શાહરૂખ ખાને ઇવેન્ટમાં અનંત અંબાણીને પૂછી પહેલી સેલેરી, બદલામાં મળ્યો આ શાનદાર જવાબ..

0

શાહરૂખ ખાને RIL ના 40 વર્ષ પુરા થવા પર મુકેશ અંબાણી દ્વારા આયોજિત પાર્ટીને હોસ્ટ કરી હતી.

રીલાયંસ ઇન્ડસ્ટ્રી લીમીટેડ RIL એ હાલમાં જ એક ગ્રેંડ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી કંપનીને 40 વર્ષ પુરા થવાના ઉંપલક્ષ્યમાં ઉજવવામાં આવી હતી. તે સમયે અંબાણી પરિવારની નવી જનરેશન(ઇશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી)ને મીડિયા સામે પહેલી વાર મળાવવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં ઘણા એવા બોલીવુડ સ્ટાર્સે પણ શિરકરત કર્યું જ્યાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે શાહરૂખ ખાન મુકેશ તથા તેમના પત્ની નીતા અંબાણીના ખુબ સારા એવા મિત્ર છે.

સાથે જ શાહરૂખ જ આ ઇવેન્ટનાં હોસ્ટ રહ્યા હતા. જો કે શાહરુખની સાથે સાથે આ ઇવેન્ટને અનંત, ઇશા અને આકાશ અંબાણીએ પણ હોસ્ટ કર્યું હતું. ઇવેંટમાં જે આકર્ષણનું કેન્દ્ર બન્યું તે હતું અંબાણી બાળકો સાથેની શાહરૂખ ખાનની ચીટ-ચૈટ. શાહરૂખ પોતાના બેસ્ટ હ્યુમર અને ઈન્ટેલીજેંસી માટે પણ ઓળખવામાં આવે છે. તેના ચાલતા શાહરૂખ અને આ બાળકોએ એકબીજા સાથે ઘણા ફની ઇન્ટરએક્શન પણ કર્યા હતા. શાહરૂખે તે સમયે અનંતને તેના જીવનની પહેલી સેલેરી વિશે પણ પૂછ્યું હતું.

સાથેજ અંબાણીના સ્માર્ટ દીકરા અનંતે શાહરૂખને બોસી જવાબ આપ્યો હતો. શાહરૂખે અંનતને પૂછ્યું કે, ‘મારી પહેલી સેલેરી 50 રૂપિયા હતી, તારી પહેલી સેલેરી કેટલી હતી?’ આ પ્રશ્ન પર અનંતે શાહરુખને જવાબ આપ્યો કે, લીવ ઇટ, જો હું તમને સેલેરી કહી દઈશ તો કદાચ તેને સાંભળીને તમને થોડી અંબેરેસ્મેંટ થશે’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.