નીતા અંબાણીએ જિયો વર્લ્ડ સેન્ટર પર ‘ધીરુભાઈ અંબાણી સ્કવેર’ મુંબઈને સમર્પિત કર્યું – જુવો વિડીયો અને તસવીરો

0

મુંબઈ શહેર પ્રતિ પોતાનું સન્માન અને પ્રેમના પ્રતીક તરીકે નીતા-મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ 20 મિલિયન મુંબઈકરને એક નવું અને ગૌરવશાળી આઇકોન ‘ધીરુભાઈ અંબાણી સ્કવેર’ સમર્પિત કર્યું. આ સ્કવેર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલની સામે સ્થિત છે.ધીરુભાઈ અંબાણી સ્કવેર જિયો વર્લ્ડ સેન્ટરનો ભાગ છે, જે એક વિશ્વસ્તરીય, બહુ-ઉપયોગી સુવિધા છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીનું એક સંયુક્ત લક્ષ્ય છે, જે ભારતમાં સૌથી મોટી અને સૌથી શ્રેષ્ઠ વૈશ્વિક સંમેલન સુવિધાઓ અને સેવાઓનું નિર્માણ કરી રહ્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું કે ધીરુભાઈ અંબાણી સ્કવેર અને જિયો વર્લ્ડ સેન્ટર ભારતના એક મહાન દીકરાના દ્રષ્ટિકોણને પૂરા કરે છે, જે માનતા હતા કે ભારતમાં રાષ્ટ્ર નિર્માણના પ્રત્યેક ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે.નીતા અંબાણી, જે ભારતના સૌથી મોટા સમાજસેવી સંગઠનના પ્રમુખ છે અને તેઓએ શિક્ષા અને બાળકોના કલ્યાણ માટે ઘણી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરી છે, તેમને એક અનોખી રીતે આ કાર્યક્રમની યોજના બનાવી છે. આ કાર્યક્રમ એ વિશ્વાસથી પ્રેરિત છે કે બાળકો ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા છે.તેઓએ આ જ સમપર્ણને આગળ વધારતા ધીરુભાઈ અંબાણી સ્કવેરમાં એક આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન શોનો અનુભવ કરાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત વિભિન્ન ગૈર-સરકારી સંગઠનોના લગભગ 2000થી વધુ સુવિધાઓથી વંચિત બાળકોને આમંત્રિત કર્યા.

બાળકો માટે મ્યુઝિકલ ફાઉન્ટેનના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘વંદે માતરમ’ અને ‘જય હો’ ગીત હતા, જેને મ્યુઝિકલ ફાઉન્ટેન સાથે તાલમેલમાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને હાજર બધાએ જ એનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો હતો. નીતા અંબાણીએ કહ્યું ‘મને આશા છે કે આ શાનદાર ફુવારાએ તમારા બધાના દિલમાં ખુશી અને આશાનો કુંવારો હશે.’તેઓએ કહ્યું, ‘આવનાર દિવસોમાં આ બધા જ મુંબઈકરોને એક શાનદાર દ્રશ્ય પૂરું પાડશે, મુંબઈ નિવાસી જયારે વિશ્વસ્તરીય અને બહુ-ઉદ્દેશીય જિયો વર્લ્ડ સેન્ટરની મુલાકાત લેશે તો તેઓ મ્યુઝિકલ ફાઉન્ટેનને જોઈ શકશે. જિયો વર્લ્ડ સેન્ટર આપણા દેશનું સૌથી મોટું અને શ્રેષ્ઠમાંથી એક વૈશ્વિક કન્વેનશન સેન્ટર હશે.’નીતા અંબાણી અનુસાર આ વર્ષના અંત સુધીમાં જ્યારે જિયો વર્લ્ડ સેન્ટર ખુલશે, તો આ એક એવું સ્થાન હશે કે જ્યા લોકો એક સાથે મળશે, કલાની સરાહના કરશે, વિચારોનું આદાન-પ્રદાન કરશે, સંસ્કૃતિનો ઉત્સવ ઉજવશે અને આપણા મહાન શહેરની વિરાસત અને જીવંતતાને જીવશે.નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પરિવારે શહેરના બધા જ અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં એક અઠવાડિયા સુધી ચાલનાર અન્ન સેવા કાર્યક્રમની પણ શરૂઆત કરી, જેની સાથે શ્લોકા મહેતા અને તેમના દીકરા આકાશ અંબાણીના લગ્નના સમારોહની પણ શરૂઆત થઇ. શ્લોકાની માતા મોના અને પિતા રસેલ મહેતાએ અંબાણી પરિવાર સાથે મળીને લગભગ 2000 બાળકોને ભોજન પીરસ્યું.

નીતા અંબાણીએ કહ્યું કે ‘અમને ખુશી છે કે અમે અમારો આનંદ બધા સાથે શેર કરીએ છીએ. અને શહેરભરના હજારો બાળકો અને વરિષ્ઠ નાગરિકોના આશીર્વાદ પ્રાપ્ત થશે. ધીરુભાઈ અંબાણી સ્ક્વેરમાં વિશેષ મ્યુઝિકલ ફૂવારા કાર્યક્રમ મુંબઈની જીવંત ભાવના માટે એક સમર્પણ છે. ધીરુભાઈ અંબાણી સ્કવેરમાં વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન કાર્યક્રમ મુંબઈની જીવંત ભાવના માટે સમર્પણ છે. અમે આવનારા દિવસોમાં એ લોકો માટે ઘણા શો પ્રસ્તુત કરીશું જે રોજ આપણું ગૌરવ વધારે છે. જેમાં આપણી પોલીસ, સેના, અર્ધ્ધ-સેના, ફાયરમેન, બીએમસી કાર્યકર્તા અને ઘણા અન્ય સામેલ છે જે 24×7 કામ કરીને પોતાની ફરજ નિભાવે છે અને આ શહેરને સુરક્ષિત રાખે છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here