આ શક્તિશાળી મંત્ર જાપથી પ્રસન્ન થશે હનુમાનજી, થશે તમારી મનોકામના પૂર્ણ… વાંચો આર્ટિકલ

પ્રભુ શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી આઠ ચિરંજીવીમાંથી એક છે. હનુમાનજી એક એવા દેવ છે જે પોતાના ભક્તો પર બહુ સરળતાથી ખુશ થઇ જાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના કેટલાક અનોખા મંત્ર આજે અમે તમને જણાવીશું.

દેવતાઓમાં ભગવાન શિવ પછી હનુમાનજી જ એક એવા દેવતા છે જે પોતાના ભક્તોની ભક્તિથી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે. હનુમાનજીને અમુક સરળ મંત્ર જાપથી પણ ખુશ કરી શકાય છે, સાચા હૃદયથી કરેલી પૂજા ક્યારેય વ્યર્થ નથી જતી. આવો જ એક અજોડ ઉપાય છે હનુમંત કવચ. હનુમંત કવચમાં અપાર શક્તિ હોય છે સાથે સાથે તે જાતકને ખુબ ફળદાયી પણ છે. તમને જણાવો દઈએ કે આ હનુમંત કવચની રચના પ્રભુ શ્રીરામે પોતાની જાતે કરી છે. એટલું જ નહિ પ્રભુ શ્રીરામે રાવણ સાથે યુદ્ધ પર જતા પહેલા પોતે પણ આ મંત્રનો જાપ કર્યો હતો.

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट । लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट ॥‘ नाम पाहरू दिवस निसि ‘… સીતાજીની ચારો તરફ તમે વસેલા છો. કારણકે તેઓ ત્યાં રહીને પણ રાત અને દિવસ તમારા નામનું જ સ્મરણ કરે છે. તેઓ હંમેશા ભગવાન રામનું જ ધ્યાન ધારે છે. તેઓ જયારે પણ પોતાની આંખો ખોલે છે તો પોતાના ચરણ સામે જુએ છે અને તમારા ચરણોને યાદ કરે છે.

તો ‘ जाहिं प्रान केहिं बाट ‘….. વિચારો તમારા ઘરની આસપાસ કડક પહેરો હોય. જમીન કે આકાશ કોઈપણ બાજુથી કોઈ પણ અંદર પ્રવેશ કરી શકે નહિ એવી ગોઠવણ કરી હોય તો ચોર ચોરી કરવા કેવીરીતે આવી શકે. બસ આવી જ રીતે માતા સીતાએ પ્રભુ શ્રીરામનું રક્ષા કવચ ધારણ કર્યું હતું. આ રીતે તેઓ પોતાના જીવની રક્ષા કરતા હતા.

માતા સીતા એ દિવસમાં ૩ થી ૪ વાર શાંતિથી બેસે અને ૨ થી ૩ મિનીટ અમુક મંત્રનું જાપ કરીને એવું વિચારતા હતા કે તેમની ચારે બાજુ ભગવાન રામનું નામ ફરી રહ્યું છે અને પ્રભુ રામ તેમની રક્ષા કરી રહ્યા છે. બસ આમ તમે પણ નિયમિત મંત્ર જાપ કરશો તો ઈશ્વર તમારી સાથે જ રહેશે અને સતત તમારી રક્ષા કરશે. તમારા જીવનની દરેક સમસ્યા દુર થઇ જશે.

હનુમાન કવચ એ ઈશ્વરીય શક્તિ ધરાવે છે. તેના પ્રભાવથી કોઇપણ ખરાબ શક્તિ અને મુસીબત તમારાથી દુર રહેશે. ઘણા અહુનામ ભક્તો આ હનુમાન કવચ વિષે જાણતા હશે. આ કવચની શક્તિથી મન એકાગ્ર થાય છે. જે પણ વ્યક્તિઓનું મન વિચલિત અથવા ચંચલ હોય તેઓનું મન શાંત અને સ્થિર થાય છે. કહેવાય છે કે આ કવચ એ હનુમાનજીનો શક્તિગ્રહ છે.

હનુમાન કવચના ફાયદા

આ કવચથી ભૂત, પ્રેત, ચાંડાલ, રાક્ષસ જેવી અનેક ખરાબ આત્માઓથી બચી શકાય છે. આ કવચ તમને અનેક કાળા જાદુ અને અનેક તોડકાઓથી તમને બચાવશે. કાળું જાદુ આની સામે અસર નથી કરતુ. આ કવચના યોગ્ય ઉપયોગથી તમારા જીવનની દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે. આ એક દુખ દર્દ દુર કરવા માટેનો મંત્ર પણ છે. આ સાથે જીવનમાં આવનારી તકલીફો પણ ઓછી થઇ જશે. આ મંત્રના નિયમિત જાપથી જીવનમાં અનેક ખુશીઓનું સ્વાગત થશે. તેઓ સુખ અને સમૃદ્ધિથી સંપૂર્ણ બને છે.

મુખ્ય મંત્ર

શ્રી હનુમંતે નમ:

આ મંત્રનું ઉચ્ચારણ તમારે ૧૦૮ વાર રુદ્રાક્ષની માળા દ્વારા સાચા મનથી જાપ કરવાના છે. આ જાપ કરી લીધા પછી હનુમાનજી સમક્ષ તમારા દુઃખ દુર કરવાની વિનંતી કરો. સાથે સાથે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર ચઢાવો. જો આની સાથે તમે હનુમાનજીને વસ્ત્ર અર્પણ કરો તો સૌથી વધુ સારું રહેશે.

હનુમાનજીના બીજા કેટલાક શક્તિશાળી મંત્ર:

શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી એ આઠ ચિરંજીવીમાંથી એક છે જે અનંત કાળથી પોતાના ભક્તોની પાસે રહે છે અને તેમની મનોકામના પૂરી કરે છે. હનુમાનજી એ જલ્દી પ્રસન્ન થવાવાળા દેવતાઓમાંથી એક છે માટે આજે અમે તમને કેટલાક એવા ચમત્કારિક મંત્ર જણાવી રહ્યા છે જેની મદદથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો અને તેઓ તમારી રક્ષા કરશે.

ડરને ભગાવવા માટે હનુમાન મંત્ર : હં હનુમંતે નમઃ

ભૂત પ્રેતને દુર ભગાડવા માટેનો હનુમાન મંત્ર : હનુમાનજી સુનો વાયુપુત્ર મહાબલ:, अकस्मादागतोत्पांत नाशयाशु नमोस्तुते..|

અદ્રશ્ય શક્તિ નાશ માટેનો હનુમાન મંત્ર : હં હનુમંતે રુદ્રત્મકાય હું ફટ્ટ

મનોકામના પૂર્ણ કરવા માંગતા વ્યક્તિએ આ હનુમાન મંત્રનો જાપ કરવો. महाबलाय वीराय चिरंजिवीन उद्दते. हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये..|

મુશ્કેલીઓ દુર કરવા માટેનો હનુમાન મંત્ર : ऊँ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा|

દેવામાંથી મુક્ત થવા માટેનો મંત્ર : ऊँ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा|

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!