પ્રિયા પ્રકાશ ના હાથ લાગ્યો જેકપોટ: દીપિકા, પ્રિયન્કા, આલિયા માટે વાગી ખતરાની ઘંટી….

0

પોતાની આંખોની અદાઓથી રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર એક વાર ફરી ચર્ચાનો વિષય બની છે. તેને એક ધમાકેદાર જૈકપોટ હાથ લાગ્યો છે. એક જાણીતી કંપનીએ પ્રિયાને એક વિજ્ઞાપન માટે સાઈન કરી છે, જેના માટે તેને ખુબ મોટી રકમ પણ આપવામાં આવેલી છે.આ વિજ્ઞાપનની શૂટિંગ હાલમાંજ મુંબઈના ફિલ્મ સિટીમાં થઇ હતી. મીડિયા રિપોર્ટ્સના આધારે, આ વિજ્ઞાપન રાષ્ટ્રીય કેમ્પઇન નો એક હિસ્સો છે, જેના ચાલતા સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો કે ખાસ વાત એ છે કે પ્રિયાએ આ વિજ્ઞાપન માટે જે જેટલો ચાર્જ લીધો છે તેને જાણીને તમારા હોંશ જ ઉડી જાશે.
પ્રિયાએ આ વિજ્ઞાપન માટે પુરા 1 કરોડ કિંમત વસૂલી છે. પ્રિયા એક ન્યૂકમર છે, માટે તેની ફી પણ વધુ હોવાની જ હતી. પ્રિયાએ કદાચ સોશિયલ મીડિયા પર પોતાની લોકપ્રિયતાના ચાલતા આવળી મોટી ફી ની માંગ કરી હશે.એક વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે, ”પ્રિયાએ સવારના સમયે એક એડ શૂટ કર્યું હતું, આ શૂટ માટે ખુબ સુરક્ષા જોવા મળી, કેમ કે તે એક નેશનલ એડ છે. અમને જણાવામાં આવ્યું હતું કે આ એડ શૂટ માટે પ્રિયા પ્રકાશે 1 કરોડ રૂપિયાની ફી વસૂલી છે”.
આ વિજ્ઞાપનની અમુક તસવીરો પણ સામે આવી છે જેમાં તે પીળા રંગના ડ્રેસમાં નજરમાં આવી રહી છે.
જાણકારી અનુસાર, પ્રિયા ઈનસ્ટાગ્રામ પર કોઈ બ્રાન્ડના પ્રોડ્કટને એન્ડોર્સ કરવા માટે 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ઈનસ્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા 60 લાખથી વધુ છે. પ્રિયા પ્રકાશના ફિલ્મોમાં એન્ટ્રીની વાત કરીયે તો રિપોર્ટ અનુસાર પ્રિયાએ બે ફિલ્મો સાઈન કરી છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!