કઈ રીતે થાય છે પરમાણુ હુમલો, એકબીજાને આપી રહ્યા છે અમુક દેશ ધમકી, જાણો ભારત પાકિસ્તાનનું પરમાણું બટન કોની પાસે હોય છે

0

ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉનએ નવા વર્ષ પર કયું હતું કે ન્યુક્લિયર બોમ્બનું બટન હંમેશા મારા ટેબલ પર જ હોય છે. આના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ટવીટ કરીને તેમને જવાબ આપ્યો હતો કે મારી પાસે એનાથી પણ વધારે મોટું અને તાકાતવર ન્યુક્લિયર બટન છે અને એ બટન કામ પણ કરે છે. વાતો ભલે ગમે એ હોય પણ હકીકત તો એ છે કે દુનિયામાં પરમાણું હથિયારોની હોડ લાગેલ છે. અમેરિકા, ભારત, પાકિસ્તાન, ચીન સહીતના વિશ્વના અનેક દેશ એવા છે. જે પરમાણું હથિયારની હોડમાં સામેલ છે. ભલે કોઈ રાજનીતિક મજબૂરી હોય કે પછી પોતાના દેશની સુરક્ષાની ચિંતા. આવો આ તાકાતવર દેશના પરમાણું બટન સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ માહિતી.

૧. શું ખરેખર કોઈ પરમાણું બટન હોય છે ખરું?

અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના તાનાશાહ અવારનવાર ન્યુક્લિયર બટન દ્વારા એકબીજાને નુકશાન પહોચાડવાની ધમકી આપતા હોય છે. હોલીવુડની ઘણી ફિલ્મોમાં આ રીતના બટન બતાવ્યા છે, પણ હકીકત એ છે આવું કોઈ બટન હોતું નથી કે જેને દબાવી દેવાથી પરમાણું હુમલો થાય.

૨. જો બટન નથી તો બીજું શું છે?

અમેરિકામાં એક બ્રિફકેસમાં પરમાણું હુમલાનું મોડ્યુલ હોય છે, અમેરિકી રાષ્ટ્રપતિ જ્યાં પણ જતા હોય છે તેમની સાથે એ બ્રિફકેસ હોય જ છે. આને “ધ ફૂટબોલ” પણ કહેવામાં આવે છે. આ બ્રિફકેસમાં એટમી હુમલો કરવા માટેના નિર્દેશન અને જે જગ્યાએ નિશાન બનાવ્યા છે, આ બધી જાણકારી હોય છે. આનાથી ૯૦૦ પરમાણું હથિયારોથી હુમલો થવો સંભવ છે. હુમલાના નિર્દેશન આપતા પહેલા રાષ્ટ્રપતિએ પોતાની ઓળખાણ અને એક સિક્રેટ કોડથી વેરિફિકેશન કરવાનું હોય છે. આ કોડ એક કાર્ડ પર લખેલ હોય છે, તેને સામાન્ય રીતે “ધ બિસ્કીટ” કહેવામાં આવે છે.

ભારતમાં તો સાચા હાથમાં છે પણ પાકિસ્તાનમાં જોખમ…

આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિષયમાં વિશેષજ્ઞ સમીર પાટિલનું કહેવું છે કે ભારતમાં PMના હાથમાં પરમાણું હથિયારને વાપરવા માટેનો કમાંડ હોય છે પણ આ લોકતાંત્રિક પ્રક્રિયા હોય છે. સંચાલન એનસીએ કરે છે પણ એનએસએ, ત્રણે સેનાના પ્રમુખ, સ્ટ્રેટેજીક ફોર્સ કમાંડના પ્રમુખ સલાહ આપતા હોય છે. તેઓ જણાવે છે કે કયું હથિયાર વાપરવું. જયારે પાકિસ્તાનમાં આર્મીના પ્રમુખ પોતાની મનમાની કરીને નિર્ણય લેતા હોય છે, આવામાં પરમાણું હથિયાર ત્યાં સુરક્ષિત હાથમાં નથી.

અમેરિકામાં બટનનું કમાંડ કોની પાસે છે?
અમેરિકામાં પરમાણું અસ્ત્રોનું સંપૂર્ણ નિયંત્રણ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે, જ્યાં તેઓ નેશનલ કમાંડ ઓથોરીટીના અધ્યક્ષ પણ છે. નેશનલ કમાંડ ઓથોરીટીમાં રક્ષામંત્રી અને સંયુક્ત સેનાઓના પ્રમુખ પણ તેમાં સામેલ હોય છે, પણ નિર્ણય તો રાષ્ટ્રપતિના હાથમાં જ હોય છે.

