સચિન ના બંગલા નો વીમા નો ભાવ સાંભળીને તમારી નીચેથી જમીન ખસી જશે….વાંચો અહેવાલ

0

સચિન તેંડુલકરે બાંદ્રા સ્થિત પોતાના પાંચ માળના ‘ડ્રિમહાઉસ’ નો સો કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે જે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા સૌથી મોટા વીમા માના એક છે.સાર્વજનિક ક્ષેત્ર ની એક વીમા કંપનીના અધિકારીને ગુપ્તતાની શરત પર જણાવ્યું કે, ”વીમા કંપનીઓના એક સમૂહે બાંદ્રા સ્થિત આ ક્રિકેટરના ઘરનો સો કરોડ રૂપિયાનો વીમો કર્યો છે”.અધિકારીના અનુસાર ચાર સરકારી સમૂહ વીમા અને એક ખાનગી કંપની એ આ કવર આપ્યું છે. તેણે જણાવ્યું કે,”ઓરિએન્ટલ ઈંશ્યોરેંશ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા ઈંશ્યોરેંશ, ન્યુ ઇન્ડિયા ઈંશ્યોરેંશ અને નેશનલ ઈંશ્યોરેંશ કંપની અને એક ખાનગી વીમા કંપની આ વીમા કવર આપ્યું છેજેની પ્રતિવર્ષ પ્રીમિયમ 40 લાખ રૂપિયા રહેશે”. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે કવર બે હિસ્સા માં આપવામાં આવ્યું છે. જેમાં અગ્નિ વીમા નીતિના ચાલતા 75 કરોડ રૂપિયા અને ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સામાન અને ક્રિકેટ સામાન માટે 25 કરોડ રૂપિયા અતિરિક્ત કવર છે.અગ્નિ વીમાના ચાલતા આગ, આતંકવાદી હુમલા, ભૂકંપ જેવા પ્રાકૃતિક નુકસાન કવર થશે. તેમાં જમીનની લાગત, કમ્પાઉન્ડ ની દીવાલો અને ઇલેક્ટ્રિનિક સામાન કવર થશે.તેંડુલકરે સપ્ટેમ્બર માં 6000 વર્ગફૂટ ના પોતાના આ બંગલામાં પ્રવેશ કર્યો. તેની પહેલા તે તે ફ્લેટમાં રહેતા હતા જે તેને ખેલ કોટા દ્વારા મળ્યો હતો.

તેંડુલકરે આ નવા બંગલામાં પ્રવેશ કરવાના સમયે કહ્યું હતું કે, ”દરેક કોઈનું સપનું પોતાનું ઘર હોય છે. મેં પણ એ સપનું જોયું હતું જે હવે પૂરું થયું”. તેંદુલકરે 2007 માં 39 કરોડ રૂપિયાની લાગત થી આ બંગલો ખરીદ્યો હતો.તેના બંગલાની દીવાલો એટલી ઊંચી છે કે બહારથી કઈ જ ન દેખાઈ શકે, છતાં પણ સીસીટીવી કેમેરા અને સેન્સર પણ લગાવામાં આવ્યા છે.x ચાર માળના ના બંગલામાં  બે માળ જમીનમાં છે અને બાકીના બે માળ જમીનની ઉપર છે.આ સાથે સચિન તે ઉદ્યગપતિ અને સીને સિતારાઓની લિસ્ટમાં શામિલ થઇ ગયા છેજેમણે પોતાના ઘરનો આવો મોંઘો વીમો કરાવ્યો હોય. શાહરુખ ખાને પોતાના ઘર ‘મન્નત’ માટે 110 કરોડનો વીમો કરાવ્યો છે. સાથે જ રિલાયન્સ સમૂહના મુકેશ અંબાણી એ પોતાના એક અરબ ના આલીશાન મહેલ એન્ટેલિયા માટે 150 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!