. વીતેલા દિવસોમાં તાજમહેલને શિફ્ટ કરવા માટેની ખુબ ચર્ચા થઇ હતી. સાંભળવામાં થોડું અટપટું લાગે છે, પણ અમે અહી તમને એ કહેવા જઈ રહ્યા છે કે જો આવું થાય તો આખરે તે કેવી રીતે સંભવ થઇ શકે.
મંદિરો અને ઈમારતોને કોઈ જગ્યા પર શિફ્ટ કરવાનું ચલણ દુનિયાભરમાં જોવામાં આવી રહ્યું છે. જો કે તેના ઘણા કારણો હોઈ શકે, પણ મુખ્ય કારણ છે, આવનારી પેઢીઓ માટે ઈમારતોને સંરક્ષીત કરવી, જેથી તેઓ પોતાના ઇતિહાસને જાણી શકે, અને પોતાની ઓળખ બનાવી શકે. જો કે તાજમહેલને આગ્રાથી અલગ કરીને જોવું થોડું અજીબ લાગે છે.

મિસ્રમાં આવા કારાનામાં ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યા હતા.

અહી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાની અને ઐતિહાસક ઈમારતને ઉઠાવીને બીજી જગ્યા પર રાખી દેવામાં આવ્યું હતું. જો કે, તેને આ કામ માટે યુનેસ્કોએ પણ ભરપુર મદદ કરી હતી. મિસ્રનાં અબુ સિમ્બલ મંદિરની સાથે આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અબુ મંદિરની પાસે નીલ નદી પર બંધ બનવાથી તેના ડૂબી જવાનો ભય હતો, જેના કારણ મંદિરને શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું.બ્રિટીશ જિયોગ્રાફિક એક્સ્પેન્ડીશન કંપનીની ડાયરેક્ટર કીમ કિટીંગ નું કહેવું છે કે:

”પોતાની ઐતિહાસિક ઈમારતોને બચાવવા માટે મિસ્ર ખુબ જ પ્રચલિત રહ્યું છે. અબુ સિમ્બલ મંદિરને આપણે મિસાલનાં રૂપમાં જોઈ શકીએ છીએ. મંદિરનને સૈકન્ડો ટુકડાઓ પર વિસ્થાપિત કરવામાં આવ્યું હતું”.જાણકારી અનુસાર ભારતમાં પણ આવું સંભવ બની શકે છે. આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં મંદિરોને પહેલા પણ શિફ્ટ કરવામાં આવી ચુક્યું છે. જો કે, તાજમહેલનાં વિષયમાં તે કંઈપણ કહેવાથી બચતા રહ્યા હતા. જો કે આ કામ માટે યુનેસ્કોની મદદ લઇ શકાય છે. હાલ યુનેસ્કો પણ અન્ય બીજા આવા પ્રોજેક્ટ્સ પર લાગેલા છે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ રખરખાવ એજન્સીને પેહલા પણ ફટકાર લગાવી ચુકી છે અને ઉદાસીન રવૈયેને ઠીક કરવાનું કહ્યું છે. જો કે તાજમહેલ શિફ્ટ થઇ જાય તેવું તો કોણ ઈચ્છે પણ આવું પણ શક્ય બની શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here