ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ માં નાયરા ની સાસુ નો કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી પારુલ ચૌહાણ એ 12 ડિસેમ્બર ના રોજ ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા છે.
બંને એ ઇસ્કોન મંદિર માં ખુબ સાદાઈ થી સાત ફેરા લીધા હતા. લગ્ન પછી આ નવેલી જોડી એ પોતાના ઘર એટલે કે લખીમપુર ખીરી માં રીશેપ્શન પાર્ટી આપી હતી.
પારુલ ના રીશેપ્શન ની અમુક તસ્વીરો સામે આવી છે. આ મૌકા પર પારુલ પદ્માવત લુક માં નજરમાં આવી હતી. તેમણે મરૂન કલર નો લહેંગો પહેરી રાખ્યો હતો, સાથે જ ભારે ઘરેણા પહેરી રાખ્યા હતા. અમુક ટીવી કલાકારો પણ પારુલ ના રીશેપ્શન માં શામિલ થયા હતા. પારુલ એ ટીવી સિરિયલ બિદાઈ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી.
રિપોર્ટ અનુસાર રીશેપ્શન પછી હવે પારુલ હનીમૂન નો પ્લાન બનાવી શકે તેમ છે. પારુલે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું
કે તેઓ નવા વર્ષ પર એક અઠવાડિયા માટે હનીમૂન માટે માલદીવ જાવાના છે કેમ કે કામથી પણ ઘણા દિવસો પછી રજા મળી છે. તેના પછી તેઓ 20 દીવસ માટે લંડન કે પછી યુરોપ જઈ શકે છે”.
જણાવી દઈએ કે પારુલ ચૌહાન અને ચિરાગ ઠક્કર ની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા વર્ષ 2015 માં થઇ હતી.લગ્ન ના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
એવામાં પારુલ ની મહેંદી રિવાજ ની પણ અમુક તસ્વીરો સામે આવી છે. પારુલે આ રિવાજ માં પીળા રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો. તેના સિવાય મલ્ટી કલર ના ફૂલો ના ઘરેણા પહેરી રાખ્યા હતા. આ સમારોહ માં પારુલ ની મિત્ર શિલ્પા રાયજાદા, માહી શર્મા, ટિયા ગંડવાની એ પણ હાજરી આપી હતી.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
