આ મંદિરના ચમત્કાર જોઈને પાકિસ્તાની જનરલ પણ નમી ગયો, 300 બૉમ્બ ફેંક્યા હતા તો પણ કાંઈ ન થયું વાંચો આખી સ્ટોરી

0

રાજસ્થાનમાં આવેલ તનોટ માતાના મંદિરને યુદ્ધની દેવીનું મંદિર પણ કહેવામા આવે છે. ભારત-પાકિસ્તાન સરહદની નજીક, જેલસમરથી લગભગ 130 કિમી દૂર છે. આ મંદિર લગભગ 1200 વર્ષનું છે. જોકે, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965 પછી આ મંદિર હંમેશા વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે, આ મંદિર દેશ વિદેશમાં તેના ચમત્કારો ના કારણે પ્રસિદ્ધ થઈ ગયું છે. 1965 ના યુદ્ધમાં પાકિસ્તાની સેના દ્વારા લગભગ 3,000 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, પણ આ મંદિર પર એકેય બોમ્બ થી બોમ્બ વિસ્ફોટ થયો ન હતો. મંદિર પર લગભગ 450 બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. ને બીજા બોમ્બ મંદિરની આસપાસના વિસ્તાર પર. આ બધા જ બોમ્બને હવે ભક્તો માટે મંદિરમાં બાંધવામાં આવેલા મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે.
રાજસ્થાનના જેસલમેરમથી 153 કિલોમીટર દૂર છેક રણમાં આ મંદિર આવેલું છે. 1965 ના યુદ્ધ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) આ મંદિરની રક્ષા કરવાની જવાબદારી ઉપાડી લીધીછે, ને અહિયા એક એર ફોર્સની ચોકી પણ બનાવવામાં આવી છે.

એટલું જ નહી 4 ડિસેમ્બર 1971 ની રાત્રે પંજાબ રેજીમેંટની એક કંપનીએ માતાની કૃપાથી પાકિસ્તાનને કબ્રસ્તાનમાં ફેરવી દીધું હતું ને ભારતનો એ યુદ્ધમાં વિજાય થયો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ આ મંદિરના પટાંગણમાં વિજય સ્તંભની પણ સ્થાપના કરી છે.

તનોડ માતાને વિશ્વ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હિંગલાજ માતાનું સ્વરૂપ છે. હિંગલાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલોચિસ્તાનમાં છે. અશ્વિન અને ચૈત્ર નવરાત્રીમાં દર વર્ષે એક વિશાળ મેળો યોજવામાં આવે છે.
આ મંદિર પર ફેંકવામાં આવેલા પાકિસ્તાનનાં બધા જ બોમ્બ નિષ્ફળ જતાં ખુદ પાકિસ્તાની સેનાના જનરલ પણ આજ દેવી શક્તિના પ્રભાવથી ત્યાં દર્શન કરવા માટે ભારત સરકારની મંજૂરી મેળવી આવેલા. હાલમાં પણ તે જનરલ આ દેવી શક્તિને પૂજે છે. આ મંદિરનો ઉલ્લેખ બોર્ડર ફિલમમાં પણ કરવામાં આવેલ છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here