પાકિસ્તાનમાં આવેલી આ શક્તિપીઠ પર જો સ્નાન કરવામાં આવે તો બ્રહ્મહત્યાના પાપથી પણ મુક્ત થઈ શકાય છે, ભગવાન રામે પણ રાવણને માર્યા પછી કર્યું હતું આ સ્થળે સ્નાન …..

0

અત્યારનું પાકિસ્તાન આઝાદી પહેલા ભારતના હિંદુસ્તાનમાં સામેલ હતું. તે માત્ર મુસ્લિમોનો દેશ ન હતો. ત્યાં અસંખ્ય હિન્દુઑ ભારતની જેમ જ બિન્દાસ રહેતા હતા ને ત્યાં ગંગા જેવી પવિત્ર નદીઓ પણ વહેતી હતી.. અને ત્યાં ઘણા મોટા મોટા હિન્દુ મંદિરો પણ હતા. જ્યારે ભાગલા પડ્યા ને પાકિસ્તાન દેશ અલગ પડ્યો ત્યારે ભારતમાં રહેતા મુસ્લિમો પાકિસ્તાન સ્થાયી થયા ને ત્યાં રહેતા હિન્દુઓ ભારતમાં સ્થાયી થયા. પરંતુ ત્યાં રહેલ મંદિરો તો ત્યાં જ રહ્યા. આજે પણ એકાવન શક્તિપીઠ માની એક શક્તિપીઠ પાકિસ્તાનમાં મૌજૂદ છે. ને ત્યાનું મહત્વ પણ અનેરું છે ને ત્યાં પણ પૂજાય છે આ દેવી તેની શક્તિઓથી ને તેના ચમત્કારોથી.
જી. હા એવું કહેવાય છે કે જ્યારે માતા સતીના પાએથીવ દેહને લઈને મહાદે તાંડવ કરી રહ્યા ત્યારે માતા સતીના 52 ટુકડા થયા ને એ ધરતી પર અલગ અલગ જગ્યાએ પડ્યા ને એ જ્યાં જ્યાં પડ્યા ત્યાં માતાના અલાગ અલગ સ્વરૂપણી સ્થાપના કરવામાં આવી ને પછી તેને શક્તિપીઠ તરીકે ઓળખાઈ. એમાં પાકિસ્તાનમાં એક જગ્યાએ માતા સતીના માથાનો ભાગ પડે છે ને ત્યાં એક શક્તિપીઠણી સ્થાપના કરવામાં આવાઈ જે આજે પણ માતા હિંગળાજના નામે પૂજાય છે. ને તે રોજ હજારો લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આ ઉપરાંત ત્યાના સ્થાનિક લોકો તો આ માતાને નાની તરીકે પણ ઓળખે છે.

આ શક્તિપીઠનું અનેરું મહત્વ :
પૌરાણીક કાળમાં જ્યારે રામાયણમાં રાવણ સીતાનું હારણ કરી લંકામાં લઈ ગયેલો ત્યારે ભગવાને રામે માતા સીતાને છોડાવવા રાવણ સાથે યુદ્ધ કર્યું ને રાવણનો વધ કર્યો, રાવણ પોતે બ્રામ્હાણ ને શિવ ભક્ત હતો. ભગવાન રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે સૌથી મોટું પાપ બ્રહ્મહત્યાનું લાગયું. તેમણે મહાદેવને પ્રાર્થના કરી આ પાપના નિવારણ માટે પૂછ્યું. ત્યારે ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને ભગવાન રામને આ શક્તિપીઠ પર સ્નાન કરવાનું કહ્યું ને ભગવાન રામે આ શક્તિપીઠ પર આવી શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું ને માતાની આરાધના કરી. ત્યારબાદ માતાએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તમે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાવ છો. આજે પણ આ જ્ગ્યા પર એવા ચિન્હો જોવા મળે છે જે આ દંતકથાની સાક્ષી પૂરાવે છે.
આજે પણ આ દેવી હિંગળાજ માતાના નામથી ઘણા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. આજે પણ ભારતીયો આ માતાના દર્શન અર્થે પર્વતો અને ગુફાઓમાંથી પસાર થઈને પાકિસ્તાન જાય છે.આ માતાજીનું સ્થાન બે નદીના કિનારે આવેલા પહાડ પરની ગુફામાં આવેલું છે.

તેમજ આ મંદિરની આસપાસ ઘણા ફરવા લાયક ને જોવા લાયક સ્થળો પણ છે. જેમાં શિરકટા ગણેશ, કુંદારી અને ખજૂરી જેવી રમણીય જગ્યાઓ અને ભગવાન રામ ચંદ્રએ કરેલ પૂજા અને આરાધનાનું સ્થાન ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળોમાં આવે છે.
શીરકટા ગણેશ એટ્લે એ એ જગ્યા જ્યાં ખુદ મહાદેવના હાથે ભગવાન ગણેશ નું માથું તેમના ત્રિશુળ વડે કપાઈ ગયું હતું. આજે પણ આ જગ્યા પર ભવ્ય ગણેશ મંદિર બંધાયેલું છે જે શિરકટા ગણેશથી પ્રખ્યાત છે. તેમજ ત્યાથી જ થોડે દૂર ભવ્ય અમે વિશાળ ભૈરવનાથ અને હનુમાન મંદિરો પણ આવેલા છે.

આ મંદિરમાં હિંગલાજ દેવીના દર્શન માટે જવા મુસાફરો પર્વતો પર ચઢીને જાય છે, જ્યાં ત્રણ ત્રાણ પાણીના કુંડ આવે છે. તે પવિત્ર કુંડમાં ભક્તો સ્નાન કરી પવિત્ર થઈને બધા જ પાપોથી મુક્ત થઈ ને ત્યારબાદ નજીક પર્વતની ગુફામાં માતા હિંગલાજ દેવીનું મંદિર છે ત્યાં દર્શન કરે છે માતાની પ્રતિમાના, આ મંદિરમાં કોઈ જ દરવાજા નથી કે નથી કોઈ મંદિર બંધાવેલ. આ મંદિર ગુફામાં આવેલું છે. જેની લોકો પરિક્રમાં કરી ધન્યતા અનુભવે છે

કેવી રીતે પહોંચાય આ મંદિર :

આ પવિત્ર મંદિર પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં આવેલ લાસબેલા જિલ્લામાં કરાંચીથી 250 કિલોમીટર જેટલે દૂર આવેલું છે. આ મંદિરે જવા માટે પદયાત્રા કરવાનું પણ અનેરું મહત્વ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.