સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની દ્રષ્ટી, 12 માંથી 5 રાશિના જાતકોને થશે અઢળક લાભ, બીજી રાશિના જાતકો કેવા ઉપાય કરશો વાંચો..

0

૧૮ એપ્રિલથી ધન રાશિમાં શનિ વક્રી ચાલે હતો જે સપ્ટેમ્બર સાંજે ૪ વાગીને ૪૪ મીનીટે માર્ગી થશે. શનિની માર્ગી થવાના કારણે પાંચ રાશિઓને અઢળક લાભ થશે. આ પાંચ રાશિના જાતકો આજ સુધી શનિની ખરાબ અસરને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.શનિ ૧૪૨ દિવસ સુધી વક્રી રહે છે. શનિ એ કર્મ અને સેવા કારક ગ્રહ છે જેના કારણે શનિની દ્રષ્ટિની સીધી અસર જે તે જાતકની નોકરી અને વ્યવસાય પર થાય છે. શનિની વક્રી અને માર્ગી થવાના કારણે તેની હકારાત્મક અને નકારાત્મક એમ બે પ્રકારની અસર થાય છે. વ્યક્તિની જન્મકુંડળી પ્રમાણે તેની અસર જોવા મળે છે.

શનિના માર્ગી થવાના કારણે ૧૨ માંથી ૫ રાશિના જાતકોને મળશે અનેક લાભ. આ પાંચ રાશિ છે વૃષભ, વૃષિક, કન્યા, ધન અને મકર. આમાંથી વૃષભ અને કન્યા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે, જયારે વૃષિક, ધન અને મકર રાશિ પર શનિની સાડાસાતી શરુ છે પણ જયારે શનિ માર્ગી થશે ત્યારે આ પાંચ રાશિના જાતકોની દરેક મુશ્કેલીઓનો અંત આવશે અને સૌથી વધુ ધનલાભ થશે.

હવે એ પણ જાણી લો કે શનિના માર્ગી થવાથી આ ૧૨ રાશિના જાતકો પર કેવી અસર થશે અને તેની ખરાબ અસરથી બચવા શું કરશો.

મેષ :

શનિના માર્ગી થવાથી મેષ રાશિના જાતકોની આવકમાં અચાનક વધારો થશે. આવકના અનેક રસ્તાઓ તમારી સામે ખુલશે. દુશ્મનોનો ત્રાસ ઓછો થશે. નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે. શનિનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે મેષ રાશિના જાતકોએ કાળી ગાયને સરસોનું તેલ લગાવીને ખવડાવવાની રહેશે.

વૃષભ:

શનિના માર્ગી થવાના કારણે આ રાશિના જાતકો માટે ભાગોદયનો સમય નજીક લાવી રહી છે.અત્યાર સુધી તમારા જેટલા પણ કામ કોઈને કોઈ કારણથી અટકી ગયા હતા એ દરેક કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થશે. નવો વ્યવસાય કે પછી નવી જોબ મળવાના યોગ છે. શિક્ષા અને પ્રેમના વિષયમાં પણ અનેક લાભ મળશે. આ રાશિના જાતકોએ વધુ લાભ માટે ગરીબ લોકોને કાળા કપડા અને કાળા પગરખા દાન કરવાના રહેશે.

મિથુન:

મિથુન રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું એ મીશ્ર ફળ આપનાર રહેશે. કાર્યક્ષેત્રમાં માન અને સન્માન વધશે. પત્ની સાથે મતભેદ થવાના યોગ બની રહ્યા છે. લગ્નઈચ્છુક મિત્રોના લગ્ન થવાના યોગ પણ બની રહ્યા છે. સતત સારા સમાચાર પ્રાપ્ત થશે પણ એ ના કારણે ખર્ચમાં પણ વધારો થશે. વધુ ખર્ચ થવાથી અમુક લોકો પરેશાન રહેશે. માર્ગી શનિ પાસેથી લાભ લેવા માટે તમારે શનિવારે મહાદેવના મંદિરે કાળા તલ ચઢાવવાના રહેશે.

કર્ક:

આ રાશિના જાતકોને અત્યારસુધી જે પણ કાયદાકીય વિવાદ ચાલી રહ્યા છે તેનો અંત આવશે. દુશ્મનો સામે તમારી જીત થશે. જો લાંબા સમયથી જીવનસાથી સાથે અણબનાવ બનેલો છે તો તમે સામેથી તેમને મનાવી લો. વિદ્યાર્થીઓની દરેક પરેશાનીઓનો અંત આવશે. સંતાનોની તબિયત સારી રહેશે. કોઈ જુનો દુખાવો કે દર્દ તમને હેરાન કરશે. વધુ લાભ માટે પક્ષીઓને ચણ નાખો.

