શરીરના આ 8 અંગોના ફરકવાનો અર્થ છે કે કંઈક મોટો લાભ થવાનો છે…વાંચો માહિતી

0

સમુદ્ર શાસ્ત્ર અનુસાર કંઈક સારું કે ખરાબ થવા પહેલા આપણું શરીર આપણને સંકેત આપતું હોય છે. આ સંકેતોમાં ફરકવાનું પણ આવે છે. ઘણા લોકો કોઈ અંગ ફરકે તો એને ખરાબ સંકેત માનતા હોય છે પણ કેટલાક એવા અંગો છે કે જેના ફરવાથી આપને લાભ થઈ શકે છે. જાણો કેવી રીતે…. માથુંજો તમારું માથું ફરકે તો સમજી લો કે તમને જમીનનો લાભ થવાનો છે. આપ નવું ઘર કે જમીન લેવાના પ્લાનમાં હોવ તો એ સફળ થશે. માથાનો આગળનો ભાગ ફરકે તો આપને નોકરીમાં પ્રમોશન થઈ શકે છે અથવા તમને કંઈક સન્માન પણ મળી શકે છે. આ લાભને સ્થાન પરિવર્તન પણ કહેવાય છે.

બાજૂજો તમારી બાજૂનો મધ્ય ભાગ ફરકી રહ્યો છે તો એનો અર્થ છે કે તમને થોડા સમયમાં જ ધન લાભ થવાનો છે.

હાથજો તમારો હાથ ફરકી રહ્યો છે તો તમારે ખુશ થવું જોઇએ કારણ કે તમારા હાથમાં જલ્દી જ પૈસા આવવાના છે.

છાતીછાતીના ફરકવાનો સંકેત વિજય માનવામાં આવે છે એટલે કે તમને તમારા કામમાં વિજય મળશે.

નાભિનાભિના ફરકવાનો અર્થ કોઈક યાત્રામાં તમને લાભ થઈ શકે છે.

પગપગના તળિયે કંઈક હલચલ થાય તો તમને કોઈક યાત્રા લાભ થઈ શકે છે એટલે કે તમે કોઈ યાત્રા પર જવાના છો.

જમણી આંખજો તમારી જમણી આંખ ઘણા સમયથી ફરકી રહી છે તો તમને ભવિષ્યમાં કંઈક ખુશ ખબરી અથવા ધનનો લાભ થવાનો છે.

જમણી હથેળીજમણી હથેળીના ફરકવાનો અર્થ છે કે આપના જીવનમાં નવા શુભ સમાચાર આવવાના છે અથવા તમને કંઈક ધન લાભ થવાનો છે. પણ ડાબી હથેળીના ફરકવાને અશુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here