રક્ષાબંધન પર પૂજાની થાળી માં આ વસ્તુ જરૂર રાખો, વરસશે ભગવાન ની અસીમ કૃપા – મહત્વની વાત જાણો

0

રક્ષાબંધનનો તહેવાર નજીક છે અને દરેક ઘરમાં આ પર્વ ની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. તમને જણાવી દઈએ કે આ તહેવાર માત્ર રાખડીના ધાગા નો જ નથી પણ પ્રેમ, વિશ્વાસ, અને રિશ્તાઓની ભાવનાનો પણ છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દરેક વર્ષ આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે. આજે અમે તમને આ તહેવાર સાથે જોડાયેલી એક ખાસ વાત કહેવાના છીએ.

પૂજાની થાળી માં રાખો આ ચીજો:
આજે અમે તમને જણાવીશું કે ધાર્મિક તથ્યો ના આધારે રક્ષા બંધનના પર્વ પર પૂજાની થાળીમાં કઈ ચીજોને રાખવી ખુબ જ જરૂરી હોય છે જેનાથી ભગવાનની કૃપા બની રહે છે અને સાથે જ તમારા માટે અઢળક ખુશીઓ લઈને પણ આવે છે.

સૌથી પહેલા તમે થાળીમાં ભાઈ ને બાંધવા માટે રાખડી મુકો, તિલક માટે કુમકુમ રાખો. મોં મીઠું કરવા માટે મીઠાઈ, માથા પર રાખવા માટે રૂમાલ કે ટોપી રાખો.

આ સિવાય થાળીમાં દેશી ઘી નો દીવો અને નારિયેળ રાખો. તેની સાથે જ તમે જો ભાઈ ને પોતાના તરફથી કોઈ ભેટ આપવા માગો છો તે પણ થાળીમાં રાખી શકો છો.

ઐતિહાસસિક સંદર્ભના આધારે:
પૌરાણિક તથ્યોની વાત કરીયે તો રક્ષાબંધન પર્વ એક સંદર્ભ મહાભારત કાળમાં પણ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલના વધ માટે જયારે સુદર્શન ચક્ર ઉઠાવ્યું હતું ત્યારે તેનો હાથ લોહી થી વહેવા લાગ્યો હતો અને ત્યારે દ્રૌપદી એ તેના હાથ પર સાડી ના પાલવનો ટુકડો બાંધી દીધો હતો.

તેના બદલે ભગવાન કૃષ્ણે દ્રૌપદી ને ભવિષ્યમાં આવનારી દરેક મુસીબતની રક્ષા કરવાનું વચન આપ્યું. ત્યારથી આ તહેવારની મહત્વતા વધૂ વધી ગઈ છે, આ પર્વ પર માતા લક્ષ્મીનું પૂજન કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ની સાથે દેવી લક્ષ્મી ની પૂજા કરવી ધન અને સમૃદ્ધિદાયક રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here