રિલાયન્સ નો મોટો ધમાકો, ફક્ત 501 રૂપિયા માં મળશે નવો જિયો ફોન…વાંચો બધી જ માહિતી

0

રિલાયન્સ જિયો એ પોતાની એજીએમ માં મોટી જાહેરાત કરતા કહ્યું છે કે રિલાયન્સ જિયો ફોન નાં વપરાશકર્તાઓ ને જિયો નો નવો ફોન મળવાનો છે. અને તેનું નામ જિયો ફોન ૨ હશે. જિયો ફોન ૨ માટે ગ્રાહકો ને ૫૦૧ રૂપિયા આપવા પડશે અને જુનો જિયો ફોન પરત કરવો પડશે. કંપની એ આને જિયો ફોન મોન્સૂન હંગામા નામ આપ્યું છે.

જિયો એ એવું પણ કહ્યું છે કે જિયો ફોન વપરાશકર્તાઓ ને થોડાક જ સમય માં દુનિયા ની ત્રણ મોટી એપ યુટ્યુબ, ફેસબુક અને વોટ્સઅપ ની ભેટ મળશે. કાર્યક્રમ દરમ્યાન જિયો એ કહ્યું કે જિયો ફીણ માટે જલ્દી જે વોટ્સઅપ રીલીઝ કરવામાં આવશે.

જિયો ફોન ૨ ની સુવિધાઓ ની વાત કરીએ તો તેમાં મોટું કી-બોર્ડ, 4G સપોર્ટ થશે, 2.4 ઇંચ ની ડીસ્પ્લે, 2000એમએએચ ની બેટરી, 512 એમબી અને 4 જીબી સ્ટોરેજ મળશે જેને 128 જીબી સુધી વધારી શકાશે.

ફોન માં 2 મેગાપિક્સલ નો પાછળ નો અને 0.3 મેગાપિક્સલ નો સામેનો કેમેરો આપેલ છે. આ ફોન નું વેચાણ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ થી ચાલુ થશે અને તેની કીમત ૨,૯૯૯ રૂપિયા છે પરંતુ જિયો ફોન ને ૫૦૦ રૂપિયા સાથે પરત કરીને આ ફોન ખરીદી શકાશે.

તે સિવાય જિયો ના આ ફોન માં જિયો LTE અને જિયો WI-FI એટલે કે વોઈસ ઓવર WI-FI મળશે. તે સિવાય ફોન માં FM, WI-FI, GPS, અને NFC જેવી સુવિધાઓ મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!