રોજ સવારે ઉઠતા જ ખાલી પેટ વાસી મોં પીઓ પાણી, થશે આવા જોરદાર ફાયદાઓ – શેર કરો

0

દરેક કોઈને દિવસમાં 8 થી 10 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જે શરીરની અંદર સફાઈ કરે છે અને ઝેરીલા બેકાર તત્વો ને પરસેવા તેમજ યુરિન દ્વારા બહાર કાઢી નાખે છે. પણ સવારે ઉઠતા જ ખાલી પેટ પાણી પીવાનો લાભ તેના કરતા પણ વધુ છે, આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ પણ ખાલી પેટ વાસી મોં પાણી પીવાને અમૃત બતાવામાં આવ્યું છે.તમેં વિચારી રહ્યા હશો કે વાસી મોં પાણી પીવાથી આખરે આવું શું થાય છે કે તે અમૃત માનવામાં આવે છે. રાત્રે સુતા પછી મોં માં લાળ બને છે, જેમાં પાણીની માત્રા વધુ હોય છે અને એન્જાઈમ ઓછા હોય છે. સવારે વાસી મોં પાણી પીવાથી આ લાળ પાણીની સાથે પેટમાં ચાલી જાય છે, જે પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ ને દૂર કરે છે.
લાળ માં 98 ટકા પાણી અને શેષ બે ટકા હિસ્સા માં એન્જાઈમ, બાલગમ, ઇલેક્ટ્રોલાઇટ અને જીવાણુરોધી યૌગિક જેવા તત્વ ઉપસ્થિત હોય છે. શરીરમાં ઉપસ્થિત એન્ટીબોડી સંક્ર્મણ થી લડવાનું કામ કરે છે અને તે સફેદ રક્ત કોશિકાઓ થી સ્ત્રાવિત હોય છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીનારા લોકોનું યુરિન સાફ થાય છે. જયારે શરીર અંદરથી સાફ થાય છે તો તેની અસર બહાર પણ દેખાય છે. ત્વચા પર ચમક આવી જાય છે, પેટ સંબંધિત સમસ્યાઓ નથી થાતી અને મન ફ્રેશ અનુભવ કરે છે.
કબજિયાત અને ગેસની સમસ્યા નથી રહેતી અને આ વજનને નિયંત્રિત કરવામાં પણ કારગર હોય છે. લાળ એક એવો તરલ છે જે એન્ટિસેપ્ટિક ની જેમ કામ કરીને ઘણા રોગોથી બચાવે છે માટે સવારે ઉઠીને પાણી પીવું દરેક પ્રકારે ફાયદેમંદ બતાવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here