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું એ સારા સંકેત લઈને આવશે. લાંબા સમયથી ચાલી આવનારી બીમારીનો અંત આવશે. તમારા સંતાન તરફથી સારા સમાચાર મળશે. આવકમાં વધારો થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાના યોગ છે. પૈસાનો ખર્ચ વધશે, બચત કરી શકશો નહિ. જે મિત્રો નોકરી બદલવા માંગે છે તેમની માટે આ સારો સમય છે. વધુ લાભ મેળવવા માટે પીપળાના ઝાડ નીચે સરસવ તેલનો દિવો કરવાનો રહેશે.

કન્યા:

આ રાશિના જાતકો પર શનિની ઢૈયા ચાલી રહી છે, શનિનું માર્ગી થવું એ તમને પણ લાભદાયી રહેશે. જમીન, ઘર, વાહન અને સ્થાયી સંપત્તિ વસાવી શકવાના યોગ છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પારિવારિક વારસામાં મળવાની મિલકતનું કામ આસાનીથી થઇ જશે. કોર્ટ કચેરીના કામમાં લાભ મળશે. સફળતા મેળવવા માટે આ રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડશે. સારો લાભ મેળવવા માટે શનિવાર અથવા મંગળવારે હનુમાનજીને સિંદુર ચઢાવવાનું રહેશે.

તુલા:

આ રાશિના જાતકોને અનેક સુખ મળવાના છે. સાહસના કામ કરી શકશો. તમારી નિર્ણય કરવાની શક્તિમાં વધારો થશે. તમારા નાના ભાઈ અને બહેનોની પરેશાનીનો અંત આવશે. માનસિક તાણમાં ઘટાડો થશે. પરિવાર સાથે લાંબી મુસાફરીનો યોગ બની રહ્યો છે. જમીન મિલકતના કામમાં લાભ મળશે. ખર્ચ પર થોડો કાબુ રાખો. જે મિત્રો વિદેશ જવા માંગે છે તેમની એ ઈચ્છા પૂરી થશે. વધુ લાભ માટે શનિવારે કાળા કુતરાને બેસનના લાડવા ખવડાવો.

વૃષિક:

આ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ બની રહ્યો છે. માનસિક તણાવ ઓછો થશે જેના કારણે તમે બીજા દરેક કાર્યમાં સારી રીતે કામ કરી શકશો. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. વધારે મહેનત કરવાથી સારું પરિણામ મળશે. જે મિત્રો બેકાર છે તેમને નોકરી મળશે. વધુ સારા લાભ માટે બીમાર લોકોને દવાનું દાન કરો.

ધન:

ધન રાશિના જાતકોને પરિવારમાં અનેક ખુશીઓ આવશે. કુટુંબ અને ભાઈ બહેનથી લાભ મળશે. મુશ્કેલીવાળો સમય પૂર્ણ થશે. માનસિક શાંતિ મળશે. જીવનસાથી સાથે સંબંધ વધુ દ્રઢ થશે. કોઈપણ કાર્ય કરવામાં બેદરકાર રહેશો નહિ. કામમાં વધારો થશે. વધુને વધુ ધનલાભ માટે હનુમાનજીના મંદિરે લાલ ફૂલ ચઢાવવાનું રાખો.

મકર:

અત્યાર સુધી જેટલી પણ મુશ્કેલી આવી છે કે ચાલી રહી છે તેનો હવે અંત આવશે. કાર્યક્ષેત્રમાં લાભ મળશે. ધનલાભના યોગ બની રહ્યા છે. દુશ્મનોમાં ઘટાડો થશે. આવક વધારવા માટેના અનેક રસ્તા ખુલશે. આરામ અને આનંદના સાધનો વસાવી શકશો. અટકેલા દરેક કાર્ય પુરા થશે. વિદેશ ફરવા જવાના યોગ બની રહ્યા છે. સમાજમાં તમારી વાહ વાહ થશે. સમૃદ્ધિમાં વધારો થશે. શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક લાભ થશે.

કુંભ:

કુંભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું વધુને વધુ લાભ આપશે. તમારા દરેક સપના અને મનોકામના પૂર્ણ થશે. આવકના સાધનમાં વધારો થશે. નવું કાર્ય અને નવો રોજગાર મળશે. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વધુ લાભ મેળવવા માટે હનુમાન મંદિરે સિંદુરનું દાન કરવું.

મીન:

આવકમાં વૃદ્ધિ થશે. કાર્ય ક્ષેત્રમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. જે મિત્રો વિદેશ જવા માંગે છે તેમને સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. માતાના સ્વાસ્થ્યમાં તકલીફ થશે. કોઈ સાથે વાત વિવાદમાં પડશો નહિ. શનિવારના દિવસે કાળા કુતરાને રોટલી ખવડાવો.

તમારા બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here