નવી નવેલી દુલ્હને લગ્નની પહેલી જ રાતે આવી અનોખી માંગ કરીને કે સન્નાટો છવાઈ ગયો, જાણીને તમને પણ નવાઈ લાગશે…

0

ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું ખુબ જ મહત્વ છે. લગ્ન માત્ર બે વ્યક્તિ જ નહીં પણ બે પરિવારનું પણ મિલન છે. ઘણા એવા રીતિ-રિવાજો અને રસમો ને પુરા કર્યા પછી એક લગ્ન સંપન્ન થાય છે. લગ્નના રિવાજો ઘણા એવા હોય છે જેમાં ઉપહારોની લેવળ-દેવળ પણ થાય છે જ્યાં દુલ્હા-દુલ્હન પણ એકબીજાને ઘણા એવા ઉપહારો આપે છે. પણ લગ્નના દિવસે એક દુલ્હને પોતાના પતિ પાસેથી એક એવા ઉપહારની માંગ કરી કે સાંભળીને બધા હેરાન રહી ગયા અને ખાસ વાત એ છે કે તેની આ ફર્માઇશને માન આપતા પતિએ તેની આ માંગ પુરી કરી નાખી હતી.પુરી ઘટના કાશી ના ચોલાપુર ની છે જ્યાં હજરતપૂરના રહેવાસી અભિષેકના લગ્ન મિર્જાપુર માં રહેનારી યુવતી નીધી સાથે થયા હતા. લગ્નમાં ઘણા એવા રસમો પછી યુવતીની મુ દિખાઈ ની રસમ કરવામાં આવે છે જેમાં દુલ્હને પોતાના પરિવારના લોકો પાસેથી એવી માંગ કરી દીધી કે તેને સાંભળીને બધા હેરાન જ રહી ગયા હતા. તેની માંગ સાંભળીને તેના પતિ એ તરત જ હા કહી દીધી અને તેની આ ઈચ્છા ને પુરી પણ કરી.
દુલ્હને ગૃહ પ્રવેશ કરતા પહેલા તેમણે એવી અજીબ માંગ કરીને સનસની મચાવી દીધી હતી. દુલ્હને એવી માંગ કરી કે તે ઘરમાં ત્યારે જ પ્રવેશ કરશે જયારે તેના ઘરની બહાર એક વૃક્ષનો છોડ રોપવામાં આવે. આ દુલ્હને આ માંગ કરીને એક નવી અને અનોખી મિસાલ કાયમ કરી છે. આ વાત સાંભળીને પરિવારના લોકો પહેલા તો હેરાન જ રહી ગયા હતા કે આખરે તે શું બોલી રહી છે. પણ પછી તેઓને એ વાતની સમજ આવી કે જો આ કામ કરશું તો આસપાસના લોકો પણ પ્રેરિત થઈને પોતાની ધરતી ને હરિ-ભરી બનાવાની પહેલ કરશે. પછી તો શું? દુલ્હનની આ માંગને પુરી કરવામાં આવી અને દુલ્હનને ખુબ જ સમ્માન પૂર્વક પોતાના ઘરમાં અંદર લઇ જવામાં આવી. નવવિવાહિતા દ્વારા લેવામાં આવેલા આ અનોખા માંગની જાણ જયારે ગામના લોકોને થઇ તો તેઓએ પણ તેના ખુબ જ વખાણ કર્યા અને પોતાની દીકરીઓને પણ તેની પાસેથી સીખ લેવાની સલાહ આપી. જો કે આ નવવિવાહીતાએ જે પણ કર્યું છે તેમાં માત્ર તેના એકલાની જ ભલાઈ ન હતી પણ પુરા સમાજને તેણે એક નવો રસ્તો દેખાડ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here