4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં કરવા જઈ રહ્યા છે અદ્ભુત કાર્ય…વાંચો અહેવાલ

0

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની દિકરી ઈશાના લગ્ન ૧૨ ડીસેમ્બરના દિવસે થવાના છે. એવામાં આ આખો પરિવાર એ એ અત્યારે ઉદયપુરમાં દેખાઈ રહ્યો છે. અહિયાં તેઓએ અન્નસેવા આપી છે જેમાં તેઓ ૭ થી ૧૦ ડીસેમ્બર સુધી ગરીબ લોકોને દિવસમાં ત્રણ વાર ભોજન આપવાનું કામ શરુ કર્યું છે. સમાચાર એવા મળી રહ્યા છે કે આટલા દિવસોમાં દરરોજ ૫૧૦૦ લોકોને ભરપેટ જમાડવામાં આવશે. સાથે સાથે ૮ અને ૯ ડીસેમ્બરના દિવસોમાં ઈશા અંબાણીનું પ્રીવેડિંગ ફંકશન પણ રાખવામાં આવ્યું છે.

અન્ન સેવાના કાર્ય દરમિયાન મુકેશ અંબાણી, નીતા અંબાણી, દિકરી ઈશાના સાસુ સસરા અને સ્વાતિ પિરામલ પણ જોવા મળ્યા હતા. સાથે ઈશા અને તેના ભાવિપતિ આનંદ પણ જોવા મળ્યા હતા. અન્ન સેવા કાર્ય એ ચાર દિવસ સુધી ચાલવાનો છે. આ સેવા એ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં કરવામાં આવેલ છે.

અહિયાં ઈશા અંબાણીના લગ્નની પ્રીવેડિંગની તૈયારી પણ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અહિયાં સ્વદેશ બજાર થશે જેમાં દેશના ઘણા બધા ક્ષેત્રથી ૧૦૮ ભારતીય પારંપરિક ક્રાફ્ટ અને કળાનું પ્રદર્શન પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન અહિયાં દેશી અને વિદેશી મહેમાનો પણ આવશે.

તમને જણાવી દઈએ કે સ્વદેશ બજાર નું કાર્ય એ ભારતીય પરંપરા અને કલાકારોનો ઉત્સાહ વધારવા માટે કરવામાં આવ્યું છે. આ કાર્યને વર્ષોથી રિલાયન્સ ફાઉન્ડેશન સપોર્ટ કરી રહ્યું છે. આ ફાઉન્ડેશનનો ઉદેશ્ય એ સ્વદેશ બજારને બહુ મોટા સ્તર પર વિસ્તાર કરવાનો છે.

આ પ્રદર્શનમાં ૩૦થી પણ વધુ પ્રકારના કપડા અને હસ્તકળાની કારીગરી જોવા મળશે આમાં કાંજીવરમ, પટોળા વગેરે પણ સામેલ હશે. આની સાથે ફોકટેલ્સ અને સ્થાનિક કલાકારોની પ્રાચીન ચિત્રકારી જેવી ગોંદ, મધુબન, ફાડ, વર્લી અને થંગકાનું પર ચિત્ર હશે. દેશના બીજા ઘણા ક્ષેત્રમાંથી વણકર, કુંભાર અને શિલ્પકારો પોતાની કળા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. અને તેને બહુ મોટું બનાવવા અને લોકોને રોજગારી અપાવવા માટે આ એક મોટું પગલું કહેવાશે.

જેટલું ભવ્ય લગ્ન એ મુકેશ અંબાણી એ પોતાની દિકરીના કરવાના છે તેની સાથે સાથે તેઓ આપણા દેશ માટે અને તેના સામાન્ય લોકો માટે પણ બહુ સારું કાર્ય કરી રહ્યા છે. તો મિત્રો વધુને વધુ લોકો સાથે આ સહારનીય કાર્યને શેર કરો.

ઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400 લગ્ઝરી ગાડીઓ…જુવો 10 તસવીરો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેયરમેન મુકેશ અંબાણી ની દિકરી ઈશા અંબાણી અને આનંદ પીરામીલ ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ થવા જઈ રહ્યા છે. જો કે હાલ અંબાણી પરિવારે પોતાના મિત્રો અને નજીકના સગાસંબંધીઓ માટે 9 અને 10 ડિસેમ્બર ના રોજ ઉદયપુર માં પાર્ટી નું આયોજન કર્યું છે. જેમાં લગ્ન પહેલાના કાર્યક્રમો પણ કરવામાં આવશે. તેના માટે ઉદયપુર માં જોશ માં તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ઈશા અંબાણી અને આનંદ ના લગ્ન નું પહેલું કાર્યક્રમ 9 અને 10 ડિસૅમ્બર ના રોજ આજ શહેર માં હશે. ઉદયપુર ના ઉદયવિલાસ માં આ ભવ્ય સમારોહ હશે. અહીં પર પુરા દેશ થી 400 લગ્ઝરી ગાડીઓ આવેલી છે. રિપોર્ટ ના અનુસાર આ કાર્સ મહારાષ્ટ્ર, દિલ્લી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાન ના ઘણા શહેરોથી મંગાવામાં આવેલી છે. જેમાં જગુઆર, પોર્શ, મર્સીડીઝ, ઓડી, અને બીએમડબ્લ્યુ જેવી ગાડીઓ શામિલ છે.

તેના સિવાય આ અઠવાડિયે ઉદયપુર એયરપોર્ટ પર પણ ભારે ભીડ રહેવાની છે. ઈશા ના લગ્ન ને ધ્યાન માં રાખતા અહીં 100 કરતા પણ વધુ ચાર્ટર્ડ વિમાન આવવાની સંભાવના છે. આ લગ્ન માં 600 થી વધુ વીઆઈપી મહેમાનો શામિલ થઇ શકે તેમ છે.

અંબાણી પરિવાર ને ઉદયપુર માં 8 ડિસેમ્બર ના રોજ પહોંચવાની સંભાવના છે. હોટેલ ઉદયવિલાસ માં જ સંગીત નો કાર્યક્ર્મ હશે. તેના પછી 12 ડિસેમ્બર ના રોજ ઈશા-આનંદ ના લગ્ન નો કાર્યક્ર્મ મુંબઈ સ્થિત અંબાણી હાઉસ એન્ટેલિયા માં હશે.

આ પ્રિ-વેડિંગ સમારોહ માટે ઉદયપુર ની દરેક મોટી હોટેલો ની બુકીંગ થઇ ચુકી છે. ઈશા-આનંદ ની સગાઈ સપ્ટેમ્બર મહિનામાં ઇટલી ના ફેમસ લેક કોમોમાં થયેલી હતી. આનંદ મોટા કારોબારી અજય અને સ્વાતિ પીરામીલ ના દીકરા છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here