ઋષિ કપૂર કેવા હતા અને કેવા થઇ ગયા ? પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર લખી કેન્સર ની વાત….

0

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એ આ વખતે નવા વર્ષનું જશ્ન ન્યુયોર્ક માં ઋષિ કપૂર અને નીતું કપૂર ની સાથે મનાવ્યું હતું. નવા વર્ષના મૌકા ની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સાથે જ આ તસ્વીરો માં ઋષિ કપુર પહેલા ના મુકાબલે દુબળા-પાતળા અને બીમાર દેખાઈ રહ્યા છે. તેનો ચહેરો પણ પુરી રીતે બદલાઈ ચુકેલો દેખાઈ રહ્યો છે. તે પહેલાની તુલનામાં થોડા વૃદ્ધ પણ દેખાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનાલી બેન્દ્રે પછી હવે અભિનેતા ઋષિ કપૂર પણ કેન્સર ની બીમારી થી પીડાઈ રહ્યા છે. તેનો ઇલાજ તે જ હોસ્પિટલ માં ચાલી રહ્યો છે જ્યાં સોનાલી બેન્દ્રે એ ઈલાજ કરાવ્યો હતો.

આ વચ્ચે ઋષિ કપૂર ની પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર નવા વર્ષ ની શુભકમાંનાઓ આપતા એક પોસ્ટ શેયર કરી છે. નીતુ એ લખ્યું કે,”વર્ષ 2019 માં કોઈ રેઝોલ્યુશન ન હોવું જોઈએ માત્ર ઈચ્છાઓ અને ખુશીઓ જ હોવી જોઈએ. ઉમ્મીદ કરું છું કે કેન્સર જેવી બીમારી માત્ર એક નામ બનીને જ રહી જાય, અને તે પહેલાની જેમ ઠીક થઈ જાય”.
નીતુ ની આ પોસ્ટ તે વાત તરફ ઈશારો કરી રહ્યો છે કે ઋષિ કપૂર ક્યાંક કેન્સર થી પીડિત તો નથી ને?રિપોર્ટ ના અનુસાર ઋષિ કપૂર ના ન્યુયોર્ક ના અત્યાર સુધી 2 ટ્રીટમેન્ટ થઇ ચુક્યા છે. જો કે કપૂર ખાનદાને એ વાતનો ખુલાસો કર્યો નથી કે ઋષિ કપૂર કેન્સર ની બીમારી થી પીડાઈ રહ્યા છે. આગળના અમુક દિવસો થી જોવામાં આવી રહ્યું છે કે ઘણા બૉલીવુડ ના દિગ્ગ્જ લોકો કેન્સર જેવી બીમારી થી પીડાઈ રહ્યા છે. જ્યારથી ઋષિ કપૂર ને કેન્સર થયું છે ત્યાર થી લગાતાર રણબીર કપૂર પોતાના માતા-પિતા ની પાસે જ રહી રહ્યા છે. રણબીર ની બહેન રિદ્ધિમાં પણ ત્યાં જ છે. ઋષિ કપૂર ની સાથે તેની બંને બહેનો રીતુ નંદા અને રીમા જૈન પણ નવા વર્ષ ના મૌકા પર ન્યુયોર્કમાં હાજર રહ્યા હતા.
આલિયા ભટ્ટ બીજી વાર ઋષિ કપૂર ને મળવા માટે ન્યુયોર્ક પહોંચી છે. આલિયા ભટ્ટ લગ્ન પહેલા જ કપૂર પરિવાર નો એક હિસ્સો બની ચુકી છે. ઋષિ કપૂર અને નીતુ કપૂર આલિયા ને અત્યાર થી જ પોતાની વહુ માની ચુક્યા છે. ઋષિ કપૂર ને ન્યુયોર્ક ગયાના 2 મહિના થઇ ચુક્યા છે. ન્યુયોર્ક માં ઈલાજ માટે તેમણે એક એપાર્ટમેન્ટ પણ લઇ રાખ્યો છે. ઋષિ કપૂર હજી વધારે દિવસો સુધી ત્યાં જ રહેવાના છે અને પુરી રીતે ઠીક થયા પછી જ પાછા મુંબઈ આવશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here