જયારે બિલ ક્લિન્ટને ગુમાવી દીધું હતું “બિસ્કીટ”

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પોતાનું બિસ્કીટ ખોવી દીધું હતું ત્યારે તેમણે મહિનાઓ સુધી મુખ્ય અધિકારીઓને આની જાણકારી આપી હતી નહિ. પછી તેમણે તે શોધી લીધું હતું, પણ ખાનગી માહિતી હોવાથી આ વાત જાહેર થઇ હતી નહિ.

રૂસમાં શું પ્રક્રિયા હોય છે?

૧૯૯૧માં સોવિયત વિઘટન પછી રૂસમાં હમણાં પરમાણું અસ્ત્રોને નિયંત્રણ વ્યવસ્થા વિકાસની પ્રક્રિયામાં છે. સૈધાંતિક પ્રમાણે પરમાણું અસ્ત્રોનો પ્રયોગ કરવાના નિર્ણયનો અધિકાર રાષ્ટ્રપતિના હાથમાં હોય છે, જે સૈન્ય બળોના સુપ્રીમ કમાન્ડર પણ છે. સહાયતા માટે એક રક્ષા સમિતિ પણ છે.

ઇઝરાયેલ અને બ્રિટનમાં શું?

બ્રિટેનમાં સમસ્ત પરમાણું બળોનું નિયંત્રણ ત્યાના PMના હાથમાં હોય છે, પણ પ્રધાનમંત્રી પરમાણું અસ્ત્રનો પ્રયોગનો આદેશ રક્ષા સેનાઓના પ્રમુખની સલાહ લીધા પછી જ કરી શકે છે. ઇઝરાયેલમાં પરમનું હથિયારના નિયંત્રણ પ્રક્રિયાની માહિતી નથી પણ રાષ્ટ્રપતિ હુમલાનો આદેશ આપી શકે છે.

ફ્રાંસમાં શું છે વ્યવસ્થા ?

ફ્રાંસમાં એકમાત્ર રાષ્ટ્રપતિના હાથમાં જ સમસ્ત પરમાણું બળનો પ્રયોગ કરવાનો અધિકાર હોય છે. નિર્ણય લેવામાં તેમના અધિકારીઓ અસીમિત છે. રાષ્ટ્રપતિ દ્વારા પરમાણું શસ્ત્રોના પ્રયોગનો નિર્દેશ પરમાણું બળ સુધી “સેન્ટર ડી ઓપરેશન ડી ફોર્સેસ એરીયંસ સ્ટ્રેટેજિક” માધ્યમથી પહોચે છે.

ભારતમાં શું છે વ્યવસ્થા?

ભારતમાં ત્રણ સેનાઓના પ્રમુખ રાષ્ટ્રપતિ છે, પણ પરમાણું શાસ્ત્રોના પ્રયોગનો નિર્ણય લેવાનો અધિકાર ફક્ત PM પાસે જ છે. ન્યુક્લિયર કમાંડ ઓથોરીટી હોય છે, જેમાં PMને સલાહ આપવા માટે સુરક્ષા સંબંધિત બાબતની કેબીનેટની કમિટી છે. આમાં PM ની સાથે સાથે રક્ષા, ગૃહ, વિત્ત અને વિદેશ મંત્રી પણ હોય છે. એનએસએ અને ત્રણે સેનાઓના પ્રમુખ પણ સલાહ આપી શકે છે.

પાક-ચીનમાં શું સ્થિતિ છે?

પાકીસ્તાનમાં પરમાણું હથિયારનું નિયંત્રણ કોની પાસે છે એ જાહેર કરવામાં આવ્યું નથી, પણ એવું માનવામાં આવે છે અહિયાં સેનાના હાથમાં બધું જ છે, ચીનમાં રાષ્ટ્રપતિ સાથે સાથે દેશની કામ્યુનિસ્ટ પાર્ટી, ચાઇનીઝ સેન્ટ્રલ મીલીટરી કમીશનના પ્રમુખ પણ હોય છે.

કોરિયામાં કેવીરીતે સંચાલન થાય છે?

આમ તો મીડિયાની પહોચ ના હોવાથી ઉત્તર કોરિયામાં પરમાણું હથિયાર પર નિયંત્રણ અને પ્રક્રિયા વિષે જાણકારી નથી. પણ માનવામાં આવે છે કે તાનાશાહના હાથમાં પરમાણું હથિયાર સંચાલિત કરવાની કમાન છે. કિમ પોતે જ આ પરમાણું હુમલાનો આદેશ આપી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here