શહીદ ભગતસિંહની આ 20 વાતો તમને તમારા સંઘર્ષના સમયમાં સાથ આપશે, વાંચો અને યાદ કરો એ વીર શહીદ અમર જવાનને.

શહીદ ભગતસિંહ ના 20 ક્રાંતિકારી વિચાર

ભારત ને આઝાદી અપાવવા માટે દેશ ના ઘણા વીર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવા અનેક વીર જવાનો માં એક છે શહીદ ભગતસિંહ. જે આજે પણ દરેક ભારતીયો ના હ્રદય માં જીવિત છે. ભગતસિંહ નો જન્મ 27 સપ્ટેમ્બર 1907 માં બાવલી, જીલ્લો લાયલપુર પંજાબ માં થયો હતો. તેમના પિતા નું નામ સરદાર કિશનસિંહ, અને માતા નું નામ વિદ્યાવતી હતું. તેમણે આઝાદી માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. શહીદ ભગતસિંહ એ અંગ્રેજો ની વિરુધ્ધ જે મોરચો કરેલો હતો એ એટલો તીવ્ર હતો કે તેમને 23 માર્ચ 1931 માં ફાંસી આપવા માં આવી. પોતાની આખી જિંદગી દેશ ના નામે કરી દીધી. તેમના વિચારો કેટલા મહાન હતા. ચાલો તો આજે જાણીએ દેશભક્ત શહીદ ભગતસિંહ ના વિચારો.

 1. હું એક માનવ છું અને જે કઈ પણ માનવતા ને પ્રભાવિત કરે છે તેની સાથે મારે મતલબ છે.
 2. મારો એક જ ધર્મ છે દેશ ની સેવા કરવી.
 3. કાનુન ની પવિત્રતા ત્યાં સુધી જ બની રહે છે જ્યાં સુધી તેમાં લોકો ની ઈચ્છાઓ ની અભિવ્યક્તિ થાય છે.
 4. કાનુન વ્યક્તિઓ ની ઈચ્છાઓ ને નાશ કરીને, તે વિચારો ને મારી નથી શકતા.
 5. કોઈપણ કિંમત પર બળ નો ઉપયોગ ના કરવો એ કાલ્પનિક આદર્શ છે. નવું આંદોલન જે આપણે શરૂ કર્યું છે, જેના પ્રારંભ ની ચેતવણી આપેલી છે તે ગુરૂ ગોવિંદસિંહ, શિવાજી, કમાલ પાશા, રજા ખાન, વોશિગ્ટન અને ગૈરી બાલ્દી, લેનિન ના આદર્શો થી પ્રેરિત છે.
 6. ક્રાંતિ માનવ જાતિ નો એક અપરિહાર્ય અધિકાર છે. સ્વતંત્રતા બધા માટે ક્યારેય પૂરી ન થનાર એવો અધિકાર છે. શ્રમ સમાજ નો વાસ્તવિક નિર્વાહક છે.
 7. માણસ ત્યારે જ કઈક કરી શકે છે જ્યારે તે પોતાના કામ ન ઔચિત્ય લઈ ને સુનિશ્ચિત હોય છે, જેમ કે અમે વિધાનસભા માં બમ ફેકવા માટે હતા.
 8. અહિંસા ને આત્મબળ ના સિધ્ધાંત નું સમર્થન પ્રાપ્ત છે, જેમાં જીત ની આશા માં કષ્ટ સહન કરવું પડે છે, પણ ત્યારે શું થાય જ્યારે આ પ્રયાસ પોતાનું લક્ષ્ય  મેળવવા માં નિષ્ફળ જાય. ત્યારે આપણે આત્મબળ ને શારીરિક બળ સાથે જોડાવાની જરૂર પડે છે.
 9. જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે, જ્યારે બીજા ના ખંભા પર માત્ર મૃત્યુ પછી જ શરીર ઉપાડાય છે.
 10. હું એ વાત પર ભાર આપું છું, કે હું મહત્વાકાંક્ષા, આશા અને જીવન માટે મને આકર્ષણ છે પણ જ્યારે જરૂર જણાય ત્યારે હું આ બધુ ત્યાગી પણ શકું છું. અને એ જ સાચું બલિદાન છે.
 11. અત્યાચાર એ માટે નથી વધતો કે અત્યાચારી લોકો વધી ગયા છે પણ અત્યાચાર એટલા માટે વધી ગયો છે કારણ કે તેને સહન કરવાવાળા લોકો વધી ગયા છે.
 12. સામાન્ય રૂપે લોકો વસ્તુઓ જેવી છે તેવી જ સ્વીકારી લે છે અને તેમાં પરિવર્તન ના વિચાર માત્ર થી કાપવા લાગે છે. આપણે આ જ નિષ્ક્રિયતા ની ભાવના ને  ક્રાંતિકારી ભાવના માં બદલવા ની જરૂર છે.
 13. જરૂરી નથી કે ક્રાંતિ માં માત્ર સંઘર્ષ જ હોય, આ માર્ગ બમ અને પિસ્તોલ નો પંથ નથી.
 14. જો બહેરાઓ ને સાંભળવા હોય તો પોતાનો અવાજ મોટો કરવો પડે છે. જ્યારે અમે બમ ફેકયો ત્યારે અમારો ધ્યેય કોઈ ને પણ મારવા નો ન હતો. માત્ર અંગ્રેજી શાસન પર બમ ફેકયો હતો. અંગ્રેજોએ ભારત છોડવું જોઈએ અને તેને આઝાદ કરવો જોઈએ.
 15. કોઈ એ પણ ક્રાંતિ શબ્દ ની વ્યાખ્યા નો કોઈ શાબ્દિક અર્થ ના કરવો જોઈએ. જે લોકો આ શબ્દ નો ઉપયોગ કે દુરુપયોગ કરે છે, તે તેના ફાયદા પ્રમાણે તેનો અલગ-અલગ અર્થ અને અભિપ્રાય આપે છે.
 16. રાખ નો દરેક કણ મારી ગરમી થી ગતિમાન છે, હું એક એવો પાગલ છું જે જેલ માં પણ આઝાદ છે.
 17. નિષ્ઠુર આલોચના અને સ્વતંત્ર વિચાર આ ક્રાંતિકારી વિચાર ના બે અહમ લક્ષણ છે.
 18. જે વ્યક્તિ વિકાસ માટે ઊભો છે તેણે દરેક રૂઢિવાદી વસ્તુ ની આલોચના કરવી પડશે, તેમાં અવિશ્વાસ કરવો પડશે અને તેણે ચેતવણી આપવી પડશે.
 19. પ્રેમી, પાગલ અને કવિ એક જ વસ્તુ થી બનેલા હોય છે.
 20. મારી કલમ મારી ભાવનાઓ ની એટલી કદર કરે છે કે હું જ્યારે પણ ઈશ્ક લખવા ઈચ્છું છું ત્યારે હંમેશા ઇંકલાબ જ લખાય છે.

માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!