સવા ચાર કલાક સુધી દીકરીના શવનાં ટુકડા કરતી રહી માં, તેના બાદ પણ તે જે કરવા માંગતી હતી તે તદ્દન ચોંકાવનારૂ છે, જાણો પૂરી કહાની….

0

સોતેલી દીકરીને લઈને મીનું કૌરના દિલમાં કેટલી નફરત હતી, તેનો અંદાજો કત્લને અંજામ દેવાના તરીકાથી લગાવી શકાય છે. ઘટના વાળી રાત 6 ફેબ્રુઆરીની રાતે લગભગ 10 વાગે મીનુંનો પ્રાપ્તિ સાથે જગડો થયો હતો. તેના બાદ તે પ્રાપ્તિનાં સુવાની વાટ જોઈ રહી હતી.

દોઢ વાગે સુવાના સમયે પ્રાપ્તિની કાનપટ્ટી પર ઈંટ થી વાર કર્યો હતો. તે બેહોશ થઇ ગઈ અને બાદમાં તેની ગરદન કાપવાની કોશિશ કરી. બાદમાં સોતેલી માં તેની લાશને બાથરૂમમાં લઇ ગઈ અને લગભગ સવા ચાર કલાક સુધી તેની લાશનાં ટુકડા કરતી રહી.

પ્રાપ્તિની હત્યાની કહાની રૂવાળા ઉભા કરી દેનારી છે. પોલીસ હત્યાકાંડને સુનિયોજિત સાજીશનું પરિણામ તો નહિ માની રહી, પણ તે નક્કી છે કે મીનું કૌરના દિલ-દિમાગમાં સોતેલી દીકરીનાં વિરુદ્ધ નફરત ભરેલી હતી. પટેલનગર ઇન્સ્પેકટર રીતેશ શાહનાં પ્રમાણે 6 ફેબ્રુઆરીની રાતે 10 વાગે લગભગ મીનું કૌર અને પ્રાપ્તિ સિંહની વચ્ચે જગડો થયો હતો.

તકરાર બાદ પ્રાપ્તિ પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ હતી અને રૂમ લોક કર્યા વગર જ ઊંઘી ગઈ હતી. અહી મીનુંએ તેને ઠીકાને લગાવાની યોજના બનાવી લીધી. અને રાતે લગભગ દોઢ વાગે મીનું બાથરૂમનાં રસ્તા પરથી રૂમ સુધી પહોંચી અને કાન પાસે ઈંટ થી વાર કર્યો હતો.

ખૂન વહેવાને લીધે પ્રાપ્તિ બેસુધ થઇ ગઈ તો મીનુએ તેની ગરદન કાપવાનું શરુ કરી દીધું. કતલ કરવા બાદ પણ સોતેલી માં ની નફરત કમ થઇ ન હતી. તે શવને ખેંચીને બાથરૂમ સુધી લઇ ગઈ અને ત્યાં તેના ટુકડા કર્યા. ઇન્સ્પેકટર શાહનાં અનુસાર મીનુએ પુછતાછમાં જણાવ્યું કે શવનાં ટુકડા કરવા માટે પુરા સવા ચાર કલાકનો સમય લાગ્યો હતો, અને ત્યાં સુધી સવાર થઇ ગઈ હતી.

શવના બંને ટુકડાઓને ચાદરમાં લપેટીને તેણે ખૂનથી રંગેલો તકિયો અને અન્ય વસ્તુઓ પણ રસ્સી વડે ચાદરમાં બાંધી દીધી. પછી ગેલેરીમાં શવને છુપાવ્યા બાદ રૂમમાં અને બાથરૂમમાંથી ખૂન સાફ કરીને સબુત મિટાવાની કોશીસ કરી.

સોતેલી માં ને એ જાણ ન હતી કે તે આટલી જલ્દી પકડાઈ જાશે. તેનો વિચાર એવો હતો કે તે આ શવનાં ટુકડાઓને ધીરે-ધીરે બહાર ફેંકશે. આવું વિચારીને તેણે પ્રાપ્તિને રોડવેસ બસ મારફતે દિલ્લી મોકલવાની કહાની પણ બનાવી હતી.

પ્રાપ્તિનાં મંગેતર વરુણ અને અન્ય રિશ્તેદારોની ઘેરાબંધીને લીધે સોતેલી માં ને પટેલનગર પોલીશ થાના જવું પડ્યું હતું. નતીજો એ આવ્યો કે 24 કલાકમાં જ તેની કરતુત બધાની સામે આવી ગઈ હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!