લગ્ન પછી ખબર પડી પત્નીની આ ગંદી આદત વિશે, પતિ એ લીધું એવું પગલું કે હેરાન રહી ગયો પરિવાર…

0

લગ્ન બ પ્રકારના હોય છે. એક લગ્ન નુ બંધન તે હોય છે જ્યા છોકરો-જોકરી એક બીજા ને પહેલાથી જ ઓળખતા હોય છે, અને એક બીજાની પસંદ ના પસંદ વિશે જાણતા હોય છે, જેને આપણે લવ મેરેજ કહીએ છીએ. બીજા પ્રકારના લગ્નમાં લગ્ન સમાજ-પરિવાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એવામાં બંને પાર્ટને ને એકબીજાને સમજવાનો સમય નથી મળતો, જેને આપણે એરેન્જ મેરેજ કહીએ છીએ. એવામાં અમુક ના લગ્ન સફળ રહે છે તો અમુકના સંબંધ છૂટાછેડા સુધી પહોંચી જાતા હોય છે. દિલ્લી માં એવા જ એક લગ્ન માં વિચિત્ર બાબત સામે આવી છે. લગ્ન પછી પતિ ને પોતાની પત્ની ની એક ખરાબ આદત વિશેની જાણ થઇ. જેના વિશે કદાચ મહિલાના પરિવાર ના લોકોને પણ જાણ નહિ હોય. અમુક જ દિવસોમાં આ વાત એટલી બગડી ગઈ કે તેનાથી થાકી જઈને પતિ એ કોર્ટ માં છૂટાછેડા માટેની અરજી આપી દીધી.
પતિના આધારે પત્ની ને સોશિલ મીડિયા ની ખરાબ આદત હતી. જેને લીધે તે પોતાના ઘર પરિવાર પણ ધ્યાન આપતી ન હતી. પતિના અનુસાર પત્ની મોડી રાત સુધી વોટ્સએપ અને મેસેન્જર પર ઘણા અન્ય પુરુષો સાથે વાતો કર્યા કરતી હતી. પતિ નું કહેવું છે કે તેના વિશે તેણે ઘણીવાર પોતાની પત્ની ને સમજાવવાની કોશિશ કરી હતી પણ તે પતિના રોક -ટોક થી થાકી ગઈ હતી અને ગંભીર આરોપો નાખવાની ધમકી આપતી હતી. પીડિત પતિ વ્યવસાય થી એક સોફ્ટવેયર એન્જીનીયર છે.પતિની આ અરજી પર કોર્ટે બંને ને કાઉન્સિલ માટે સમય આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે જો કાઉન્સિલ ના દરમિયાન પત્ની ના આ વિચારો ના બદલાયા તો આ અરજી પર ચર્ચા કરવામાં આવશે. આ ઘટનાથી યુવક પણ યુવતી બંને નો પરીવાર ચિંતા માં છે. તેઓને આ વાત પર વિશ્વાસ જ થઇ નથી રહ્યો.મીડિયાની લત ને લઈને આ કોઈ પહેલો કેસ ન હતો. ઘણીવાર આવા પ્રકરની ખબરો ચર્ચાનો વિષય બનતો આવ્યો છે. છતાં પણ લોકો આવા બાબતો પર વિચારો નથી કરતા અને છેલ્લે તેઓને ખુબ ખરાબ પરિણામ ભોગવવું પડતું હોય છે. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here